કલ્ટીવેટર સહાય યોજના । Cultivator Sahay Yojana

Cultivator Sahay Yojana-ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના, ખેતીવાડીની યોજનાઓ , પશુપાલન યોજના, બાગાયતી યોજના, મત્સ્ય પાલન યોજનાઓ, ટ્રેકટર સહાય યોજના, દવાના છંટકાવ માટે ટ્રેક્ટર ઓપરેટેડ(માઉન્ટેડ) સ્પ્રેયર યોજના 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023 પપૈયાની ખેતી માટે સહાય યોજના આ પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઓનલાઇન અરજી સરળતાથી કરી શકશે. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનામાં સાધનની ખરીદી પર સબસીડી રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે.

પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ માં ખેતીવાડી વિભાગની Cultivator Sahay Yojana વિશે વિગતવાર માહિતી મેળવી. આ યોજનાનો લાભ કોને મળી શકે? યોજનાનો હેતુ શું છે? યોજનાની પાત્રતા ? ક્યા કયા ડોક્યુમેન્ટ જોઈએ ? મળવાપાત્ર લાભ કેટલો ? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કલ્ટીવેટર સહાય યોજનાનો હેતુ

રાજ્યના મધ્યમ અને ગરીબ ખેડૂતોને ખેતીના ખેડા માટે કલ્ટીવેટરની ખરીદી પર સબસીડી રૂપે આર્થિક સહાય આપવામાં આવે. આ સહાયથી ખેડૂતોને કલ્ટીવેટર ખરીદવામાં રાહત મળશે. પહેલા બળદ દ્વારા ખેડાણ કરવામાં બહુ જ સમય લાગતો હતો. પરંતુ હવે કલ્ટીવેટરના ઉપયોગથી તેઓ પોતાના ખેતરમાં ખેડાણ કરવામાં ઓછો સમય લાગશે તેથી સમયસર પાકની વાવણી કરી શકાશે.

Highlight of Cultivator Sahay Yojana

યોજનાનું નામ કલ્ટીવેટર સહાય યોજના ।
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામ ખેતીવાડી વિભાગ
યોજનાનો ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને કલ્ટીવેટરની ખરીદી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી
લાભ કોને મળે?  રાજ્યના પાત્રતા ધરાવતા તમામ ખેડૂત મિત્રો
કેટલી સહાય મળે? કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર રહેશે
ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/  
અરજીની કરવાની પધ્ધતી ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023

યોજનાની પાત્રતા અને નિયમો

ખેતીવાડી વિભાગને કલ્ટીવેટર સહાય યોજના નો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે પાત્રતા નીચે મુજબ છે.
 • આ યોજનાનો લાભ સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો સામાન્ય વર્ગના ખેડૂતો અને સૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના ખેડૂતોને મળવા પાત્ર છે.
 • આ યોજનાનો લાભ ફરી મેળવવા માટે ઓછામાં ઓછી સમય મર્યાદા પાંચ વર્ષ રાખેલ છે.
 • ખેડૂતોએ પ્રાઈઝ ડિસ્કવરી માટે તૈયાર કરે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વ્યાપારી પાસે છે ખરીદી કરવાની રહેશે

કલ્ટીવેટર સહાય યોજનામાં મળવાપાત્ર લાભો

સામાન્ય ખેડુતો માટે મળવાપાત્ર લાભ
 • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી થી ચાલતા કલ્ટીવેટર માટે કુલખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૧૬ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
સામાન્ય વર્ગના નાના- સિમાંત અને મહિલા ખેડુતો માટે મળવાપાત્ર લાભ
 • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુહોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના ખેડુતો માટે મળવાપાત્ર લાભ
 • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જાતિના ખેડુતો માટે મળવાપાત્ર લાભ
 • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

Cultivator Sahay Yojana ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?

ikhedut Portal પર ખેતીવાડીની યોજનાઓમાં કલ્ટીવેટર સહાય યોજ્નાનો લાભ મેળવવા માટે અરજદારના કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે.છે. તેની માહીતી નીચે મુજબ છે.
 • આધારકાર્ડ ની નકલ
 • રેશનકાર્ડ ની નકલ
 • ખેડૂતની જમીનધારણની ૭/૧૨, ૮-અ ની નકલ
 • અરજદારનો મોબાઈલ નંબર
 • જો લાભાર્થી SC (એસસી) જાતિના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
 • જો લાભાર્થી ST (એસટી) જાતિના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
 • જો લાભાર્થી અરજદાર વિકલાંગ હોય તો તે અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ
 • લાભાર્થી ખેડુત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
 • જો લાભાર્થી ખેડૂત દૂધ મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
 • જો લાભાર્થીએ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત

કલ્ટીવેટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

રાજયના ખેડુત મિત્રો ikhedut portal પરથી ઓનલાઈન અરજી સરળતાથી કરી શક્શે. ખેડુતો પોતાની જાતે ઘરે બેઠા અથવા ગ્રામ પંચાયતના વીસીઈ મારફતે arji શકશે.ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
 • સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં google search મા ikhedut ટાઈપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
 • સર્ચ રિઝ્લ્ટમાંથી આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરવાનુ રેહશે..
 • ikhedut Portal વેબસાઈટના મુખ્ય પેજ પર “યોજના” નો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
Bagayati yojana 2023
 • ત્યારબાદ એક નવું પેજ  ખુલશે તેમાં “ખેતીવાડીની યોજનાઓ ” પર ક્લિક કરો.
 • યોજના પર ક્લિક કર્યા બાદ તમને પેજની નીચેની બાજુએ Khetivadi yojana ની વિવિધ યોજનાઓ જોવા મળશે.
 • તેમાંથી કલ્ટીવેટર સહાય યોજના માટે અરજી કરવા તેની બાજુમાં અરજી કરો પર ક્લિક કરો.
 • જો તમે અગાઉ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરો.
 • રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર ની માહિતી નાખ્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha બાજુના બોક્સ્માં નાખી અરજી કરવાની રહેશે.
 • ikhedut પર લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
 • હવે અરજી  ફોર્મ ખુલશે. અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
 • લાભાર્થીએ ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
 • લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની પ્રિન્ટ મેળવી લેવી

આ પણ વાંચો-

FAQ’S

1.Cultivator Sahay Yojana માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?
જવાબ- Cultivator Sahay Yojana માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ  https://ikhedut.gujarat.gov.in/ છે.

2. કલ્ટીવેટર સહાય યોજના કયા વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે?

જવાબ- કલ્ટીવેટર સહાય યોજના ખેતીવાડી વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે.

3.કલ્ટીવેટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ-કલ્ટીવેટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે.