Post office Monthly Income Scheme: પોસ્ટ ઓફિસમાં તમારી પત્નિ સાથે સંયુક્ત ખાતું ખોલાવીને મેળવો આ યોજનાનો બંપર લાભ  

Post office Monthly Income Scheme 2024 : જો તમે પોસ્ટ ઓફિસમાં તમારી પત્નિ સાથે સંયુક્ત ખાતું ખોલાવશો તો તમને મળશે બંપર લાભ. તમે તમારાં  નાણાં કોઈ સુરક્ષિત  જગ્યાએ ડિપોઝીટ કરી સારા વ્યાજની આવક મેળવવા માગો છો ,તો આજે અમે તમને પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ વિશે વાત કરવાના છીએ. દરેક વ્યક્તિ પોતાના નાણાં સલામત રહે અને આર્થિક લાભ વધુ મેળવી શકાય તેવા પ્લાન શોધે છે. તો Post Office Monthly Income Scheme પ્લાન તમારા માટે જ છે.

Post office Monthly Income Scheme

પોસ્ટ ઓફિસ આ યોજના પર પહેલી જાન્યુઆરીથી વાર્ષિક 7.4 નું બંપર વ્યાજ આપી રહી છે.  તમે માત્ર એક વખત નાણાંનું રોકાણ કરીને દર મહિને મહિને વ્યાજની આવક મેળવી શકશો. તે માટે તમે  1000 ના ગુણાંકમાં નાણાંનું રોકાણ કરી શકશો.આ સ્કીમ અંતર્ગત તમે રૂપિયા 1000 થી રૂપિયા 900000 સુધીનું વધુમાં વધુ રોકાણ કરી શકશો. અને દર મહિને તમને પોસ્ટ ઓફિસ દ્વારા વ્યાજ મળતું રહેશે.પાંચ વર્ષના અંતે તમને તમારાં ડિપોઝીટ કરેલ નાણાં પરત મળશે. તમે ઇચ્છોતો તમારી થાપણ ને વધુ પાંચ વર્ષ માટે લંબાઈ પણ શકો છો.

થાપણની મર્યાદા :

એક વ્યક્તિ વધુમાં વધુ 9 લાખ રૂપિયાની થાપણ આ સ્કીમ હેઠળ ડિપોઝિટ કરી શકશે. પરંતુ તમે તમારી પત્નિના નામે જોઈન્ટ ખાતું ખોલાવીને બંને સંયુક્ત રીતે રૂપિયા 1500000 ની રકમ  ડિપોઝીટ કરી શકશો. એટલે કે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં સંયુક્ત ખાતામાં રોકાણ કરવાની મર્યાદા 15 લાખ રૂપિયા છે. અહી સંયુક્ત ખાતામાં દરેક હિસ્સેદારનો સરખો હિસ્સો હોય છે. તેથી જો તમે તમારા પત્નિ ના નામે સંયુક્ત ખાતું ખોલાવશો તો દર  મહિને તમને  7.4 ટકાના દરનું વ્યાજ 9250 રૂપિયા મળતું રહેશે. તમે ઈચ્છોતો તમારી રકમ પાંચ વર્ષ પછી ફરીથી વધુ પાંચ વર્ષ માટે ડિપોઝિટ કરાવી શકો છો.આ સ્કીમમાં નાણાં રોકવાનો ફાયદો એ છે કે વ્યક્તિને દર મહિને વ્યાજની ચોક્કસ રકમ મળતી રહે છે. વળી પોતાની મૂળ રકમ પોસ્ટ દ્વારા સુરક્ષિત રહે છે.

ખાતું ખોલાવવાની પાત્રતા :

MIS યોજનામાં ભારતનો પુખ્ત વયનો કોઈ પણ નાગરિક ખાતું  ખોલાવી શકશે. જો તમારે સંયુક્ત ખાતું ખોલાવવું છે તો તમે અન્ય એક અથવા બે એમ વધુમાં વધુ ત્રણ વ્યક્તિ સંયુકત ખાતું ખોલાવી શકશો. જો તમે તમારાં દસ વર્ષથી ઓછી ઉમરના બાળકોનાં ખાતાં ખોલાવવા ઇચ્છો છો તો તમે વાલી તરીકે પણ સંયુક્ત ખાતું ખોલાવી શકશો. આ ઉપરાંત માનસિક દિવ્યાંગ બાળકો સાથે વાલી દ્વારા સંયુક્ત ખાતું ખોલાવી શકાય છે. પરંતુ વાલી તરીકે ખોલાવેલ ખાતાની થાપણના રોકાણની મર્યાદા પોસ્ટ ઓફિસના નિયમો મુજબ અલગ છે.

