આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Download Aadhaar card in Gujarati www.uidai.gov.in

Download Aadhaar card- આધાર કાર્ડ દેશના તમામ નાગરિકો માટે ખૂબ જ જરૂરી ઓળખનો પુરાવો છે. દરેક ક્ષેત્રમાં આધાર કાર્ડ નો ઉપયોગ ફરજિયાત બની ગયો છે. આધારકાર્ડ એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન જેમાં 12 અંકનો એક નંબર આપવામાં આવે છે. વર્ષ 2010 માં કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ ની શરૂઆત કરવામાં આવી છે.

આધાર કાર્ડ નો ઉપયોગ દરેક ક્ષેત્રમાં કરવામાં આવે છે જેમ કે બેંકમાં ખાતું ખોલાવવું, નવું સીમ ખરીદવું, મોબાઈલ ખરીદવા, લાઈટ કે ગેસનું કનેક્શન મેળવવા, પાસપોર્ટ મેળવવા, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, ચૂંટણી કાર્ડ મેળવવા, રાશન મેળવવા માટે દરેક ક્ષેત્રમાં આધાર કાર્ડ નો ઉપયોગ ફરજિયાત થઈ ગયો છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તેની વિવિધ યોજનાઓ નો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. હવે તમારી જોડે કે મોબાઇલમાં સોફ્ટ કોપીમાં આધાર કાર્ડ જરૂર રાખવું પડે કેમ કે ગમે ત્યારે તેનો ઉપયોગ કરવાનો થાય છે.મિત્રો આ આર્ટિકલમાં આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની વિગતવાર માહિતી જોઈશું.

મિત્રો તમે જ્યારે તમારું આધાર કાર્ડ બનાવડાવો છો ત્યારે તેની સાથે એક મોબાઈલ નંબર આપો છો તે મોબાઈલ નંબર જ્યાં સુધી તમે બદલાવો નહીં ત્યાં સુધી તે આધાર સાથે લીક હોય છે. આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક હોવું ફરજિયાત છે નહીંતર તમે  Aadhaar Card Download PDF કરી શકશો નહીં.

આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? How to Aadhar Card Download Online PDF in Gujarati

 • સૌપ્રથમ google search ખોલી તેમાં તમે UIDAI ટાઈપ કરો.

Aadhaar Card Download PDF

 • સર્ચ રીઝલ્ટ માંથી ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in માં નીચેની બાજુએ Get Aadhaar ઓપ્શન તમને જોવા મળશે તેના પર ક્લિક કરો.

Aadhaar Card Download PDF

 • હવે તમને એક નવી વિન્ડો ઓપન થયેલી જોવા મળશે જેમાં નીચેની બાજુએ Download Aadhaar ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.( નીચેના ફોટામાં દર્શાવેલ છે).

Aadhaar Card Download PDF

 • તમને એક નવું પેજ ઓપન થયેલું જોવા મળશે જેમાં તમે તમારું આધાર કાર્ડ કુલ 3 રીતે ડાઉનલોડ કરી શકો છો. 1) Aadhar Number 2) Enrolment ID(EID) 3) Virtual ID (VID).

Aadhaar Card Download PDF

 • જો તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર છે તો “Aadhar Number” પર ક્લિક કરી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 • જ્યારે તમે નવું આધાર કાર્ડ બનાવવા માટે અરજી કરો છો ત્યારે તમને એક પહોંચ આપવામાં આવે છે જેની અંદર Enrolment ID(EID) Number હોય છે તેની મદદથી પણ તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 • Virtual ID (VID) Number દ્વારા પણ તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 • હવે તમે તમારી પાસે ઉપર દર્શાવેલ ત્રણ ઓપ્શનમાંથી જે નંબર હોય તેને સિલેક્ટ કરો. ત્યારબાદ તેમાં માગેલ નંબર નાખી નીચે દર્શાવેલ Captcha દાખલ કરો ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
 • આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર એક OTP આવશે તે OTP દાખલ કરો.
 • હવે તમને એક મેસેજ જોવા મળશે Do you want a masked Aadhaar? જેનો મતલબ થાય છે કે તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરશો ત્યારે તમારા આધાર કાર્ડ ના પહેલા 4 અંક જ જોવા મળશે. બાકીના 8 અંકો XXXX આવશે.
 • જો તમે તમારું આધાર કાર્ડ બધા નંબર દેખાય એવું ડાઉનલોડ કરવું હોય તો તમારે OTP નાખીને verify And Download બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે જે PDF ફોર્મેટમાં હશે. તેમજ પાસવર્ડથી સુરક્ષિત હશે મતલબ કે પાસવર્ડ નાખ્યા પછી જ તમારું આધાર કાર્ડ ઓપન થશે.
 • Download થયેલ આધાર કાર્ડ નો પાસવર્ડ આધારકાર્ડમાં જે નામ હોય તેના પહેલા 4 અક્ષર કેપિટલમાં હશે અને જન્મનું વર્ષ હશે. દા.ત. તમારું નામ આધાર કાર્ડમાં Jayeshkumar J Jadeja અને તમારું જન્મનું વર્ષ કે જન્મ તારીખ 01/01/1995 હોય તો તમારો પાસવર્ડ(Password) JAYE1995 હશે.

mAadhaar Application દ્વારા આધારકાર્ડ ડાઉનલોડ કરો

જો તમે મોબાઈલ નો ઉપયોગ કરો છો અને તેના દ્વારા તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે મુજબના સ્ટેપ અનુસરી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

 • સૌપ્રથમ તમારા મોબાઇલમાં play store ઓપન કરો.
 • Play store માં સર્ચ ઓપ્શનમાં mAadhaar સર્ચ કરો. જેવા તમને એપ્લિકેશન જોવા મળશે તેને install કરો.

Aadhaar Card Download PDF

 • એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારું આધાર કાર્ડ નંબર વડે એપ્લિકેશનમાં લોગીન કરો.
 • હવે તમારા આધાર સાથે લિંક મોબાઇલ પર એક ઓટીપી આવશે તે ઓટીપી ને દાખલ કરો.
 • ત્યારબાદ તમને નીચેની બાજુએ Download Aadhaar ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે બે ઓપ્શન આવશે.1. Regular Aadhaar 2.Masked Aadhaar જેમાંથી તમે એક વિકલ્પ પસંદ કરો.
 • હવે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં 1) Aadhar Number 2) Virtual ID Number 3)Enrolment ID Number. જો તમારી પાસે આધાર નંબર હોય તો પહેલો ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે તમારા આધારકાર્ડ નંબર દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરો ત્યારબાદ Request OTP બટન પર ક્લિક કરો.
 • આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી ને અહીં દાખલ કરી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરો.
 • તમારું આધાર કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે આ પીડીએફ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. જેનો પાસવર્ડ તમારા નામના પહેલા ચાર કેપિટલ અક્ષર અને તમારું જન્મનું વર્ષ નાખી તમારો આધાર કાર્ડ ઓપન કરી શકો છો.
આ પણ વાંચો:-

FAQ’S of Download Aadhaar card 

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ- આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ  https://uidai.gov.in/ છે.

ડાઉનલોડ કરેલ આધાર કાર્ડ નો પાસવર્ડ શું હોય છે?

જવાબ- Download થયેલ આધાર કાર્ડ નો પાસવર્ડ આધારકાર્ડમાં જે નામ હોય તેના પહેલા 4 અક્ષર કેપિટલમાં હશે અને જન્મનું વર્ષ હશે. દા.ત. તમારું નામ આધાર કાર્ડમાં Jayeshkumar J Jadeja અને તમારું જન્મનું વર્ષ કે જન્મ તારીખ 01/01/1995 હોય તો તમારો પાસવર્ડ(Password) JAYE1995 હશે.

આધારકાર્ડ ડાઉનલોડ કરવા મોબાઈલ એપ્લિકેશન કઈ છે?

જવાબ- આધાર ડાઉનલોડ કરવા મોબાઇલ એપ્લિકેશન mAadhaar છે. જે તમારા મોબાઇલમાં play store માં જઈ ડાઉનલોડ કરી શકો છો.