Benefits Of Eating Rajagaro: રાજગરો ખાવાના ફાયદા : નાના ગોળ સફેદ ઝીણા દાણાવાળો રાજગરો અદ્ભુત ફાયદા ધરાવે છે. રોજીંદા આહારમાં નિયમિત પણે સામેલ કરવામાં આવેતો શરીરને ખૂબ ફાયદો થાય છે.
ભારતે પ્રાચીન કાળથી તેની માન્યતાઓ,પરંપરાઓ,વ્રતો,ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે તેની આગવી સાંસ્કૃતિક ધરોહર જાળવી રાખી છે. વારે તહેવારે આપણે ત્યાં વ્રતો અને ઉપવાસ કરવાનો ઘણો મહિમા રહેલો છે. ઉપવાસ દરમ્યાન કરવામાં આવતો ફળાહાર અને વિવિધ વાનગીઓમાં બટાટા,મોરૈયો,રાજગરો જેવાં તૃણ ધાન્યનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
Benefits Of Eating Rajagaro
રાજગરો માત્ર ઉપવાસ દરમ્યાન જ નહી પરંતુ દરરોજ આપણા આહારમાં ઉપયોગ કરવામાં આવેતો શરીરમાં એક પણ રોગ રહેવા પામશે નહી. આજે અમે તમને રાજગરા માં રહેલાં પોષક તત્વો અને તેનાથી થતા શરીરના અનેક ફાયદાઓ વિશે આજના આર્ટિકલમાં વાત કરવાના છીએ.
ભરપૂર માત્રામાં પ્રોટીન :
રાજગરામાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે. શાકાહારી લોકો માટે રાજગરો પ્રોટીનની કમીને પૂર્ણ કરે છે. આ સિવાય રાજગરામાં ફાઈબર અને મીનરલ્સ પણ ભરપૂર માત્રમાં છે. એટલે રાજગરો ઉપવાસ દરમ્યાન ખાવામાં આવતા અન્ય ખોરાકની સરખામણીએ ઘણો ફાયદા કારક છે.
વધુ માત્રામાં ફાઈબર :
રાજગરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. ખોરાકની પાચન શક્તિને વધારી શરીરના વજનને નિયંત્રણમાં રાખે છે. તેમજ રાજગરો ખાવાથી મોડે સુધી ભૂખ પણ લાગતી નથી. એટલે જે લોકો સ્થૂળતાથી પીડાય છે.તેમણે ફાઈબર યુકત રાજગરાનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
કેલ્શિયમથી ભરપૂર :
શરીરમાં હાડકાઓનું ખૂબ મહત્વ છે. આજકાલ ઘણા લોકો ઘૂંટણ અને સાંધાના દર્દો થી પીડાય છે. રાજગરામાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત રાખે છે. દાંતની મજબૂતી માટે પણ કેલ્શિયમ ખૂબ જરૂરી છે.તેથી રાજગરાનો ઉપયોગ કેલ્શિયમની ઉણપવાળા લોકો માટે ખૂબ ફાયદા કારક છે.
વિવિધ વિટામિનો :
રાજગરામાં રહેલા વિવિધ વિટામીનો અને ઝીંક શરીરની રોગ પ્રતિકારક શક્તિઓ વધારીને શરીરને તંદુરસ્ત રાખે છે. નિયમિત રાજગરાનું પ્રમાણસર માત્રામાં સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી જળવાઈ રહે છે.
કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક :
રાજગરામાં ગ્લુટેનનું પ્રમાણ નથી. તેમજ તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ છે તેથી શરીરના વજનને નિયંત્રણ માં તો રાખે જ છે. તેમજ ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોવાથી ડાયાબીટીશના દર્દીઓના સુગર લેવલને જાળવી રાખતું હોઈ ડાયાબિટિશના દર્દીઓ માટે રાજગરોનો ખોરાકમાં ઉપયોગ ફાયદા કારક છે. ડાયાબિટિશના દર્દીઓ રાજગરાની રોટલી,રાજગરાની ભાખરી વગેર ખાઈ શકે છે.
આજકાલ લોકોમાંફાસ્ટફૂડના વધુ પડતાં ઉપયોગને લીધી વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ સ્થૂળતા અને તેનાથી થતા હ્રદય રોગનો ભોગ બની રહ્યા છે.ફાયબરથી ભરપૂર રાજગરો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખી શરીરને સુદઢ અને તંદુરસ્ત રાખે છે. તેથી લોકોએ ગ્લુટેન યુક્ત આહાર ની જગ્યાએ રોજીંદા જીવનમાં રાજગરાનો ઉપયોગ કરવો જોઈએ.
આંખોની તંદુરસ્તી જાળવવામાં :
શરીરના અન્ય રોગોની જેમ આંખોની આંખોને તંદુરસ્ત રાખવામાં અને આંખોની દ્રષ્ટિને જાળવવામાં રાજગરો ખૂબ ઉપયોગી છે. રાજગરામાં બીજાં વીટામીનોની સરખામણીએ વીટામિન એ પણ વધુ માત્રામાં રહેલું છે. વિટામિન એ આંખોને તંદુરસ્ત રાખીને ઓછી દ્રષ્ટિની ખામીને દૂર કરે છે.
વાળ અને નખના રોગો સામે રક્ષણ :
રાજગરો શરીર ની તંદુરસ્તી જાળવવામાં સુપર ફૂડ કહી શકાય. જેમ શરીરના અન્ય રોગો સામે રક્ષણ આપવામાં રાજગરો મહત્વપૂર્ણ ખોરાક ગણાય છે. તેવી રીતે જ તે વાળ અને નખની તદુરસ્તી જાળવવામાં પણ ઉપયોગી છે.
રાજગરામાંથી આજે તો વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. લોકો તેમના ખોરાક પર વધુ ધ્યાન આપતા થયા છે. વળી 2023 ના વર્ષને આપણે બાજરી વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે પોલીસ્ડ ઘઉં અને ચોખાની જગ્યાએ બરછટ અનાજ અને તૃણ ધાન્યનો ઉપયોગ કરીની ખોરાકની બાબતમાં વધુ સજાગ બન્યા છીએ, ત્યારે રાજગરો પણ ગ્લુટેન મુક્ત તૃણ ધાન્ય તરીકે મહત્વનો ખોરાકનો સ્રોત ગણી શકાય.
મિત્રો અમોને વિવિધ સ્રોત માંથી મળતી માહિતી આપના માટે અત્રે રજૂ કરીએ છીએ તેની ઉપયોગીતા અને ફાયદા વિશે ધંધાદારી નિષ્ણાત વ્યક્તિનો અભિપ્રાય મેળવી શકો છો અમે તે માટેની કોઈ ગેરંટી આપતા નથી.