ઈ શ્રમકાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા । અરજી કોણ કરી શકે છે? । e-Shram card benefits in Gujarati

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈશ્રમ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને સીધો લાભ મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવી છે.આ પોર્ટલ દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોના ડેટા એકત્રિત કરવામાં આવશે. તેમને યુનિક આઇડેન્ટિફિકેશન(UAN) નંબર કાર્ડ મળશે. NDUW ડેટાબેઝ નો ઉપયોગ કરી સરકાર નવી નીતિઓ શરૂ કરશે.જેનાથી ભવિષ્યમાં લોકોને વધુ નોકરીઓ મળશે અને કામદારો માટે નવી યોજનાઓ શરૂ કરવામાં મદદરૂપ થશે. e-Shram card benefits in Gujarati ના ગણા બધા ફાયદાઓ છે.

E shram portal ।ઈ શ્રમ કાર્ડના ફાયદા । e shram CSC | e shram card download | ઈ શ્રમ કાર્ડના ફાયદા pdf Download | ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ 

ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ દેશના લગભગ 43.7 કરોડ અસંગઠિત ક્ષેત્રના કામદારોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ઈ શ્રમ કાર્ડ હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓનો સીધો લાવવા આપવામાં આવશે. મિત્રો આ આર્ટિકલમાં ઈ શ્રમ કાર્ડ ના ફાયદા,(e-Shram card benefits in Gujarati) ઈ શ્રમ કાર્ડ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો, ઈ શ્રમ કાર્ડ માટે કોણ અરજી કરી શકે? તથા ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? જેની વિગતવાર માહિતી આર્ટીકલ માં જોઈશું

Highlight Of E-Shram Portal Registration 

યોજનાનું નામ  ઈ શ્રમ પોર્ટલ રજીસ્ટેશન (E-Shram Portal Registration)
વિભાગનું નામ ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ
યોજના શરુઆત 26 ઓગસ્ટ 2021
Toll Free Number  14434
Official Website    eshram.gov.in

ઈ શ્રમ કાર્ડ શું છે? What is E-Shram Card? 

ઈ શ્રમ કાર્ડ યોજના કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં દેશના હજારો અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ એકત્રિત આ પોર્ટલ દ્વારા થશે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા નાગરિકો ઈશ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવશે. આ પોર્ટલમાં આવરી લેવામાં આવેલા બાંધકામના કામદારો , પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, સ્થળાંતર કામદારો, ઘરેલુ કામદારો , કૃષિ કામદારો તથા અન્ય ક્ષેત્રના કામદારોને સીધો લાભ મળશે. રજીસ્ટ્રેશન ના ડેટાબેઝના આધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નવી વિવિધ યોજનાઓ હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારોને સીધો અને ઝડપી લાભ મેળવી શકશે.

ઈ શ્રમ પોર્ટલ | E -Shram Portal

કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક ક્ષેત્રમાં કામ કરનારા મજૂરોની માહિતી એકઠી કરવા માટે ઇ શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલમાં અસંગઠિત કામદારો રજીસ્ટ્રેશન કરે છે.તેમને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવે છે.આ કાર્ડનો ઉપયોગ કરી વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે છે.

ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો । Required Documents for E -Shram Card  

 • અરજદારનું આધારકાર્ડ
 • રેશનકાર્ડ
 • બેંક પાસબુક
 • મોબાઈલ નંબર
 • શિક્ષણનું પ્રમાણપત્ર
 • આવકનો દાખલો
 • વ્યવસાયનું પ્રમાણપત્ર
 • કૌશલ્ય પ્રમાણપત્ર
 • વીજળી બિલ

અરજી ફી કેટલી?

ઈશ્રમ પોર્ટલ પર અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.

E Shram Scheme Eligibility Criteria । ઈ શ્રમ યોજનાની પાત્રતા

ઈ શ્રમ કાર્ડ નો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે.જે નીચે મુજબ છે.

 • અરજદારની ઉંમર 16- 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • અરજદાર આવકવેરો ભરતા ન હોવા જોઈએ.
 • અરજદાર અસંગઠિત ક્ષેત્રના કામદાર હોવા જોઈએ.
 • અરજદાર EPFO અથવા ESIC નો સભ્ય ન હોવો જોઈએ.

ઇ શ્રમ કાર્ડ માટે કોણ કોણ ઓનલાઈન અરજી કરી શકે છે?

ઈ શ્રમ કાર્ડ યોજનાનો લાભ ઈશ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી મેળવી શકાય છે. ઈશ્રમ કાર્ડ યોજના હેઠળ ઓનલાઇન અરજી કોણ કોણ કરી શકે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે

 • નાના અને સીમાન ખેડૂતો
 • શિરડી પાક
 • માછીમાર
 • ખેત મજૂર
 • બીડી રોલિંગ લેવલ અને પેકિંગ
 • ચામડાના કામદારો
 • મકાન અને બાંધકામ કામદાર
 • પશુપાલન સાથે સંકળાયેલા લોકો
 • સુથાર
 • મીઠું કામદારો 
 • વાળંદ
 • રીક્ષા ચાલકો
 • ઓટો ડ્રાઇવરો
 • રેશમ ખેતી કામદારો
 • હાઉસ મેડ્સ
 • સ્ટ્રીટ વેન્ડર
 • આશા વર્કર
 • સો બિલ કામદારો 
 • ભઠ્ઠા અને પથ્થરની ખાણમાં કામ કરતાં કામદારો

ઈ શ્રમ કાર્ડના ફાયદા E-Shram Card Benefits in Gujarati

ઈશ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનાર અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઘણા ફાયદા થાય છે પરંતુ તેમાંના કેટલાક મુખ્ય ફાયદા નીચે મુજબ છે.

