GSRTC Bus E- Pass- ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્યના નાગરિકો વિવિધ સેવાઓ પૂરી પાડવા ઓનલાઈન પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું છે. રાજ્યનું એસટી નિગમ દરરોજ હજારો બસોના પરિવહનનું સંચાલન કરે છે. દરરોજ હજારો વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે બસ મુસાફરી પાસ ની સેવા એસટી નિગમ દ્વારા આપવામા આવે છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થી અને મુસાફરોને પાસ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. સરકાર દ્વારા હવે GSRTC Bus E Pass સેવા તારીખ 12 જુન 2023 થી pass.gsrtc.in પોર્ટલ પર શરૂ કરવામાં આવશે.
અગાઉ વિદ્યાર્થી મુસાફરી પાસ અને કન્સ્ટ્રેશન મુસાફરી પાસ કઢાવવા માટે નજીકના એસટી બસ ડેપો ખાતે રૂબરૂ જવું પડતું હતું. પરંતુ હવે વિદ્યાર્થીઓ અને મુસાફર pass.gsrtc.in ઓફિસિયલ વેબસાઈટ પરથી ઘરે બેઠા ઓનલાઈન પાસ કાઢી શકશે. Gujarat State Road Transport Corporation ની આ નવી સુવિધાથી વિદ્યાર્થીને તેમજ મુસાફરોને ઘણો ફાયદો થશે.
GSRTC બસ ઈ પાસ
GSRTC દ્વારા E -Pass સિસ્ટમ શરૂ કરી એક ક્રાંતિકારી નિર્ણય કરેલ છે. વિદ્યાર્થીઓ અને મુસાફર લાઈનમાં ઊભા રહ્યા વગર હવે ઘરે બેઠા પોતાની ઈચ્છા મુજબ ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરે ઈ પાસ કઢાવી શકશે. રાજ્યના ગૃહ મંત્રી અને વાહન વ્યવહારમાં સ્વતંત્ર મંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા Bus E- Pass સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેવા કન્યા કેળવણી પ્રવેશ ની સાથે 12 જૂન 2023 ના રોજ શરૂ કરવામાં આવશે.
Overview of GSRCT Bus E-Pass
આર્ટીકલનું નામ | GSRTC Bus E-Pass |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ |
લાભાર્થી | વિદ્યાર્થી અને મુસાફરો |
વિદ્યાર્થી E- Pass કઢાવવા | અહીં ક્લિક કરો |
મુસાફર E- Pass કઢાવવા | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | https://pass.gsrtc.in/ |
GSRTC બસ ઈ પાસ સેવાનો હેતુ
રાજ્યના ગૃહ મંત્રી સાહેબ દ્વારા તાજેતરમાં જીએસઆરટીસી બસ સેવા તારીખ 12 જુન 2023 ના રોજ થી શરૂ કરવામાં આવે છે તેની જાહેરાત કરવામાં આવી છે. આ Bus E- Pass સેવાનો લાભ લાખો વિદ્યાર્થીઓ અને કાયમી મુસાફરી મુસાફરો મળશે. હવે કોઈ પણ લાઈનમાં ઊભા રહેવું નહીં પડે તેમજ ધક્કા ખાવા નહીં પડે. ઘરે બેઠા પોતાની સવલત અને સમય અનુસાર ઓનલાઈન ઈ પાસ મેળવી શકાશે. ઘણીવાર વિદ્યાર્થીઓ અને મુસાફરોને પાસ કઢાવવા માટે લોબી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેમજ શાળા અને ઓફિસમાંથી રજા મૂકી પાસ કઢાવવા આવવું પડે છે. તેમજ ઘણો સમય બગડે છે. Bus E-Pass સેવાથી વિદ્યાર્થીઓ અને મુસાફરો પોતાના સમય અનુસાર ઓનલાઈન પાસ મેળવી શકશે.
વિદ્યાર્થીઓ માટે GSRTC Bus E-Pass માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને મુસાફર હવે મુસાફરી પાસ કે વિદ્યાર્થીઓ પાસ ઓનલાઇન ઘરે બેઠા મેળવી શકશે. ઓનલાઇન પાસ કેવી રીતે કઢાવો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં google Search માં Pass.gsrtc સર્ચ કરો.
- સર્ચના પરિણામ માંથી ઓફિસિયલ વેબસાઈટ https://pass.gsrtc.in/ પર ક્લિક કરો.
- હવે તમને વેબસાઈટનું હોમ પેજ પર બે વિકલ્પ જોવા મળશે. 1.student Pass System વિકલ્પ પસંદ કરો
- સ્ટુડન્ટ પાર્ટ સિસ્ટમ પર ક્લિક કરવાથી ત્રણ વિકલ્પો તમને જોવા મળશે તેમાંથી તમને લાગુ પડતા વિકલ્પ પસંદ કરો. (1)વિદ્યાર્થી 1 થી 12, (2) ITI, (3) અન્ય
- હવે ઓનલાઇન ફોર્મ ખુલશે જેમાં જરૂરિયાત મુજબની માહિતી તમારે ભરવાની રહેશે.
- ફોર્મ ભર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે મુસાફરી પાસેની પ્રિન્ટ આઉટ મેળવીલો.
- ત્યારબાદ તમારો આઈડી નંબર જનરેટ થશે જેનો ઉપયોગ કરે દર મહિને તમે તમારો પાસ રીન્યુ કરી શકશો. ફરીવાર ફોર્મની માહિતી ભરવી પડશે નહિ.
Passenger Pass(પેસેંજર પાસ) માટે GSRTC E-Pass માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
હવે કાયમી મુસાફરો પણ નજીકના એસ.ટી સ્ટેશન ગયા વગર જ ઘરે બેઠા ઓનલાઈન પાસ કઢાવી શકશે. ઓનલાઈન પાસ કાઢાવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ google Search માં Pass.gsrtc સર્ચ કરો.
- સર્ચના પરિણામ માંથી ઓફિસિયલ વેબસાઈટ https://pass.gsrtc.in/ પર ક્લિક કરો.
- હવે તમને વેબસાઈટનું હોમ પેજ પર બે વિકલ્પ જોવા મળશે. તેમાંથી 2.Passanger Pass System પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ ખુલશે જેમાં જરૂરિયાત મુજબની માહિતી તમારે ભરવાની રહેશે.
- ફોર્મ ભર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે મુસાફરી પાસની પ્રિન્ટ આઉટ મેળવીલો.
- ત્યારબાદ તમારો આઈડી નંબર જનરેટ થશે જેનો ઉપયોગ કરે દર મહિને તમે તમારો પાસ રીન્યુ કરી શકશો. ફરીવાર ફોર્મની માહિતી ભરવી પડશે નહિ.
આ પણ વાંચો
- કુંંવરબાઈનું મામેરું યોજના 12000/- રૂપિયા સહાય
- ગુજરાતમાં મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
- લેપટોપ સહાય યોજના 2023
FAQ’S
1.GSRTC E pass માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ- GSRTC E pass માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ pass.gsrtc.in છે.
2. શું E-Pass કઢાવવા માટે દર વખતે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે?
જવાબ- ના, E-Pass કઢાવવા માટે દર વખતે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે નહી. એકવાર ફોર્મ ભર્યા પછી ID નંબર આવશે તેનો ઉપયોગ કરીને દર મહીને ઈ પાસ મેલવી શકાશે.
3. GSRTC E -Pass કાઢવા માટે ક્યારથી ઓનલાઈન સેવા શરુ થાય છે?
જવાબ- GSRTC E -Pass કાઢવા માટે 12 જુન 2023 થી ઓનલાઈન સેવા શરુ થાય છે.