Senior Citizen Saving Scheme : આજના સમયમાં દરેક વ્યક્તિ પોતે સારી કમાણી કરી સારું અને સુખી જીવન જીવવા માટે પ્રયત્ન શીલ રહે છે. તેમજ પોતાના અને સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતે કમાયેલાં નાણાં સુરક્ષિત રહે અને તે નાણાં દ્વારા વ્યાજની સારી આવક મળે તે માટે પ્રયત્ન શીલ રહે છે.
Senior Citizen Saving Scheme
આજના આ આર્ટિકલમાં અમે તમને પોસ્ટ ઓફિસની સિનિયર સીટીઝન માટેની જબરજસ્ત સ્કીમ વિશે આપને અહી જણાવીશું આપ સિનિયર સીટીઝન છો અને તમારાં નાણાનું યોગ્ય અને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરી ફાયદો મેળવવા માગો છો તો આ લેખ આપના માટે ખૂબ ઉપયોગી છે.
આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે
આ યોજનાનો લાભ ભારતના કોઈ પણ નાગરિક કે જેમની ઉમર 60 વર્ષ કે તેથી વધુની હોય તેવા સિનિયર સીટીઝન. તેમજ જેમની ઉમર 55 વર્ષથી વધુ છે પણ 60 વર્ષથી ઓછી છે તેવા નાગરિક નિવૃત સરકારી કર્મચારીઓ જેઓ પોતાને નિવૃતિ લાભ મળ્યાના 1 માસની અંદર ખાતું ખોલાવવાની શરતે આ લાભ મેળવી શકશે. અથવા જેમની ઉમર 50 વર્ષથી વધુ છે. પરંતુ 60 વર્ષથી ઓછી છે તેવા સંરક્ષણ ખાતાના નિવૃત કર્મચારીઓ પોતાના નિવૃતિના લાભ મળ્યાના 1 માસની અંદરના સમયગાળા માં ખાતું ખોલાવે એ શરતે તેઓને આ લાભ મળવા પાત્ર છે. તેઓ સંયુક્ત ખાતું ખોલાવવા ઈચ્છેતો પોતાની પત્ની સાથે સંયુક્ત ખાતું ખોલી શકશે. અને ખાતું મુખ્ય ખાતાધારકને આભારી રહેશે.
વ્યાજ દર :
પોસ્ટ ઓફિસની સિનિયર સીટીઝન માટેની આ યોજનામાં પોસ્ટ ઓફિસ દ્વારા 8.2 ટકા જેટલું માતબાર વ્યાજ આપવામાં આવે છે. તે પણ વર્ષ દરમ્યાન ત્રણ તબક્કામાં ત્રિમાસિક ધોરણે વ્યાજ આપવામાં આવે છે.જેથી સિનિયર સિટીઝનને દર ત્રણ મહિને ચોક્કસ આવક મળતી રહે અને પોતે સ્વમાન ભેર આત્મનિર્ભર રહી શકે. જો ખાતધારક પોતે ત્રિમાસિક ધોરણે વ્યાજ માટે દાવો કરતો નથી. તો તેને તે વ્યાજ પર કોઈ વધારાની રકમ ચૂકવવામાં આવશે નહીં. વ્યાજ એ પોસ્ટ ઓફિસ અથવા ECS ના બચત ખાતામાં ઓટો ક્રેડિટ દ્વારા ઉપાડી શકાય છે. આ યોજનાનું વ્યાજ કોઈ પણ CBS ના બચત ખાતામાં જમા થાય છે. નિયમ કરતાં વધુ વ્યાજની રકમ ઇન્કમ ટેક્સ હેઠળ કરપાત્ર છે.
થાપણની મર્યાદા :
SCSS સિનિયર સીટીઝન બચત યોજના હેઠળ ખાતા ધારક ઓછામાં ઓછા રૂપિયા 1000 અને રૂપિયા 1000 ના ગુણાંક માં વધુ રકમ ડિપોઝિટ કરી શકે છે. પરંતુ વધુમાં વધુ 30 લાખની સુધીની થાપણ જ SCSS ખાતા હેઠળ થાપણ તરીકે મૂકી શકાય છે. જો થાપણ દાર દ્વારા 30 લાખ કરતાં વધુ રકમ જમા હશે તો તે રકમ તુરંત પરત કરવામાં આવશે. સિનિયર સિટીઝનની 30 લાખથી વધુની આવી રકમ પર પોસ્ટ ઓફિસના બચત ખાતાના વ્યાજ જેટલું વ્યાજ આપવામાં આવશે. SCSS યોજના અંતર્ગત મૂકેલી થાપણ આવક વેરા કલમ 80 સી હેઠળ લાભ મેળવવાને પાત્ર છે.
ખાતું બંધ કરવું :
SCSS ખાતું ખોલાવ્યા પછી ગમે ત્યારે બંધ કરી શકાય છે. જો ખાતું ખોલાવ્યાની તારીખથી 1 વર્ષમાં ખાતું બંધ કરવામાં તેના પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તેમજ ચૂકવેલ વ્યાજ નિયમોનુસાર પરત કરવાનું રહે છે. જો ખાતું ખોલાવ્યા પછી એક વર્ષ પછી પરંતુ ખોલાવ્યા તારીખથી બે વર્ષની અંદર બંધ કરવામાં આવશેતો 1 ટકા રકમ મુદલ રકમમાંથી કાપવામાં આવે છે. પરંતુ વિસ્તરણ પામેલ ખાતું એક વર્ષ પછી કોઈ પણ કપાત કર્યા વગર બંધ કરવામાં આવે છે.
મેચ્યુરિટી લાભ સાથે ખાતું બંધ કરવું :
જે તે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યાના પાંચ વર્ષ પછી પાસબુક અને નિયત નમૂનામાં અરજી કરવાથી ખાતું બંધ કરી શકાય છે.
ખાતા ધારક ના મૃત્યુ થવાના કિસ્સામાં ખાતું બંધ કરવું :
ખાતા ધારકના મૃત્યુ પછીના સમયગાળાના સમય દરમ્યાન પોસ્ટઓફિસ બચત ખાતા મુજબનું વ્યાજ ચૂકવી ખાતું બંધ કરવામાં આવે છે. સંયુક્ત ખાતા ધારકના કિસ્સામાં ખાતાધારક ની પાત્ન જો એક માત્ર નોમીની હોયતો અને તે SCSS ખાતું ખોલાવવાની લાયકાત ધરાવતી હોવા છતાં તેનું બીજું કોઈ SCSS ખાતું ના હોય તો મેચ્યુરિટી સમયગાળા સુધી તે ખાતું ચાલુ રાખી શકાય છે.
ખાતાનું વિસ્તરણ કરવું :
SCSS ખાતું મેચ્યુરિટી પછી પાસબુક અને નિયત ફોર્મ ભરીને એક વર્ષની અંદર વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. અને તેનો વ્યાજદર મેચ્યુરિટી સમય જેટલોજ હોય છે.