 • આકસ્મિત મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય.
 • આશિક અપંગતાના કિસ્સામાં 1લાખની સહાય.
 • નાણાકીય સહાય
 • સામાજિક સુરક્ષા યોજના ના લાભો
 • PM સુરક્ષા ભીમ યોજના વીમા કવરમાં ઈશ્રમ પર રજીસ્ટ્રેશન કરાયા પછી 1વર્ષ માટે પ્રીમિયમ ચૂકવણી માફ કરવામાં આવશે.

ઈશ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? ( How to Online Apply E-Shram Card? )

 • સૌપ્રથમ Google Search માં શ્રમ અને રોજગાર મંત્રાલયને ઈ શ્રમ પોર્ટલની eshram.gov.in અધિકૃત વેબસાઈટ સર્ચ કરો.
 • સર્ચ રીઝલ્ટ માંથી અધિકૃત વેબસાઈટ https://eshram.gov.in/ પર ક્લિક કરો હવે તમને વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે.
 • હવે તમને હોમ પેજ પર registration on e-Shram જોવા મળશે તેના પર ક્લિક કરો.

e shram benefits in gujarati

 • હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે. જેમાં તમારે આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર દાખલ કરો અને captcha code દાખલ કરો. OTP મોકલવાના બટન પર ક્લિક કરો

e shram benefits in gujarati

 • હવે તમારા મોબાઇલ પર OTP આવશે તેને દાખલ કરો.
 • હવે e-shram card self registration form ખુલશે. જેમાં નીચે મુજબના સ્ટેપ માં ફોર્મ ભરી સબમિટ કરો.
 • Personal information
 • Address
 • Education Qualification
 • Occupation
 • Bank Details
 • Preview Self- declaration
 • UAN Card Download and Print

ઈશ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? E-Shram Card Download PDF

જો આપે શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ છે તો નીચે મુજબના સ્ટેપ થી તમે E-Shram Card Download કરી શકો છો.

 • સૌપ્રથમ Google Search માં શ્રમ અને રોજગાર મંત્રાલયને ઈ શ્રમ પોર્ટલની eshram.gov.in અધિકૃત વેબસાઈટ સર્ચ કરો.
 • સર્ચ રીઝલ્ટ માંથી અધિકૃત વેબસાઈટ https://eshram.gov.in/ પર ક્લિક કરો હવે તમને વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે.
 • હોમ પેજ પર નીચેની બાજુએ Already Register જોવા મળશે તેમાં UPDATE પર ક્લિક કરવાનું રહેશે.ત્યાર પછી એક નવું પેજ ખુલશે.

e shram card download in pdf

 • હવે તમારે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હોય તે દાખલ કરી નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરી Send OTP બટન પર ક્લિક કરવાનું રહેશે.

e shram card

 • આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર OTP આવશે એ OTP ને દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે.
 • હવે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો. નીચે આપેલ ઓપ્શનમાંથી OTP પસંદ કરો અને નીચે દર્શાવેલ Captcha ભરો. ત્યાર પછી Submit બટન ક્લિક કરો.

 • તમારા મોબાઇલ પર ઓટીપી આવશે એ ઓટીપી ને દાખલ કરી Submit બટન પર ક્લિક કરો. ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે.

e shram card

 • તમારી સામે બે ઓપ્શન જોવા મળશે જેમાંથી તમે તમારું ઈશ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે “Download UAN CARD” બટન પર ક્લિક કરો. તમને તમારું ઇ શ્રમ ઓપન થયેલું જોવા મળશે.

e shram card

 • આ રીતે તમારો ઇ શ્રમ કાર્ડ ખોવાઈ જાય કે નવી પ્રિન્ટ કરવા માટે ઉપર મુજબની પ્રોસેસ થી ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો

FAQ’S 

E-Shram Card કોણ કઢાવી શકે?

દેશના એવા નાગરિકો કે જે અસંગઠિત ક્ષેત્રના કામદારો હોય તેવો ઇસ રમકડ કઢાવી શકે છે તેમજ જે શ્રમિકો EPFO/ESIC ના સભ્ય ન હોય તે આ કાર્ડ કઢાવી શકે છે.

E-Shram Card માટે આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલ છે?

ઈશ્રમ કાર્ડ માટે કોઈ આવક મર્યાદા નો ઉલ્લેખ કરવામાં આવે નથી.પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદાર આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ.

ઈ શ્રમ કાર્ડ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે?

કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ કાર્ડ બહાર પાડવામાં આવી છે.

ઈશ્રમ કાર્ડ માટે વયમર્યાદા કેટલીક છે?

અસંગઠિત ક્ષેત્રના કામદાર કે જેઓની ઉંમર 16 વર્ષથી 59 વર્ષની હોય તેઓ આ કાર્ડ કઢાવી શકે છે.

E-Shram card ની નોંધણી માટે કેટલી ફી ચૂકવવી પડે છે?

ઈશ્રમ કાર્ડ ની નોંધણી માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની હોતી નથી