Tractor Operated Sprayer Yojana-કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ખેડૂતો માટે પીએમ કિસાન યોજના, ટ્રેક્ટર સહાય યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.
ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે બાગાયતી યોજનાઓ, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ ચલાવવામાં આવે છે. મિત્રો આ આર્ટિકલમાં બાગાયતી યોજનાની ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજનાની માહિતી મેળવીશું. આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ? કયા કયા ડોક્યુમેન્ટસ જોઈએ ? અરજી કેવી રીતે કરવી? કેટલી સહાય આપવામાં આવે છે ?તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજનાનો હેતુ
ખેતીવાડી વિભાગ દ્વારા Tractor Operated Sprayer Yojana Online Application યોજના અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેલ પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે આ યોજના હેઠળ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સાધન સહાય આપવામાં આવે છે. મોટા ખેડૂતો સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરી શકતા નથી તેનાથી તેઓને પાકનું નુકસાન થાય છે. આ નુકસાનને અટકાવવા માટે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર દ્વારા ઓછા સમયમાં વધારે દવાનો છંટકાવ કરી શકે છે. ઘણીવાર પાકની ઊંચાઈ વધુ હોવાથી દવા છંટકાવમાં પણ તકલીફ પડે છે. આવા સંજોગોમાં ખેડૂતો ટ્રેક્ટર પર ઓપરેટેડ સ્પ્રેયર લગાવી સરરતાથી દવાનો છંટકાવ કરી શકશે.
Highlight Point of Tractor Operated Sprayer Yojana
યોજનાનું નામ | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો ઉદ્દેશ | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયરની ખરીદી પર ખેડુતોને આર્થિક મદદ કરવી |
યોજનાનો લાભ કોને મળે? | માત્ર ગુજરાતના ખેડુતોને લાભ મળે |
અરજી કરવાની શરુઆત તારીખ | 22/04/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
ઓફિસિયલ વેબ સાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કરવા માટે | Click Here |
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજનાની પાત્રતા
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે. જે પાત્રતા નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યના હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ મળશે.(જેના 7/12 ની નકલમાં હોય તેવા ખેડુતોને)
- ગુજરાત રાજ્યના સીમાંત, નાના, મહિલા ખેડૂતો, એસ.સી, એસટી, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળશે.
- Tractor Operated Sprayer Scheme યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ikhedut Portal પર Online Form(ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ટ્રેક્ટર ઓપરેટેડ (માઉન્ટેડ) સ્પ્રેયર યોજનાની ખરીદીને શરતો
કૃષિ અને સહકાર વિભાગ દ્વારા Tractor Operated Sprayer ની ખરીદી માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેવા ખેડૂત મિત્રોએ નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.
- લાભાર્થી ખેડુત ખેડૂત ખાતેદાર હોવું જોઈએ.(૭/૧૨ ની નકલમાં નામ ધરવાતા હોવા જોઈએ)
- જો લાભાર્થી ખેડૂત જંગલ વિસ્તારમાં રહેતા હોય તો ટ્રાયબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ( લાગુ પડતું હોય તો રજૂ કરવું)
- આ યોજના માટે લાભાર્થીએ માન્ય વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે કૃષિ વિભાગ દ્વારા આ યોજના માટે નક્કી કરેલ પ્રાઈઝ ડીસ્કવરી ના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વ્યાપારીઓ પાસેથી જ ખરીદી કરવાની રહેશે.
Tractor Operated Spear Yojana 2023 Documents List
ikhedut Portal પરની આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડુત મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
- લાભાર્થી ખેડૂતની 7/12, 8- અ ની નકલ.
- રેશનકાર્ડની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- બેંક પાસબુક ની નકલ
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જમીનમાં નામ ધરાવતા તમામ ખેડૂતોનું સંમતિ પત્રક.
