ખેતીવાડીની યોજનાઓ 2023 ikhedut । Khetivadi Yojana List 2023

ખેતીવાડીની યોજનાઓ 2023-રાજ્ય સરકાર દ્વારા નાના, મોટા, સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે વિવિધ યોજનાના માધ્યમથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પીએમ કિસાન યોજના, આ બધી યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે કૃષિ વિભાગ દ્વારા ikhedut Portal વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમ ખેડૂતો ઘરે બેઠા કે ગામના VCE મારફતે ઓનલાઇન અરજી કરી શકશે.

Agriculture, Farmers Welfare & Co-operation Department દ્વારા ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ,બાગાયતી યોજનાઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. ચાલુ વર્ષ 2023-24 માટે ikhedut portal પર ખેતીવાડીની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવાની શરૂ થઈ ગઈ છે.

Khetivadi Yojana ના કુલ ઘટકો માંથી ઘટક માટે અરજી ફોર્મ ચાલુ થયા છે. ખેતીવાડીની વિવિધ યોજના માટે રાજ્યના ખેડૂત મિત્રોએ ઑનલાઇન અરજી તારીખ – 05/06/2023 થી શરુ. જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તે છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ અરજી કરો

Overview of Khetivadi Yojana List 2023-24

યોજનાનું નામ  ખેતીવાડી યોજના 2023-24 ( Khetivadi Yojana In Gujarati)
વિભાગનું નામ  કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
યોજનાનો હેતુ ખેડુતોને પાકના વાવેતરમાં વધારો કરવા માટે સાધન સહાય આપવી આર્થિક સહાય
આ યોજનાનો લાભ ક્યા ખેડુતોને મળે? સામાન્ય ખેડુત , અનુસુચિત જનજાતિ ખેડુત , અનુસુચિત જાતિ ખેડુત , અનુ.જાતિ ખેડુત
અરજી કરવાનો પ્રકાર    ઓનલાઈન (Online)
કેટલી યોજનાઓ શરુ વિવિધ યોજનાઓ
ઓફિસિયલ વેબસાઈટ      https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ? યોજના મુજબ અલગ અલગ 

ખેતીવાડીની યોજનાઓ 2023ની પાત્રતા

તાજેતરમાં કૃષિ વિભાગ દ્વારા વર્ષના 2023-24 માટે ખેતીવાડીની વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

  • ખેડુત ગુજરાત રાજ્યના હોવા જોઇએ.
  • લાભાર્થી ખેતીલાયક જમીન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સીમંત અને સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, સામાન્ય અને અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે

ખેતીવાડીની યોજનાઓ માટે જરૂરી ડોક્યુમન્ટસ

Khetivadi Yojana 2023 નો લાભ મેળવાવા માટે ખેડુત મિત્રો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. khetivadi Yojana Online Apply 2023 માટે કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • આધારકાર્ડ ની નકલ
  • રેશનકાર્ડ ની નકલ
  • ખેડૂતની જમીનધારણની ૭/૧૨, ૮-અ ની નકલ
  • અરજદારનો મોબાઈલ નંબર
  • જો લાભાર્થી SC (એસસી) જાતિના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
  • જો લાભાર્થી ST (એસટી) જાતિના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
  • જો લાભાર્થી અરજદાર વિકલાંગ હોય તો તે અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • લાભાર્થી ખેડુત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • જો લાભાર્થી ખેડૂત દૂધ મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • જો લાભાર્થીએ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત

ખેતીવાડી યોજનાની યાદી 2023-24

ikhedut Portal પર ખેતીવાડી યોજનાઓ માટે અરજી કરવાની શરુઆત થઈ ગઈ છે. ખેતીવાડીના વિવિધ ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ છે.Khetivadi Yojana 2023-24 List નીચે મુજબ છે.

ખેતીવાડી યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ખેતીવાડી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડુત મિત્રોએ ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજી તમે તમારા મોબાઈલ કે કોમ્યુટર દ્વારા ઘરે બેઠા પણ કરી શકો છો અથવા તમારા ગ્રામપંચાયના VC મારફતે પણ કરી શકો છે. Online Apply કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં google search મા ikhedut ટાઈપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
  • સર્ચ રિઝ્લ્ટમાંથી આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરવાનુ રેહશે..
  • ikhedut Portal વેબસાઈટના મુખ્ય પેજ પર “યોજના” નો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.

Bagayati yojana 2023

  • ત્યારબાદ એક નવું પેજ  ખુલશે તેમાં “ખેતીવાડીની યોજનાઓ ” પર ક્લિક કરો.
  • યોજના પર ક્લિક કર્યા બાદ તમને પેજની નીચેની બાજુએ Khetivadi yojana ની વિવિધ યોજનાઓ જોવા મળશે.
  • તેમાંથી તમે જે યોજના માટે અરજી કરવા માંગતા હોય તેની બાજુમાં અરજી કરો પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર ની માહિતી નાખ્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha બાજુના બોક્સ્માં નાખી અરજી કરવાની રહેશે.
  • ikhedut પર લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • હવે અરજી  ફોર્મ ખુલશે. અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • લાભાર્થીએ ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
  • લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની પ્રિન્ટ મેળવી લેવી

ખેતીવાડીની વિવિધ યોજનામાં થયેલ સુધારાઓ

ખેતીવાડીની વિવિધ યોજનાઓ માટે અગાઉ અરજીઓ મંગાવી ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવતી હતી. જે હવે સુધારો કરી યોજનાના લક્ષ્યાંકથી 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ખેડુત મિત્રો એ ikhedut Portal પરથી અરજી કરવાની રહેશે. 

આ પણ વાંચો-

FAQ’S

1.ખેતીવાડી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓફિસિયલ વેઅબસાઈટ કઈ છે?

જવાબ- ખેતીવાડી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓફિસિયલ વેઅબસાઈટ ikhedut Portal છે.

2. ખેતીવાડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ- ખીતીવાડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ યોજના મુજબ અલ્ગ અલગ છે.