પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati

Link PAN Card with Aadhaar Card:- શું તમારી જોડે પાનકાર્ડ છે અને પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવ્યું નથી તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 ના બદલે લંબાવીને 30 જુન 2023 કરવામાં આવી છે. જેમાં રૂપિયા 1000 દંડ ભરી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરી શકો છો. જો તમે લિંક કરશો નહીં તો તમારું પાનકાર્ડ બંધ થઈ જશે અને તેનો ઉપયોગ કોઈપણ જગ્યાએ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં તમારો પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવો ખૂબ જ મહત્વનો છે.

Link Aadhaar Card with PAN Card 2023 | How to link Aadhaar card with PAN Card Via SMS | How to link PAN card with Aadhar Card in Guajarati | How to Check link Aadhaar card with PAN Card  Status 

આવકવેરા વિભાગ દ્વારા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 ના બદલે લંબાવીને 30 જુન 2023 કરવામાં આવી છે. જેમાં 1000 રૂપિયા દંડ ભરી કરી શકાશે. ત્યારબાદ એટલે કે 30 જુન 2023 પછી  પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા રૂપિયા 10000 નો દંડ ભરવો પડશે. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ તમામ પાનકાર્ડ ધારકોએ આધાર સાથે લીંક કરવું ફરજિયાત છે. તો આજે Link PAN Card with Aadhaar Card કરાવો.

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? ( How to Link PAN Card with Aadhaar Card process ?) 

PAN Card ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની બે રીતો છે.

1.income Tax e-filing ઓફિસિયલ વેબસાઈટ દ્વારા

2.તમારા મોબાઇલથી 567678 અથવા 56161 પર SMS મોકલીને.

Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું

 

 • સૌપ્રથમ google Search માં Income Tax સર્ચ કરો.
 • સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ પર ક્લિક કરો
 • હવે તમને ઇન્કમ ટેક્સ ને ઓફિસિયલ વેબસાઈટ નું હોમ પેજ જોવા મળશે.
 • હવે હોમ પેજમાં ડાબી સાઈડ Link Aadhaar ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

Link PAN Card with Aadhaar Card

 • હવે તમને એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે તેમાં તમારો આધાર કાર્ડ અને પાનકાર્ડ નંબર નાખી Validate પર ક્લિક કરો.

Link PAN Card with Aadhaar Card

 

 • જો તમારું પાનકાર્ડ પહેલાથી જ આધાર કાર્ડ સાથે લિંક છે તેવો મેસેજ જોવા મળશે.( નીચેના ફોટા મુજબ મેસેજ જોવા મળશે )

Link PAN Card with Aadhaar Card

 • જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહીં હોય તો જરૂરી ફી ભરવાની રહેશે. ફી ભરાયા બાદ તમે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરી શકશો.
 • ફી ભરાયા બાદ ઓફિશિયલ વેબસાઈટ ના હોમ પેજ પર Link Aadhar પર ક્લિક કરો.

 • હવે નવી વિન્ડો ખુલશે જેમાં તમારે તમારો પાનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ માં જે નામ છે અને મોબાઈલ નંબર ની માહિતી નાખવાની રહેશે ત્યારબાદ Link Aadhar પર ક્લિક કરો.

Link Aadhar with PAN

 • આધાર સાથે રજીસ્ટર મોબાઇલ પર એક OTP આવશે. OTP ને દાખલ કરો. ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળશે જેમા તમારું પાનકાર્ડ આધાર સાથે લિંકને પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તમે પાન આધાર લિંક સ્ટેટસ પરથી ચેક કરી શકો છો.

aadhar card pan card link

 

SMS મોકલીને PAN કાર્ડને આધાર સાથે લીંક કરો.

એસએમએસ મોકલીને પાનકાર્ડને આધાર સાથે લિંગ કરવા માટે નીચે મુજબને સ્ટેપ ફોલો કરો.

 1. તમારા મોબાઇલમાં ટેક્સ મેસેજ ઓપન કરો જેમાં તમારો 12 અંકનો UIDPAN આધાર નંબર લખી એક સ્પેસ છોડી PAN Card નંબર લખો.
 2. 567678 અથવા 56161 પર મેસેજ મોકલો.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું? (How to check Aadhaar PAN Link Status ?)

Aadhaar pan link  છે કે નહીં તેનું સ્ટેટસ ચેક કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

 • સૌપ્રથમ google Search માં Income Tax સર્ચ કરો.
 • સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ પર ક્લિક કરો
 • હવે તમને ઇન્કમ ટેક્સ ને ઓફિસિયલ વેબસાઈટ નું હોમ પેજ જોવા મળશે.
 • ઓફિસિયલ વેબસાઈટ ઓપન કર્યા બાદ હોમપેજ પર Link Aadhaar Status ઓપ્શન પર ક્લિક કરો.

aadhar card pan card link

 • હવે તમને એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે તેમાં તમારો આધાર કાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર નાખી View Link Aadhar Status પર ક્લિક કરો.

aadhar card pan card link

 • તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં તનો મેસેજ જોવા મળશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?

 • સૌપ્રથમ google Search માં Income Tax સર્ચ કરો.
 • સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ પર ક્લિક કરો
 • હવે તમને ઇન્કમ ટેક્સ ને ઓફિસિયલ વેબસાઈટ નું હોમ પેજ જોવા મળશે.
 • વેબસાઈટનું હોમપેજ ઓપન થયેલું જોવા મળશે તેમાં ડાબી બાજુ e- Pay Tax ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

aadhar card pan card link

 • હવે તમને નવું પેજ ખુલેલું જોવા મળશે તેમાં Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.

aadhar card pan card link

 • હવે Assessment Year 2023-24 પસંદ કરો Type of Payment મા Other Receipt 500 ઓપ્શન સિલેક્ટ કરો પછી Continue બટન પર ક્લિક કરો.

Link PAN Card with Aadhaar Card

 • હવે તમારે કેટલો પેમેન્ટ કરવાનું છે તેની માહિતી જોવા મળશે જેમાં અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે હવે નીચે Continue બટન પર ક્લિક કરો.

Link PAN Card with Aadhaar Card

 • હવે તમને પેમેન્ટ કરવા માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાંથી તમે જે રીતે પેમેન્ટ કરવા માગતા હોય તે ઓપ્શનને પસંદ કરે પેમેન્ટ કરવાનું રહેશે.
 • પેમેન્ટ થઈ ગયા બાદ પેમેન્ટ રીસીપ્ટ ડાઉનલોડ(Payment Receipt Download) કરી શકશો.

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરો તો શુ થાય?

 • પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાથી તમારુ પાન કાર્ડ નિષક્રિય(Invalid) થઈ જશે.
 • શેર માર્કેટનું એકાઉન્ટ સ્ટોપ થઈ જશે. શેરની લે વેચ કરી શકાશે નહી.
 • મ્યુચ્યુઅલ ફંડ SIP સ્ટોપ થઈ જશે.
 • બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરી હોય તો ત્યાં TDS higher Rate કટ થશે.
આ પણ વાંચો:-

FAQ’S Link PAN Card with Aadhaar Card

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30/06/2023 છે.

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા કેટલો દંડ ભરવો પડે છે?

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા 1000/- દંડ ભરવો પડે છે

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક ન કરો તો શું થાય?

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક ન કરો PAN card નિષક્રિય થઈ જશે..