Best Small Business Idea : મામૂલી રકમ અને રોકાવવાનું નામ જ નહી ઓછી મૂડીમાં શરૂ થનાર આ છે બેસ્ટ ધંધો. જીવન નિર્વાહ માટે પૈસા કમાવવા ખૂબ કરુરી છે. અને પૈસા કમાવવા પોતાનો સારો બિઝનેશ હોવો જરૂરી છે. પોતાનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની શોધ કરતા રહે છે. નોકરી પણ સારી છે. પરંતુ બધાને મળતી નથી. પરંતુ પોતાનો સ્વતંત્ર ધંધો પણ બેસ્ટ છે. વળી ઘણા મિત્રો કયો ધંધો પસંદ કરવો એની દ્વીધામાં વર્ષો સુધી બેરોજગાર ફરતા રહે છે. તો કેટલાક મિત્રો ધંધા માટે નાણાકિય જોખમ ઉઠાવી શકતા નથી.અથવા તેમની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેઓ ધંધામાં નાણાંનું રોકાણ કરી શકતા નથી. એટલેજ અમે તમને અહી ઓછા ખર્ચમાં વધુ કમાણી કરાવતા અને કાયમ જબજાસ્ત ચાલતા ઘંધાની વાત કરવાના છીએ. ગમે તે સિઝન હોય આ ધંધો ચાલતોજ રહેશે.
Best Small Business Idea
મિત્રો, જોરદાર કમાણી કરાવતા આ બિઝનેશમાં તમારે મહેનત કરવી પડશે. ધંધો નાનો પણ ખૂબ લોકપ્રિય છે. જો તમે ઈમાનદારી પૂર્વક અને ખંતથી કરવામાં આવતો ધંધો અચૂક સફળતા અપાવે છે. કોઈ ધંધો નાનો કે મોટો હોતો નથી જે ધંધામાં પુરતા ગ્રાહકો મળી રહે અને કમાણી થાય એ ધંધો બેસ્ટ.આ ધંધો કરશોતો તમને મહિને અંદાજે 60000 રૂપિયાથી 100000 રૂપિયા સુધીની બંપર કમાણી કરાવશે.
ધંધાનું આયોજન :
મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પાણી પુરીના બિઝનેશ ની, પાણી પુરીથી કોઈ અજાણ નથી સમગ્ર ભારતમાં પાણી પુરીનો ધંધો જોરદાર ચાલે છે. તે દરેક રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે. કોઈ જગ્યાએ પકોડી તો કોઈ જગ્યાએ ગોલ ગપ્પા નામથી ઓળખાય છે. નાનો કહેવાતો આ ધંધો જબરજસ્ત કમાણી કરાવે છે. સાવ મામૂલી ખર્ચમાં શરૂ થતો આ ધંધો ખૂબ મોટો નફો રળી આપે છે. તમે ધંધાને સફળ બનાવવા માટે બીજાની સરખામણી માં શું સારું કરી શકશો તેનું પણ આયોજન કરી શકો છો.
પાણી પુરીના ધંધાની વાત કરવામાં આવેતો તેને શરૂ કરવા માત્ર 5000 રૂપિયા જેટલી મામૂલી રકમ ની જરૂર પડશે. આજકાલ બજારમાં તૈયાર પૂરી પણ મળે છે. હવે તો પાણી પૂરી બનાવવા માટેનાં મશીનો પણ બજારમાં મળે છે. જે અલગ અલગ સાઇઝ અને કેપેસીટી મુજબનાં હોય છે. તેમાં હાઈજીન રીતે તૈયાર થતી પૂરી અને તે માટેનું પાણી તમારા ધંધાને ચાર ચાંદ લગાવી દેશે. તમે પહેલેથીજ મૂડી રોકાણ કરવા ઇચ્છોતો તમારે કોઈ વસ્તુ ભાડે લેવાની જરૂર નથી.તમે પૂરી જાતે મશીનથી બનાવી શકો છો. જેનાથી તમે સ્વચ્છતાનો વધુ ખ્યાલ રાખીને ગ્રાહક ઉપર સારી છાપ પાડી શકો છો.
તમારે ઘરેથી પાણી પુરીનું પાણી અને અંદર ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે. તમારે એક લારીની પણ જરૂર પડશે. ઘણા શહેરોમાં લારીઓ પણ દૈનિક ભાડે મળે છે. તમારી પાસે નાણાંકીય સગવડ નથી તો તમે શરૂઆતમાં લારી ભાડે મેળવીને પણ પોતાનો ધંધો શરૂ કરી શકો છો. તમે નાણાં ખર્ચીને પોતાની લારી બનાવવા માગો તો પણ તમે બનાવી શકો છો.
આકર્ષક નફો :
ગામડાંઓ થી લઈ મહાનગરો માં બધે ઠેર ઠેર પાણી પૂરી વાળા આપણ ને જોવા મળે છે. મહિલાઓ, બાળકો, અને યુવાનો માં પાણી પૂરી ખાવાનું ખૂબ ચલણ છે. તમારે શોપિંગ મોલ અને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળતી હોય તેવા માર્કેટ પાસે તમારે પાણી પૂરી વેચવાની છે. જેથી ત્યાં પૂરતા ગ્રાહક મળી રહે. પાણી પુરીના વ્યવસાયમાં નફાનું પ્રમાણ વધુ છે. નફાની વાત કરવામાં આવેતો 60 ટકા નફો મળી શકે છે. સરેરાશ એક વ્યક્તિ 20 રૂપિયાની પકોડી ખાય છે તે રીતે ગણતરી કરવામાં આવેતો વ્યક્તિ દીઠ નફો 12 રૂપિયા મળી શકે એ રીતે દિવસ દરમ્યાન 250 ગ્રાહકો આવેતો દૈનિક 3000 રૂપિયા કે તેથી વધુની કમાણી થાય. ગ્રાહકો વધશે તેમ નફો વધશે.
ઉત્તમ ગ્રાહક સેવા :
પાણી પુરીના વ્યવસાયને બહેતર બનાવવા માટે ધંધાને એક અલગ અંદાજ માં તમે શરૂ કરી શકો. જેમકે સ્વચ્છતા,સ્વાદ, વાપરવામાં આવતી વસ્તુઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત હોય, તેમજ ગ્રાહકની પસંદગીનો ખ્યાલ રાખી એને પૂર્ણ સંતોષ આપવાનો પ્રયત્ન કરવામાં આવેતો ધંધો ચોક્કસ આગળ વધી શકે. અને તમે ખૂબ સારી કમાણી કરી શકો.
આ જુઓ:- Business ideas: પ્રથમ વર્ષમાં 30000 મહિને, પાંચમા વર્ષે ટર્નઓવર 1 કરોડ, રોકાણ 2 લાખ
મિત્રો કોઈ પણ ધંધાની સફળતા વ્યક્તિની આવડત,સ્વભાવ અને માલની ગુણવત્તા પર આધાર રાખે છે. અહી આપવામાં આવતી માહિતી તમે સફળ થશો જ એવી ગેરંટી આપતી નથી.