બાગાયતી યોજના યાદી 2023 ikhedut । Bagayati Yojana List 2023

Bagayati Yojana List 2023- ગુજરાત સરકારના Agriculture, Farmers Welfare & Co-operation Department દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ લાભ મેળવી ગુજરાતના ખેડૂતો ખેતી કરવા માટે ખાતર બીજ સાધન વગેરેની ખરીદી પર સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાઓનો લાભ સરળતાથી ખેડૂતોને મળી રહે તે માટે સરકાર દ્વારા ikhedut Portal વિકસાવવામાં આવ્યું છે.

Bagayati Yojana Online Form | ikhedut Portal Bhagayati Yojana | બાગયતી યોજનાઓની યાદી 2023-23 ઓનલાઈન અરજી । Bagayati Yojana Documents List 

ikhedut Portal પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાંની હાલ વર્ષ 2023-24 માટે આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓ કુલ 106 ઘટકો માંથી 74 ઘટકો (યોજનાઓ) માટે અરજી ફોર્મ ચાલુ થયા છે. ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી તારીખ 22/04/2023 થી 31/05/2023 સુધીમાં કરવાની રહેશે.

Overview of Bagayati Yojana List 2023-24

યોજનાનું નામ  બાગાયતી યોજના 2023-24 ( Bagayati Yojana In Gujarati)
વિભાગનું નામ  કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
યોજનાનો હેતુ ખેડુતોને બાગયતી પાકના વાવેતરમાં વધારો કરવા માટે સાધન સહાય આપવી
આ યોજનાનો લાભ ક્યા ખેડુતોને મળે? સામાન્ય ખેડુત , અનુસુચિત જનજાતિ ખેડુત , અનુસુચિત જાતિ ખેડુત , અનુ.જાતિ ખેડુત
અરજી કરવાનો પ્રકાર    ઓનલાઈન (Online)
કેટલી યોજનાઓ શરુ    70 થી વધુ
ઓફિસિયલ વેબસાઈટ      https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?       31/05/2023

બાગાયતી યોજનાની પાત્રતા

ikhedut Portal પર વર્ષ 2023-24 માટે બાગાયતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓની કેટલીક પાત્રતા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબની છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જોઈએ.
  • અરજદાર ખેતીલાયક જમીન ધરાવતા હોવા જોઈએ.
  • રાજ્યના નાના, સીમંત અને સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, સામાન્ય અને અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

બાગાયતી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

બાગાયતી યોજના નો લાભ મેળવવા માટે રાજ્યના ખેડૂતોએ ઓનલાઇન અરજી (Bagayati Yojana Online Apply Form )કરવાની હોય છે. ઓનલાઇન અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે. તે ડોક્યુમેન્ટની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • રેશનકાર્ડ ની નકલ
  • ખેડૂતની જમીનધારણની ૭/૧૨, ૮-અ ની નકલ
  • મોબાઈલ નંબર
  • બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • જો લાભાર્થી એસસી જાતિના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
  • જો લાભાર્થી એસટી જાતિના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
  • જો લાભાર્થી અરજદાર વિકલાંગ હોય તો તે અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • લાભાર્થી ખેડુત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • જો લાભાર્થી ખેડૂત દૂધ મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • જો લાભાર્થીએ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત.

બાગાયતી યોજનાની યાદી 2023-24

આઈ ખેડુત પોર્ટલ પર બાગયતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાનું શરુ થયુ છે. Bagayati Yojana 2023-24 List ની યાદી નીચે મુજબ છે. 

  1. અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
  2. અન્ય સુગંધિત પાકો
  3. અનાનસ (ટીસ્યુ)
  4. અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
  5. ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ
  6. ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
  7. ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
  8. કંદ ફૂલો
  9. કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
  10. કેળ (ટીસ્યુ)
  11. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
  12. કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
  13. કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
  14. ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
  15. છુટા ફૂલો
  16. જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
  17. ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
  18. ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
  19. ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
  20. ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
  21. ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  22. ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
  23. દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
  24. દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
  25. નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
  26. નર્સરીની માળખાગત સુવિધા સુધારવા
  27. નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
  28. પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ
  29. પપૈયા
  30. પ્લગ નર્સરી
  31. પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો)
  32. પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
  33. પ્લાસ્ટીક ટનલ્સ
  34. પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
  35. પુસા ઝીરો એનર્જી કુલ ચેમ્બર(૧૦૦ કિ.ગ્રા.)
  36. પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
  37. પાવર ટીલર (૮ BHP થી ઓછા)
  38. પાવર ટીલર (૮ BHP થી વધુ)
  39. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
  40. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
  41. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
  42. પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
  43. પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
  44. પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
  45. પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
  46. પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
  47. પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
  48. ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
  49. ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10)
  50. ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે
  51. બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
  52. બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
  53. બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
  54. બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે
  55. મધમાખી સમૂહ (કોલોની)
  56. મધમાખી હાઇવ
  57. મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
  58. મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
  59. મિશન મધમાખી કાર્યક્રમ
  60. લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો
  61. લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)
  62. લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ
  63. વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
  64. વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
  65. વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
  66. વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
  67. વોલ્ક ઇન ટનલ્સ
  68. સ્ટ્રોબેરી
  69. સરગવાની ખેતીમાં સહાય
  70. સ્વયં સંચાલિત બાગાયત મશીનરી
  71. હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
  72. હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય
  73. હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)
  74. હાઇબ્રીડ બિયારણ

બાગાયતી યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડુત મિત્રોએ ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ અરજી તમે તમારા મોબાઈલ કે કોમ્યુટર દ્વારા પોતાની જાતે પણ કરી શકો છો અથવા તમારા ગ્રામપંચાયના VC મારફતે પણ કરી શકો છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મિજબ છે.

  • સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં google search ખોલી તેમા ikhedut ટાઈપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ  સર્ચ રિઝ્લ્ટમાંથી આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ  પર ક્લિક્ કરવાનુ રેહશે..
  • ikhedut Portal વેબસાઈટ ના હોમ પેજ પર “યોજના” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રેહશે.

Bagayati yojana 2023

  • ત્યારબાદ એક નવું પેજ  ખુલશે તેમાં “બાગાયતીની યોજનાઓ ” પર ક્લિક કરો.

Bagayati yojana 2023

  • હવે તમને પેજની નીચેની બાજુએ Bagayati yojana વિવિધ યોજનાઓ જોવા મળશે.
  • તેમાંથી તમે જે યોજના માટે અરજી કરવા માંગતા હોય તેની બાજુમાં અરજી કરો પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર ની માહિતી નાખ્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha બાજુના બોક્સ્માં નાખી અરજી કરવાની રહેશે.
  • ikhedut પર લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • હવે અરજી  ફોર્મ ખુલશે. અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • લાભાર્થીએ ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
  • લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની પ્રિન્ટ મેળવી લેવી

આ પણ વાંચો-

FAQ’S

1.બાગતયી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓફિસિયલ વેઅબસાઈટ કઈ છે?

જવાબ- બાગતયી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓફિસિયલ વેઅબસાઈટ ikhedut Portal છે.

2. બાગયતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ- બાગયતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.