Sat Fera Samuh Lagna Yojana- ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે., જેમ કે કુંવરબાઈનું મામેરુ યોજના માનવ ગરિમા યોજના, સ્પર્ધાત્મક તૈયારી માટે કોચિંગ સહાય યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, સાત ફેરા સમૂહ લગ્ન યોજના,ડૉ.આંબેડકર આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ દ્વારા રાજ્યના મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો આ આર્ટિકલમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મૂકવામાં આવી છે તેની વિગતવાર ચર્ચા કરીશું.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મધ્યમ ગરીબ લોકોને વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે એ esamajkalyan.gujarat.gov.in Portal વિકસાવવામાં આવ્યુ છે. આ પોર્ટલ પરથી વિવિધ યોજનાઓના ફોર્મ સરળતાથી ઓનલાઈન ભરી શકશે. તથા યોજનાની સહાય પણ ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. મિત્રો આર્ટીકલમાં સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિશે ચર્ચા કરીશું. ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? આ યોજનાની પાત્રતા શું છે? ફોર્મ કઈ વેબસાઈટ પર ભરવું? જેવી માહિતી મેળવીશું.
સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો હેતુ
Social Justice & Empowerment Department દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે. રાજ્યના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો કે જેઓ સમૂહમાં લગ્ન કરે તે માટે તેમને પ્રોત્સાહન રૂપે યુગલ દીઠ 12,000/- રૂપિયા અને સમૂહ લગ્નનુ આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ 3000/- રૂપિયા (75,000/- રૂપિયાની મર્યાદામાં ) પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. આ પ્રોત્સાહનથી લોકો સમૂહમાં લગ્ન કરવા પ્રેરિત થશે અને તેમના ખર્ચમાં ઘટાડો થશે. જેતે સમાજની સંસ્થાઓ પણ સમૂહ લગ્ન નું આયોજન કરવા પ્રેરિત થશે.જે આ યોજના નો મુખ્ય હેતુ છે.
Overview of Sat Fera Samuh Lagna Yojana
આર્ટિકલનું નામ | સાત ફેરા સમૂહ લગ્ન યોજના (Sat Fera Samuh Lagna Yojana) |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
લાભ કોને મળે? | સમૂહનુ આયોજન કરનાર સંસ્થા અને લગ્ન કરનાર યુગલ ને |
સહાયની રકમ | યુગલ દીઠ 12,000/- રૂપિયા અને સમૂહ લગ્નનુ આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ 3000/- રૂપિયા (75,000/- રૂપિયાની મર્યાદામાં ) |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
અરજી કરવા માટે | અહીં કિલક કરો |
સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની પાત્રતા માપદંડ
આ યોજનાનો લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીની કેટલી પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ રૂપિયા 6,00,000/- થી વધુ ન હોવુ જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
- આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (EWS) જ મળવાપાત્ર
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
- યુવકની વય 21 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ.
Sat Fera Samuh Lagna Yojana Documents List
આ યોજનાનો લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીની કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
- સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક (સંસ્થાના નામનો)
- કન્યાનું આધારકાર્ડ
- કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)
સાત ફેરા સમૂહ લગ્ન યોજના સહાયનું ધોરણ (Sat Fera Samuh Lagna Yojana Benefits)
Social Justice & Empowerment Department દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં લગ્ન કરનાર યુગલ અને સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાને નીચે મુજબની સહાય આપવામાં આવે છે.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.12,000/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.3000/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
- સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.
- આ યોજનાના નાણાં લાભાર્થીના ખાતામાં DBT(direct Bank Transfer) થી જમા કરવામાં આવે છે.
How to Online Apply Sat Fera Samuh lagna Yojana
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ટેપ્સ અનુસરો.
- સૌ પ્રથમ Google Search e Samaj kalyan poratl ટાઈપ કરી સર્ચ કરો.
- હવે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો.
- ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર ઉપરની બાજુએ “Director Developing Castes Welfare” પર ક્લિક કરો.
- કિલક કરતાની સાથે એક નવું પેજ ખુલસે તેમાંથી નંબર-18 પર ”સાત ફેરા સમૂહ લગ્ન યોજના” પર ક્લિક કરો.
- જો તમે અગાઉ e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરો.
- હવે તમે તમારું નામ, જન્મતારીખ,જાતિ, આધારકાર્ડ નંબર, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખી Register પર ક્લિક કરો.
- Register કર્યા બાદ Citizen Login પર ક્લિક કરી User તથા Id Password નાખી Login પર ક્લિક કરો.
- હવે સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે Online Apply પર ક્લિક કરો.
- ફોર્મમાં દાર્શાવેલ તમામ વિગતે યોગ્ય રીતે ભરો.
- ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ Save પર ક્લિક કરો.
- હવે Confirm પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢીલો.
- અરજદારે અરજીની પ્રિન્ટ તથા તમામ ડોક્યુમેન્ટ જે તે જિલ્લાની કચેરી ખાતે જમા કરવાને રહેશે.
How to Application Status Check Sat Fera Samuh Lagna Yojana
- સૌ પ્રથમ Google Search e Samaj kalyan portal ટાઈપ કરી સર્ચ કરો.
- હવે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો.
- હોમ પેજ પર નીચેની બાજુએ Your Application Status પર ક્લિક કરો.
- અરજીનું સ્ટેટ્સ ચેક કર્વા માટે નવુ પેજ ખુલશે. જેમાં તમે કરેલ અરજીનો નંબર અને જન્મ તારીખ નાખી સ્થિતિ જુઓ પર ક્લિક કરો.
- તમારી અરજીની પ્રક્રિયા કેટલે સુધી આવી તે જોવા મળશે.
FAQ’S of Sat Fera Samuh Lagna Yojana
1.સાત ફેરા સમૂહ લગ્ન યોજના લાભ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલનો સમૂહ લગ્ન યોજવો પડે?
જવાબ- સાત ફેરા સમૂહ લગ્ન યોજના લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 10 યુગલનો સમૂહ લગ્ન યોજવો પડે છે.
2. સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત લગ્ન આયોજક સંસ્થાને કેટલી સહાય મળે છે?
જવાબ- સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત લગ્ન આયોજક સંસ્થાને યુગલ દીઠ 3000 રૂપિયા ની સહાય (75, 000/- રૂપિયાની મર્યાદામાં ) તથા પ્રસિપત્ર આપવામાં આવે છે.
3. આ યોજનામાં સહાય કઈ રીતે ચૂકવવામાં આવે છે.
જવાબ- sat fera samuh lagna Yojana 12,000/- DBT (Direct Bank Transfer) થી લાભાર્થી ના ખાતામાં ચૂકવવામાં આવે છે.
4. આ યોજનામા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
જવાબ- સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક (સંસ્થાના નામનો), કન્યાનું આધારકાર્ડ, કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું),
5. સાત ફેરા સમૂહ લગ્ન યોજના ની ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ- Sat Fera Samuh Lagna Yojana Official website https://esamajkalyan.gujarat.gov.in