- જો લાભાર્થી ટ્રાઇબલ વિસ્તાર માં આવતા હોય તો વન અધિકાર પ્રમાણપત્ર (જો હોય તો)
- જો લાભાર્થી ખેડૂત એસ.સી કે એસટી હોય તો જાતિનું પ્રમાણપત્ર
- લાભાર્થી ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
- જો લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
Tractor Operated Spear Yojana 2023 Subsidy
આ યોજના માટે સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી આ યોજના હેઠળ ખેડૂતોની જાતિ અને દરજ્જાને ધ્યાનમાં રાખી સબસીડી નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (35 BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
HRT-14(MIDH-TSP) | યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ |
HRT-13(MIDH-SCSP) | યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ સહાય |
HRT-3(અનુસુચિત જનજાતિ માટે ) | યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ |
HRT-2 | યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦/એકમ સહાય • નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ |
HRT-4(અનુસુચિત જાતિ માટે ) | યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ સહાય |
HRT-9 |
યુનિટ કોસ્ટ – રૂ.૧,૨૬,૦૦૦/ એકમ • ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦/એકમ સહાય • નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ |
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (20 BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
HRT-14(MIDH-TSP) | યુનિટ કોસ્ટ – રૂ.૨૦,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૧૦,૦૦૦/એકમ સહાય |
HRT-13(MIDH-SCSP) | યુનિટ કોસ્ટ – રૂ.૨૦,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૧૦૦૦૦ /એકમ |
HRT-3(અનુસુચિત જનજાતિ માટે ) | યુનિટ કોસ્ટ – રૂ.૨૦,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૧૦,૦૦૦/એકમ સહાય |
HRT-2 | યુનિટ કોસ્ટ – રૂ.૨૦,૦૦૦/ એકમ • ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૮,૦૦૦/એકમ સહાય • નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને મહત્તમ રૂ. ૧૦૦૦૦ /એકમ |
HRT-4(અનુસુચિત જાતિ માટે ) | યુનિટ કોસ્ટ – રૂ.૨૦,૦૦૦/ એકમ • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૧૦૦૦૦ /એકમ |
HRT-9 |
યુનિટ કોસ્ટ – રૂ.૨૦,૦૦૦/ એકમ • ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૮,૦૦૦/એકમ સહાય • નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને મહત્તમ રૂ. ૧૦૦૦૦ /એકમ |
Tractor Operated Sprayer Yojana Gujarat યોજનાનો લાભ મેળવવા માટે રાજ્યાના ખેડુત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના CVC મારફતે કે ગ્રામ પંચાયત ખાતેથી અરજી કરી શકાશે અથવા ખેડૂત મિત્રો પોતાની જાતે ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા નીચે મુજબના સ્ટેપ ફોલો કરી Online Form ભરી શકશે.
- સૌપ્રથમ google search માં ikhedut ટાઈપ કરવું.
- ત્યારબાદ આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરો
- ikhedut Portal વેબસાઈટ ના હોમ પેજ પર “યોજના” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમે “બાગાયતીની યોજનાઓ “ના ઓપ્શન પર ક્લિક કરો.
- Bagayati yojana ખુલ્યા બાદ તેમાં ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના (35 BHP થી વધુ) અને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના (20 BHP થી વધુ) માંથી જે યોજના માટે ફોર્મ ભરવા માગતા હોય તેના પર ક્લિક કરો.
- હવે “અરજી કરો” તેના પર ક્લિક કરો.
- જો તમે અગાઉ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર નાખ્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha કોડ નાખી અરજી કરવાની રહેશે.
- ikhedut પર લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ત્યારબાદ અરજી ફોર્મ ખુલશે અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ખેડુતનું નામ, સરનામું, જાતિ, મોબાઇળ નંબર, બેંક્ની વિગત તેમજ અન્ય વિગત ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
- લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની પ્રિન્ટ મેળવી લેવી.
આ પણ વાંચો:-
- પીએમ કિસાન યોજના 2000 રૂપિયાની સહાય
- પીએમ કિસાન યોજના 13મો હપ્તો ચેક કરો
- પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો
- આ ખેડૂતોના એકાઉન્ટમાં 14માં હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.
Tractor Operated Sprayer Yojana નો લાભ મેળવવા માટે ખેડુતે ikhedut Portal પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતે ઓનલાઈન અરજી કરવાનો સમય તારીખ 22/04/2023 થી તારીખ 31/05/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ત્યારબાદ અરજી કરી શકાશે નહીં જેની ખાસ નોંધ લેવી.
આ યોજનામાં લાભાર્થી ખેડૂતની જાતિ અનુસાર સબસીડી મળવા પાત્ર રહેશે.
2. Tractor Operated Sprayer Yojana મેળવવા માટે ઓનલાઇન અરજી ક્યા કરવાની રહેશે?
આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
3.આ યોજનામાં લાભાર્થી એ કેટલીક ક્ષમતાનું Tractor Operated Sprayer Yojana ખરીદવાનું હોય છે ?
આ યોજના હેઠળ ખેડૂતે 20 અને 35 BHP સુધી ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ની ખરીદી કરવાની રહેશે.
4.આ યોજનાનો મુખ્ય હેતુ શું છે?
આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયરની ખરીદી પર સબસીડી આપી આર્થિક રીતે મદદરૂપ થવાનો મુખ્ય હેતુ છે.
5.આ સહાય યોજના નું ખેડૂતને કેટલી વાર મળવાપાત્ર છે?
આ સહાય યોજના નો લાભ ખેડૂત ની આજીવન એક જ વખત મળવા પાત્ર છે.