પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના 2023। Water Tank Sahay Yojana 2023 @ikhedut

Water Tank Sahay Yojana 2023 –ગુજરાત સરકારના ખેડૂતો માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ ફોટા ના માધ્યમથી રાજ્યના ખેડૂતો ખેતીવાડીની યોજનાઓ , પશુપાલન યોજના, બાગાયતી યોજના, મત્સ્ય પાલન યોજનાઓ, ટ્રેકટર સહાય યોજના, દવાના છંટકાવ માટે ટ્રેક્ટર ઓપરેટેડ(માઉન્ટેડ) સ્પ્રેયર યોજના 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023 પપૈયાની ખેતી માટે સહાય યોજના વિગેરે જેવી વિવિધ યોજનાઓ નો લાભ સરળતાથી મેળવી શકશે. આ આર્ટીકલમાં ખેતીવાડી વિભાગો પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેની વિગતવાર માહિતી મેળવીશું.

પ્રિય, વાચક મિત્રો પાણીના ટાંકા બનાવવા સહાય યોજનાનો હેતુ? યોજનાની પાત્રતા શું છે? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? આ યોજના કેટલો લાભ મળવા પાત્ર છે? ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી આર્ટીકલ માં મેળવીશું.

પાણીના ટાંકા બનાવવા સહાય યોજનાનો હેતુ

દિવસેને દિવસે જમીનમાં પાણીના સ્થળ નીચા જતા જાય છે. તેનાથી આવનાર ભવિષ્યમાં ખેડૂતી સિંચાઈ માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. સરકાર દ્વારા ખેડૂતો ટપક સિંચાઈ નો ઉપયોગ કરે તે માટે પાણીની સ્ટોરી પાણીના ટાંકા બાંધકામ માટે મદદ કરવામાં આવે છે. તેમજ ખેડૂતો ટપક સિંચાઈ દ્વારા પોતાના ખેતરમાં ઓછા પાણીનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન લઈ શકશે. તેમજ ખેતીમાં સિંચાઈનો વિસ્તાર પણ વધશે. જે ખેડૂતો ટપક સિંચાઈ માટે પાણીના ટાંકાનું બાંધકામ કરવા માંગતા હોય તેઓને આ યોજના હેઠળ રૂ. 9.80 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

Point of Water Tank Sahay Yojana 2023

યોજનાનું નામ પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના
વિભાગનું નામ  રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડુતોને પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપવી
યોજનાનો લાભ કોણે મળે? પાત્રતા ધરાવતા તમામ ખેડુતોને
કેટલી સહાય મળે? ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી ઓછુંંહોય તે  મળવાપાત્ર રહેશે 
અરજી કરવાની પધ્ધતી  ઓનલાઇ (ikhedut portal ) 
અરજી કરવાની છેલ્લી તારીખ  14/06/2023
ઓનલાઈન અરજી કરવા  https://ikhedut.gujarat.gov.in/

યોજનાની પાત્રતા અને નિયમો

ખેતીવાડી વિભાગને પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ ખેડૂતના જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળવા પાત્ર થશે.
  • આ યોજનાની સહાય માટે તમામ તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવેલ હોય તેવા ખેડુતોને જ યોજનાનો લાભ આપી શકાશે.
  • આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા 75 ઘનમીટરની અને વધુમાં વધુ 1000 ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભો । Water Tank Sahay Yojana 2023 Benefits

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

  • વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
  • નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50% અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  • સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
  • સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ.9.80 લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે.
  • નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50% અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  • સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

How to Apply for water Tank Sahay Yojana 2023 | પાણીના ટાંકા બનાવવા સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

રાજ્યના જે ખેડુત મિત્રોને Water Tank Sahay yojana 2023 યોજનાનો લાભ મેળવવા માગતા હોત તો ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search ખોલી તેમા ikhedut Poartal ટાઈપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
  • હવે સર્ચના રીઝલ્ટ માંથી ikhedut ની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/  પર ક્લિક કરો.
  • ikhedut Portal વેબસાઈટના પેજ પર ઉપરની બાજુએ  “યોજના” નો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.

પપૈયાની ખેતી માટે સહાય યોજના

  • હવે તેમાંથી  “ખેતીવાડીની યોજનાઓ “ ‘વિગતો માટે અહીં ક્લિક કરો’ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમને પેજની નીચેની બાજુએ ક્રમ.1 પર “પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના” જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.

Water Tank sahay Yojana

  • હવે તમે જો અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂત મિત્રએ પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર ની માહિતી ભર્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha  બોક્સ્માં નાખી અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • હવે ઓનલાઇન ફોર્મ ઓપન થશે. જેમાં માગ્યા મુજબની માહિતી જેવી કે અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગત વિગેરે ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • ખેડુત મિત્રોએ ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદઅરજીમાં માં કોઈ સુધારો કે વધારો થશે નહીં. જેથી અરજી ચોક્કસાઈપૂર્વક કરવી.
  • ખેડુતમિત્રએ ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે.

Some Important Link 

Home Page  અહીં ક્લિક કરો
 WhatsApp Group માં જોડાવા   અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો-

FAQ’S

1.પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ કઇ છે?

જવાબ- પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2.પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ-પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14/06/2023 છે.

3.પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે?

જવાબ- પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં પાત્રતા ધરાવતા ખેડુતોને 9.80 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે.