ગુજરાત પર તોડાતું બિપોરજોય વાવાઝોડાનું સંકટ @Biporjoy Cyclone

ગુજરાત પર તોડાતું બિપોરજોય વાવાઝોડાનું સંકટ- હિંદ મહાસાગર અને અરબ સાગરમાં દર વર્ષે ચક્રવાતો ઉદભવે છે. અરબ સાગરમાં બિપોરજોય નામનું વાવાઝોડ ઉદભવેલુ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં આવેલા વાવાઝોડામાં સૌથી ભયાનક બિપોરજોય વાવાઝોડું છે. આ વાવાઝોડુ ગુજરાતના માથે મોટું સંકટ છે. ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડાની અસર 12 થી 15 જુન સુધી જોવા મળશે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Biporjoy Cyclone બિપોરજોય વાવાઝોડું

હવામાન વિભાગના જણાયા પ્રમાણે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ બિપોરજોય વાવાઝોડું ગુજરાતના પશ્ચિમ કાંઠા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ચાલુ સાલે ઉદ્ભવેલ આ વાવાઝોડાથી ભારી પવન ફૂકાશે. તેમજ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. 12 જૂનથી 15 જૂન સુધીમાં વાવાઝોડ ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં સંભવિત આગમન થશે.

ગુજરાત પર તોડાતું બિપોરજોય વાવાઝોડાનું સંકટ

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ ગુજરાતની માથે એક મોટી આફત છે. આવા વાવાઝોડ ુ 14 જૂનથી 15 જૂન સુધીમાં ગુજરાતના પશ્ચિમ ભાગમાં કરાઈ શકે છે. વાવાઝોડાની અસર ગુજરાતમાં 11 જુનથી દેખાઈ રહી છે. અત્યાર સુધીના આવેલા વાવાઝોડા કરતા સૌથી ભયાનક આ વાવાઝોડું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આશરે 70 થી 100 કિમી ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આપવાનો ગુજરાતમાં ભારે તબાહી બચાવી શકે છે.

બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ આ સાયક્લોન લક્ષદીપ ની ઉત્તર તરફ ઉત્તર પશ્ચિમ ભાગમાં આગળ વધી રહી છે. આ વાવાઝોડું ગુજરાતને પશ્ચિમ કાઠે ટકરાય તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું ખતરો ગુજરાતમાંથી મંડાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવે પ્રમાણે પોરબંદર અને નલિયા કાંઠે વાવાઝોડું લેન્ડફોલ થશે. આશરે 100 કિલોમીટરની ઝડપે પવનનું ફુકાઈ શકે છે. પરંતુ જો વાવાઝોડું પોતાની દિશા બદલે તો પાકિસ્તાન તરફ આગળ વધશે.

બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એટલે અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડા અને વરસાદની સચોટ આગાહી અવારનવાર કરવામાં આવે છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બિપોરજોય વાવાઝોડું પોતાનું પ્રચંડ રૂપ ધારણ કરશે. આશરે 70 થી 90 કિમીની ઝડપી પવનકાઈ શકે છે.ગુજરાત પર તોડાતું બિપોરજોય વાવાઝોડાનું સંકટ 11 જૂનથી 15 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ભારે પવન સાથે ટકરા છે. તેમજ સાથે સાથે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાત પર તોડાતું બિપોરજોય વાવાઝોડાનું સંકટ માછીમારોને અપાઈ ચેતવણી

બિપોરજોય વાવાઝોડુ તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે ગુજરાતના પશ્ચિમ કાંઠાના દરિયા કિનારે 15 જૂન સુધીમાં પહોંચવાના સંકેત છે. ગુજરાતના દરિયાકાંઠ તેમજ દિવ અને દબાણના દરિયા કાંઠે માછીમારો અને ખલાસીઓને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તેમજ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારો સાથે સંપર્કમાં રહે વાવાઝોડા અંગે સાવચેત કરી રહ્યા છે.

ગુજરાતના દરિયાકાંઠો પ્રવાસીઓ માટે પ્રતિબંધ

વાવાઝોડાને ધ્યાને લઇ જે તે પશ્વીમ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓનું વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે.ગુજરાત પર તોડાતું બિપોરજોય વાવાઝોડાનું સંકટને કારણે જિલ્લા વહીવટી દ્વારા દરિયા કિનારે પ્રવાસીઓ માટે પાંચ દિવસ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો તમે પણ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર ફરવા જવાના હોય તો જવાનું ટાળજો.

જિલ્લાવાઇઝ હવામાન કેવુ રહેશે.

હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડા ના સંદર્ભમાં તારીખ 10 જુનથી 14 જુન સુધી કયા કયા જિલ્લામાં કેવું હવામાન રહેશે તેની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જિલ્લા વાઇઝ આગાહી જાણવા માટે અહીં ક્લિક કરો

તંત્રની તૈયારી

બિપોરજોય વાવાઝોડા ના સંદર્ભે રાજ્યનું તંત્ર તેમજ દરિયા કાંઠાના જિલ્લાઓનું વહીવટી તંત્ર એક્શનમા આવી ગયેલ છે. વાવાઝોડુ 360 km ની ઝડપે આગળ વધી રહી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ તમામ બંદર પર લગાવવામાં આવતા સિગ્નલ બદલવામાં આવશે. વાવાઝોડાની સૌથી અસર કચ્છ જામનગર પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે. તંત્ર એ લોકોને વાવાઝોડાની આગમ ચેતીના સંદર્ભે લોકોને સાવધાન કરી દીધા છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

 • સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળો અને તેનો અમલ કરો.
 • તમારું રેડિયો સેટ ચાલુ હાલતમાં રાખો.
 • તમારા રહેઠાણની મજબૂતાઈની ખાતરી કરી લો.
 • તમારા પશુઓને ખુંટા થી છુટા કરી રાખો.
 • આશરે લઈ શકાય તેવા સ્થળોને ધ્યાનમાં રાખો.
 • જિલ્લા વહીવટ તંત્ર અને રાજ્ય વહીવટ તંત્ર ટેલીફોન નંબર રાખો.
 • સુકો નાસ્તો, કપડા, પ્રાથમિક સારવારની કીટ, પાણી જેવી જરૂરી વસ્તુઓ તૈયાર રાખો.
 • માછીમારો એ દરિયો ન ખેડવો.
 • જેથી વિસ્તારના અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરવો.

વાવાઝોડા દરમિયાન તકીદારીના પગલા

 • વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરવા.
 • ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા રહેવું.
 • વાવાઝોડા ના સમય ઘરની બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
 • માછીમારોને દરિયો ખેડવા જતા રોકવા.

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

 • ઈજા પામેલા લોકોને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા.
 • વહીવટી તંત્રની સૂચના મળ્યા બાદ જ ઘરની બહાર નીકળવું.
 • રસ્તા પર કે બીજી જગ્યાએ ખુલ્લા છૂટા પડેલા વાયરોને અડકવું નહી.
 • ગંદા ભરાયેલા પાણીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
 • ક્લોરિન યુક્ત પાણી પીવાનો આગ્રહ રાખો.
 • ભજનક અતિ નુકસાન પામેલ મકાનની તાત્કાલિક ઉતારી લેવા