Coaching Sahay Yojana Gujarat 2023 | કોચિંગ સહાય યોજના 2023 । Tuition Sahay Yojana | gueedc.gujarat | Tuition Scholarship in gujarat | Bin Anamat Ayog | Free Coaching Sahay Yojana Gujarat 2023
ગુજરાત સરકાર દ્રારા રાજ્યના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તેવી જ રીતે બીન અનામત વર્ગના લોકોના આર્થિક તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી. આ વિભાગ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવશે.
ગુજરાતની રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવેલ છે. આ નિગમનો મુખ્ય ઉદ્દેશ બિનાનામત વર્ગના જ્ઞાતિના લોકોનો આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે.
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્રારા બિન અનામત વર્ગના લોકો માટે વિદેશ અભ્યાસ યોજના, ભોજન બિલ યોજના, કોચિંગ સહાય યોજના જેવી વિવિધ યોજના ચલાવવામાં આવે છે. પ્રિય વાંચક મિત્રો, આ આર્ટિકલમાં ટ્યુશન (કોચિંગ) સહાય યોજનાનો મુખ્ય હેતુ, વિશે વિગતવાર માહીતી જોઈશું.
Tuition (coaching) Sahay Yojana નો મુખ્ય હેતુ
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્રારા બિન અનામત વર્ગના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,000/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. આ સહાય થકિ વિદ્યાર્થીઓના વાલીઓને આર્થિક મદદ મળશે. રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ આ સહાયની મદદ મેળવી પોતાનો અભ્યાસ પુરો કરી શકશે.
Highlights of Coaching Help Scheme
યોજનાનું નામ | Coaching Help scheme ટ્યુશન સહાય યોજના |
ભાષા | ગુજરાતી અને English |
નિગમનું નામ | બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
યોજનાનો મુખ્ય હેતુ | વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય |
Official Website | https://gueedc.gujarat.gov.in/ |
Online Apply | https://gueedconline.gujarat.gov.in/ |
Help Line Number | 079-23258688- 079-23258684 |
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay
Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
Coaching Help scheme (ટ્યુશન કોચિંગ સહાય)ની પાત્રતા
- વિદ્યાર્થીના ધોરણ 10 માં 70 ટકા કે તેથી વધુ હોવાં જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
- કોચિંગ આપતી સંસ્થા સંસ્થા છેલ્લા ૩ વર્ષ કરતા વધુ સમયથી કાર્યાન્વિત હોવી જોઇશે.
- સંસ્થા GST નોંધણી નંબરે ધરાવતી હોવી જોઈએ.
- સંસ્થા ઓછામાં ઓછાં 30 વિદ્યાર્થીઓનો વર્ગ ચલાવતી હોવી જોઈએ.
- શાળા કે કોલેજ દ્રારા લેવાતી ફી માં ટ્યુશન ફી નો સમાવેશ થતો હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
Documents For Coaching Help Scheme
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- આવકનો દાખલો
- ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું સર્ટિફીકેટ)
- ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
- ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટીફીકેટ
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
Read More: ભોજન બિલ સહાય યોજના । Bhojan Bill Sahay Yojana 15,000/- Rs Sahay
Documents Required For Coaching Help Scheme
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- આવકનો દાખલો
- ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું સર્ટિફીકેટ)
- ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
- ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટીફીકેટ
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
ટ્યુશન (Coaching) સહાય યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે?
વિદ્યાર્થી ને ધોરણ 10 માં 70% થી વધુ હોય અને ધોરણ 11 કે 12 વિજ્ઞાન પ્રવાહમાં આભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થ્યીઓને પ્રતિ વર્ષ રૂપિયા 15,000/- સહાય મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓને સીધી સહાય (ડી. બી.ટી. ) મારફતે મળવાપાત્ર થશે. પ્રતિ વર્ષ 15,000/- રૂપિયા અથવા ખરેખર ભરેલ ફી બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. વર્ષમાં એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
Coaching Help scheme income limitation ( ટ્યુશન સહાય યોજના આવક મર્યાદા)
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા Coaching Help scheme માટે કુટંબની વાર્ષિક આવક મર્યાદા 4,50,000/- કે તેથી ઓછી હોવી જોઈએ.
How to Apply Coaching Help Scheme ? Full Guideline
આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો.
- સૌ પ્રથમ Google search માં gueedc.gujarat.gov.in સર્ચ કરો.
- તેમાંથી ઓફિસિયલ વેબસાઈટ www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
- વેબસાઈટનું હોમ પેજ ખુલસે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં 4 નંબર પર Coaching Help Scheme પર ક્લિક કરો.
- હવે ભોજન બિલ સહાય યોજનાની માહિતિ યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો જોવા મળશે. જેની નીચેની બાજુએ Apply Now પર ક્લિક કરો.
- જો તમે આ વેબસાઈટ પર અહાઉ રજીસ્ટેશન કરેલ હશે તો User Id અને Password નાખી Login કરી શકશો. જો તમે અગાઉ આ વેબસાઈટ પર રજીસ્ટેશન કરેલ નથી તો New User (Registration) પર ક્લિક કરો.
- હવે તમે રજીસ્ટેશન કરવા માટે તમારુ Email id , Mobile Number, Password લખી નીચેના બોક્સમાં Captcha કોડ નાખી Submit બટન પર ક્લિક કરો.
- હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
- હવે કોચિંગ સહાય યોજનાની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.
- યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે. તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
- વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
- ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમે કરેલ અરજીની તમામ વિગત તમને જોવા મળશે. જે વિગતો તમે ધ્યાની એક વાર જોઈ લેવી અને જો કોઈ સુધારો હોય તો કરી દેવો અથવા અરજી બરાબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો અને અરજી ની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ક્યાં મોકલવાની?
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિંન્ટ કાઢીને નીચે સહી કરીને તથા અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત કરેલ નકલ વિદ્યાર્થી જે જિલ્લામાં અભયાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (વિચરતિ જાતિ) કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ કે પોસ્ટ મારફતે નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે.
GUEEDC Office Address
GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number
FAQ’S of Coaching Help Scheme (ટ્યુશન સહાય યોજના)
1. ટ્યુશન સહાય ક્યા ક્યા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે?
ANS: ટ્યુશન સહાય ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
2. ટ્યુશન સહાય યોજનામાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી ?
ANS: ટ્યુશન સહાય યોજનામાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4,50,000/- કે તેથી ઓછી હોવી જોઈએ.
3. ટ્યુશન સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?
ANS: ટ્યુશન સહાય યોજનામાં વર્ષમાં એક વાર 15,000/- સહાય આપવામાં આવે છે.
4.) ટ્યુશન સહાય મેળવવા માટે વધમાં વધુ કેટલી ટકાવારી હોવી જરૂરી છે?
જવાબ :- ધોરણ ૧૦માાં ૭૦% કે તેથી વધુ હોવા જરૂરી છે.