New Swarnima Scheme: નવી સ્વર્ણિમા યોજના મહિલાઓને પોતાનો મન પસંદ વ્યવસાય શરૂ કરવા ગુજરાત સરકાર અને કેન્દ્રની રાષ્ટ્રીય પછાત વર્ગ ના સંયુક્ત ઉપક્રમે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સમુદાયની ગરીબી હેઠળ નોધાયેલ પરિવારની બહેનોને પોતાનો સ્વતંત્ર ધંધો કરવા રૂપિયા 200000 ની લોન સહાય આર્થિક પછાત વર્ગ નિગમ તરફથી આપવામાં આવી રહી છે. જો બહેનો આ સ્વર્ણિમા યોજનનો લાભ લેવા માગો છો તો આ લેખ આપને ખૂબ ઉપયોગી છે.
New Swarnima Scheme
બક્ષીપંચ સમાજની ગરીબી રેખા હેઠળના પરિવારની બહેનો પોતાને ગમતો હોય તેવો વ્યવસાય શરૂ કરીને પોતાના પરિવારની સુખાકારી માટે પોતાને ગમતો હોય એવો કોઈ પણ વ્યવસાય કરી આત્મનિર્ભર બને તે આ યોજનાનો હેતુ છે. નવી સ્વાર્ણિમા યોજના માત્ર બહેનો માટે શરૂ કરવામાં આવેલ છે. તો બહેનો વહેલી તકે આ યોજનાનો લાભ મેળવી શકશો. આ યોજનાનો લાભ મેળવવા માટે કઈ રીતે અરજી કરવી અને તે માટે કયાં ડોક્યુમેંટની જરૂર પડશે તે અમે આજના આર્ટિકલમાં આપને જણાવીશું.
નવી સ્વર્ણિમા યોજનાના હેતુ
- બક્ષીપંચ ની જાતિની ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારની મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટેની ખાસ યોજના
- આ યોજના હેઠળ મહિલા એ પોતાને ગમતો વ્યવસાય કરવાનો રહેશે.
નવી સ્વર્ણિમા યોજનાની પાત્રતા
જે મહિલાઓ ગુજરાત પછાત વર્ગ નિગમની આ નવી સ્વાર્ણિમા યોજના અંતર્ગત લાભ મેળવવા માગો છો તો તેમાટે ના ધારા ધોરણ (પાત્રતા) શું છે. નીચે પ્રમાણેની રહેશે.
- અરજદાર મહિલા બક્ષીપંચ યાદી પૈકીની જાતિ માં સમાવેશ થતો હોવો જોઈએ અને ગરીબી રેખા હેઠળના પરિવારમાં નોધાયેલ હોવી જોઈએ.
- અરજદારની ઉમર 21 વર્ષ થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજદારની વાર્ષિક આવક રૂપિયા 300000 કરતાં વધુ હોવી જોઈએ નહી.
- અરજદાર જે વ્યવસાય શરૂ કરવા લોન મેળવવા માગે છે,તે વ્યવસાયનું ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
યોજનાની લાક્ષણિક્તાઓ :
બક્ષીપંચ ઉકર્ષ અંતર્ગત મહિલા સ્વાર્ણિમા યોજના લોન લેવા માટે અરજદાર મહિલાએ નીચે જણાવેલ ડૉક્યુમેન્ટ આપવાના રહેશે. અને આ નવી સ્વાર્ણિમા યોજનાની લાક્ષણિક્તાઓ નીચે મુજબ છે.
- આ યોજનામાં લોન ઉપર વ્યાજદર 5 ટકા રહેશ.
- આ યોજનામાં યુનિટ કોસ્ટના 95 ટકા લોન આપવામાં આવશે જેમાં 95 ટકા રાષ્ટ્રીય નિગમના 5 ટકા રાજ્ય સરકારનો ફાળો એમ 100 ટકા લોન આપવામાં આવે છે.
- આ લોન વ્યાજ સહિતના 60 સરખા હપ્તામાં ચૂકવવાની રહેશે.
જરુરી ડોક્યુમેંટ :
- અરજદારનું આધારકાર્ડ
- બેન્કની પાસબુક
- રેશન કાર્ડની નકલ
- ચૂંટણી કાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો ફોટો
અરજી કરવાની રીત :
ઉપરના આધારો સાથે ઓબીસી ઉત્કર્ષ માટેની નવી સ્વર્ણિમા યોજનાની લોન લેવા ઇચ્છુક અરજદાર મહિલાલાએ ગ્રામ પંચાયત VCE પાસે લોન મેળવવા માટે અરજી કરવા સંપર્ક કરી શકાશે.
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અંતર્ગત ઓબીસી સમાજની ગરીબી રેખા હેઠળના પરવારની મહિલાને નવી સ્વર્ણિમા યોજના ( Navi Swarnima Yojana ) હેઠળ પોતાને ગમતો વ્યવસાય કરવા માટે માટે રૂ 200000 ની લોન મેળવીને પોતાનો સ્વતંત્ર ધંધો કરી શકે. મિત્રો આજનો આ અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવી બીજી માહિતી મેળવવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો.