Manav Kalyan Yojana 2022 Online Registration Form Gujarat | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2022

Manav Kalyan Yojana 2022 Online Registration Form Gujarat | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2022 | Manav Kalyan Yojana Apply Last Date | e kutir gujarat gov in 

Manav Kalyan Yojana 2022 Online Registration Form Gujarat: – માનવ કલ્યાણ યોજના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાના લાભથી રાજ્યના આર્થિક રીતે પછાત, ગરીબ લોકો આત્મનિર્ભર બની સ્વરોજગાર મેળવી શકે. આ યોજનાના માધ્યમથી જુદા જુદા 28 ધંધા રોજગાર માટે ઓજાર અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માગતા લાભાર્થીઓ એ e-kutir gujarat Portal ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારોએ જાહેરાતમાં દર્શાવેલ વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે મેન્યુઅલી ફોર્મ ભરાયા હતા જે હવે ઓનલાઇન થઇ ગયેલ છે. હવે મેન્યુઅલી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. અરજદાર ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકશે.

Documents Required of Manav Kalyan Yojana 2022

માનવ કલ્યાણ યોજના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા નીચે મુજબના આધાર પુરાવા (ડોક્યુમેન્ટસ) નક્કી કરવામાં આવ્યા છે.

  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઉંમર અંગેનો પુરાવો ( જન્મનો દાખલો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • જાતિનો અંગેનો દાખલો
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો
  • ધંધાના અનુભવનો દાખલો ( જો હોય તો )

Last Date Manav Kalyan Yojana 2022  

માનવ કલ્યાણ યોજના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના લાભાર્થિઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ – 15/03/2022 થી 15/05/2022 સુધી રાખવામાં આવેલ છે. છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજદાર ફોર્મ ભરી શકશે નહી.

income limit Manav Kalyan Yojana 2022  

માનવ કલ્યાણ યોજના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરીદ્વારા આ યોજના માટે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/ નક્કી કરવામાં આવે છે. આનાથી વધુ આવક વાળા અરજદારની અરજી ના મંજુર કરવામાં આવશે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ માટે ઉંમર કેટલી જોઇએ?

ગુજરાત રાજ્યના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરીની માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે અરજદારની ઉંમર નક્કી કરવામાં આવી છે. તે મુજબ અરજદારની ઉંમર ૧૬ વર્ષ કરતાં નાની નહી અને ૬૦ વર્ષ કરતાં મોટી હોવી જોઈએ નહી.

Online Apply :- https://e-kutir.gujarat.gov.in/ 

Youtube :- https://youtu.be/sQ2QBw9Ey6U

(આ યોજનાની સંપૂર્ણ માહીતી Youtube ચેલનમાં જોવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો.)

Manav Kalyan Yojana 2022 વ્યવસાય ની યાદી

  1. કડીયાકામ
  2. સેન્ટીંગ કામ
  3. વાહન સર્વિસ અને રીપેરીંગ
  4. દરજીકામ
  5. કુંભારી કામ
  6. મોતી કામ
  7. ભરતકામ 
  8. બ્યુટી પાર્લર
  9. પ્લમ્બર
  10. વિવિધ પ્રકારની ફેરી
  11. ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ 
  12. સુથારી કામ
  13. ધોબી કામ 
  14. ખેતીલક્ષી લુહારી કામ કે  વેલ્ડીંગ કામ 
  15. દુધ-દહી  વેચનાર
  16. માછલી વેચનાર
  17. સાવલી સુપડા  બનાવનાર
  18. પાપડ બનાવટ
  19. અથાણા બનાવટ
  20. પંચર કીટ
  21. મસાલા મિલ 
  22. મોબાઇલ રીપેરીંગ
  23. પેપર કપ અને ડીસ બનાવટ ( સખીમંડળ)
  24. રૂ ની દિવેટ બનાવવી ( સખીમંડળ ની બહેનો) 
  25. હેર કટીંગ 
  26. ફ્લોર મિલ
  27. ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  28. રસોઈ માટે પ્રેસર કુકર ( હાલ રદ કરેલ છે)

નોંધ – માનવ કલ્યાણ યોજનાનો લાભ લાભાર્થી ને એક જ વાર મળવા પાત્ર છે. બીજી વાર અરજી કરશો તો રદ થવા પાત્ર રેહશે.

FAQ’s of Manav Kalyan Yojana

  1. માનવ કલ્યાણ યોજના કોના દ્વારા જાહેર કરવામાં આવી છે?

ANS : માનવ કલ્યાણ યોજના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરીદ્વારા જાહેર કરવામાં આવી છે.

2. માનવ કલ્યાણ યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે.

ANS: માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/ નક્કી કરવામાં         આવી છે.

3. માનવ કલ્યાણ યોજના online અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ANS: માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ –15/03/2022 થી 15/05/2022 સુધી અરજી કરવાની રેહશે.