MIS  બચત યોજના પર થાપણની રકમની મર્યાદાની વાત કરવામાં આવેતો ખાતા ધારક રૂપિયા 1000 ના ગુણાંકમાં રૂપિયા 9 લાખ વધુમાં વધુ થાપણ તરીકે તેમનાં નાણાં ડિપોઝિટ કરી શકશે. પરંતુ જો સંયુક્ત ખાતું ખોલવામાં આવશેતો તેમાં વધુમાં વધુ થાપણની મર્યાદા 15 લાખ રૂપિયા છે.  પરંતુ વાલી દ્વારા પોતાનાં સગીર વયનાં બાળકો અને માનસિક દિવ્યાંગ બાળકોના વતી પોતે ખોલાવેલાં ખાતાંઓમાં થાપણની વધુમાં વધુ મર્યાદા પોસ્ટના  નિયમોને આધીન રહેશે.

વ્યાજ આવક :

પોસ્ટ ઓફીસ દ્વારા MIS યોજના અંતર્ગત 7.4 ટકા જેટલું વધુ વ્યાજ આપવામાં આવે છે. થાપણ મૂકવાની તારીખથી દર મહિને પોસ્ટ ઓફીસ દ્વારા વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. જો થાપણદાર દર મહિને વ્યાજ  માટે દાવો કરતો નથી તો તેણે મેળવેલા વ્યાજ પર કોઈ વધુ વ્યાજ આપવામાં આવતું નથી. થાપણદાર દ્વારા પોતાના ખાતામાં વધુ રકમ રાખવામાં આવી હશેતો તે રકમ માટે તેને પોસ્ટના બચત ખાતાના નિયમ મુજબ વ્યાજ આપવામાં આવશે.

આવકવેરામાં રાહત :

થાપણદારે પોસ્ટ ઓફિસની MIS યોજનામાં ડિપોઝિટ કરેલ નાણાં ઇન્કમટેક્સ હેઠળ રૂપિયા 150000 ની માન્ય બચત અંતર્ગત ગણવા પાત્ર છે. પરંતુ  બચત યોજનાઓ ઉપર મળતું વ્યાજ આવકવેરા પાત્ર છે.

મેચ્યુરીટી સમયગાળા પહેલાં ઉપાડ :

ઘણી વખત લોકોને એ વાતની ચિંતા હોય છે કે પોતે થાપણ મૂક્યા પછી આકસ્મિક નાણાંની જરૂર પડેતો શું કરવું પરંતુ તમારે આ યોજનામાં તેવી ચિંતા કરવાની જરૂર નથી. તમે પોસ્ટમાં મુકેલ થાપણ  પાકતી મુદત પહેલાં એટલેકે મેચ્યુંરિટી સમય ગાળા પહેલાં ઉપાડી શકશો. પરંતુ થાપણ મૂકયાના 1 વર્ષ પછીજ તમે થાપણનાં નાણાં ઉપાડી શકશો. તેમાટે થાપણના 1 વર્ષ થી મેચ્યુરીટી પહેલાં 3 વર્ષ નાં સમયગાળા માં થાપણ ઉપાડવા પર મુદલમાંથી 2 ટકા રકમ કપાત કરવામાં આવશે. તેમજ જો ખાતું ખોલાવ્યાના ત્રણ વર્ષ પછી અને મેચ્યુરીટીના 5 વર્ષ પહેલાનાં સમયગાળા માં ખાતું બંધ કરવું હશેતો 1 ટકા રકમ મુદલ માંથી કપાત કરવામાં આવશે. ખાતું બંધ કરાવવા માટે નિયત નમૂનાનું અરજી પત્ર અને પાસબુક પોસ્ટ ઓફિસમાં જમા કરાવવી પડશે.

થાપણદારના મૃત્યુ થવા પર ખાતું બંધ કરવું :

કોઈ ખાતેદાર આ સમયગાળા દરમ્યાન મૃત્યુ પામે છે તો તેના વારસદારને થાપણની રકમ પરત કરવામાં આવે છે. તેમજ અગાઉના માસ સુધીનું વ્યાજ પણ આપવામાં આવે છે. અને તેનું ખાતું બંધ કરવામાં આવે છે.

આ જુઓ:- Mahila Samman Bachat Yojana: મોદી સરકારની મહિલાઓને ભેટ, બચત પર મળશે આકર્ષક વ્યાજ

મિત્રો,Post office Monthly Income Scheme ની વધુ માહિતી માટે તમે નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક સાધી શકો છો.  પોસ્ટ ઓફિસની આ યોજનામાં પતિ અને પત્નિ બંને સંયુક્ત ખાતું ખોલાવીને વધુ થાપણ દ્વારા મળનાર વ્યાજ અને એ પણ દર મહિને. પોસ્ટ ઓફિસની આવી બંપર વ્યાજ આપનારી યોજના આપને કેવી લાગી તે કોમેંટમાં અમને જરૂર જણાવશો.તેમજ આવાજ માહિતીસભર આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો.