ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download In Gujarati | nvsp.in

  1. ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. 18 વર્ષની ઉંમર થતા દરેક નાગરિકોને પોતાનો મત આપવાનો અધિકાર મળે છે.દરેક નાગરિક 18 વર્ષની ઉંમર પૂર્ણ થતા પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે છે.નોંધાવ્યા બાદ ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે.

મિત્રો ચૂંટણી કાર્ડ ઘણીવાર ખોવાઈ જાય છે ત્યારે નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે કઢાવવું તેની મૂંઝવણમાં હોઈએ છીએ. તમારી આ સમસ્યાનું સમાધાન આ આર્ટીકલમાં તમને મળી જશે. મિત્રો આર્ટીકલમાં આપણે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની વિગતવાર માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું.

Points of Voter ID Card Download  

આર્ટિકલનું નામ  Voter ID Card Download In Gujarati ( e-Epic Card Download)
આર્ટિકલની ભાષા ગુજરાતી અને English
Official Website https://nvsp.in/
Login Click Here
New Register Click Here
Voter id Download Click Here
Helpline Number 1800111950

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? How to download Voter ID Card?

મિત્રો તમે તમારું ચૂંટણી કાર્ડ તમારા મોબાઇલ કે કમ્પ્યુટર થી સરળતાથી કેવી રીતે ડાઉનલોડ કરી શકો . તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Searchમાં NVSP( National Voter’s Service Portal) સર્ચ કરો.
  • સર્ચ રીઝલ્ટ માંથી ઓફિશિયલ વેબસાઈટ www.nvsp.in પર ક્લિક કરો.

Voter ID Card Download

  • ત્યારબાદ વેબસાઈટ નું હોમ પેજ ઓપન થયેલ જોવા મળે છે. જો તમે અગાઉ રજીસ્ટર કરાવેલ ન હોય તો સૌપ્રથમ તમે Login/Register પર ક્લિક કરો.

election Card Download

 

  • જો તમે અગાઉ Register ન હોય તો “Don’t Have account, Register as a new user પર ક્લિક કરો.

Voter ID Card Download

  • નવું પેજ ઓપન થયેલું જોવા મળશે જેમાં User Name માં મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી નીચે દર્શાવેલ કેપ્ચા દાખલ કરો. આ રીતે તમે લોગીન કરી શકશો.
  • લોગીન કર્યા બાદ તમને વેબસાઈટના પેજ પર Download e-Epic નામનો ઓપ્શન જોવા મળશે.તેના પર ક્લિક કરવાનું રહેશે.

E epic crad download

  •  Download e-Epic નામનો ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે.જેમાં તમારો ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ ભર્યા નો રેફરન્સ નંબર આવેલ હશે તે દાખલ કરો.

e epic card download

 

  •  ત્યારબાદ તમારું રાજ્ય(State) પસંદ કરી નીચે દર્શાવેલ search ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમને તમારા ચૂંટણી કાર્ડ ની વિગત જોવા મળશે જેમાં તમારો ચૂંટણી કાર્ડ નંબર તેમજ તમે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર જોવા મળશે જેની નીચે Send OTP નામનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક OTP આવશે. એ OTP ને દાખલ કરો.

 e epic  Card Download

  • OTP દાખલ કર્યા બાદ તમને એક લીલા અક્ષરમાં OTP Verification Done Successfully લખેલું જોવા મળશે.

e epic Card Download

  • હવે નીચે દર્શાવ્યું કેપ્ચા કોડ ને દાખલ કરો. ત્યારબાદ નીચે Download e-EPIC પર ક્લિક કરો.
  • હવે તમારું ઇલેક્શન કાર્ડ PDF ફોર્મેટ માં ડાઉનલોડ થઈ જશે. આ ચૂંટણી કાર્ડ સોફ્ટ કોપીમાં હોવાથી તમારા મોબાઇલમાં સેવ કરી શકશો તેમજ કોઈપણ સમયે ઉપયોગ કરી શકશો
આ પણ વાંચો:-

FAQ’S

1.Voter Id Card download કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ- Voter Id Card download કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ  https://nvsp.in/ છે.

2.શુ ચૂંટણી કાર્ડ મોબાઈલથી ડાઉનલોડ કરી શકાય છે?

જવાબ- હા, તમે તમાર મોબાઇલથી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.