Gujarat TAT Syllabus 2023 PDF Download | ટાટ પરીક્ષાનો સિલેબસ PDF 2023

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠરાવ તારીખ 29/4/2023 થી TAT Exam Syllabus and Exam Pattern જાહેર કરેલ છે. તે મુજબ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 તથા મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સના ધ્યેયો અનુસાર વિદ્યાર્થીઓને ગુણવત્તા એક શિક્ષણ મળી રહે તે માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિત કસોટી (Teacher Aptitude Test -TAT)લેવામાં આવશે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 મુજબ વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશન ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થીંકીંગ પ્રોબ્લેમ જેવા કૌશલ્ય શીખવવાની ભલામણ કરેલ છે. આ માટે શિક્ષકો પણ આવા કૌશલ્યથી સર્જ હોય તે ખૂબ જ આવશ્યક છે.

TAT Syllabus PDF Download | TAT Syllabus 2023 PDF in Gujarati | TAT Syllabus 2023 | Gujarat TAT Syllabus 2023 & Exam Pattern PDF Download | 

રાજ્ય ના શિક્ષણ વિભાગ દ્વારા નવા ઠરાવ મુજબ હવેથી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ શિક્ષક અભિરુચિ કસોટી પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા અગાઉ એક જ તબક્કામાં લેવામાં આવતી હતી. જેમાં સુધારો કરી દ્વિસ્તરીય સ્વરૂપે પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરિક્ષા (કસોટી) એમ બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે.

Point of Gujarat TAT Syllabus

આર્ટિકલનુંંનામ  TAT Syllabus 2023
વિભાગ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
પરીક્ષા કેટલા તબક્કામાં યોજાશે.

કુલ 2 તબક્કા   1. પ્રાથમિક પરીક્ષા 2.મુખ્ય પરીક્ષા

પ્રથમ તબક્કાના ગુણ 200 ગુણ
બીજા તબકાના ગુણ 200 ગુણ
નોટીફિકેશન ડાઉનલોડ  અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ https://www.sebexam.org/

Gujarat TAT Exam Pattern 2023 | શિક્ષક અભિરુચિ કસોટી પરીક્ષાની પદ્ધતિ

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માટે પરીક્ષાની પદ્ધતિમાં નવો સુધારો કરવામાં આવી છે. આ પરીક્ષા દ્વિસ્તરીય સ્વરૂપે લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને મુખ્ય પરીક્ષા વર્ણાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

 પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ । Gujarat TAT Preliminary Exam Pattern 2023

TAT exam મા પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. જેના કુલ 200 ગુણની રહેશે. પ્રાથમિક પરીક્ષામાં 100 ગુણ નો પ્રથમ ભાગ દરેક ઉમેદવારો માટે સરખો રહેશે તથા બીજો 100 ગુણનો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરશે તે વિષય સંબધિત રહેશે. બંને ભાગનું પેપર સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે જેના તમામ પ્રશ્નો MCQ આધારિત રહેશે. દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

  • આ પરીક્ષા બે વિભાગમાં રહેશે વિભાગ એક માં 100 પ્રશ્નો તથા વિભાગ બે માં 100 પ્રશ્ન રહેશે.
  • કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્ર સરળ રહેશે.
  • પરીક્ષાનો સમય 180 મિનિટ રહેશે
  • આ પરીક્ષા એમસીક્યુ (MCQ) આધારિત રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે
  • દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી ઉમેદવારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્કસ માઈન્સ મૂલ્યાંકન રહેશે.

વિભાગ -1 સામાન્ય અભ્યાસ -100 પ્રશ્નો , 100 ગુણ

  (અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ

  • બંધારણની મૂળભૂત ફરજો
  • ગુજરાતી સાહિત્ય
  • રાજનીતિ અને શાસન તંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
  • વિજ્ઞાન અને ટેકનોલોજી
  • ખેલકુદ અને રમતો
  • મહાન વિભૂતિઓ (દેશ)
  • સંગીત અને કલા
  • ભારતનો ઇતિહાસ
  • ભારતની ભૂગોળ
  • વર્તમાન પ્રવાહો જાણકારી

(બ) શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણ

(i) શિક્ષણની ફીલ સુફી 10 પ્રશ્નો 10 ગુણ
  • કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ)
  • કેળવણીના સ્વરૂપો (ઔપચારિક, અનૌપચારિક, નિરંતર, દૂર વતી)
  • શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહાર)
(ii) શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો 15 ગુણ
  • વૃદ્ધિ અને વિકાસ
  • તરુણાવસ્થા
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન ની પદ્ધતિઓ
  • વૈયક્તિક ભિન્નતાઓ
  • અધ્યયન
  • બુદ્ધિ
  • બચાવ પ્રયુક્તિઓ
  • પ્રેરણા
  • વિશિષ્ટ બાળકો
  • વ્યક્તિત્વ
  • રસ મનોવલણ અભિયોગ્યતા
(iii) વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 પ્રશ્નો 10 ગુણ
  • વર્ગ વ્યવહાર
  • મૂલ્યાંકન (બ્લુમસહિત) અને આંકડાશાસ્ત્ર
  • શિક્ષણ અને ટેકનોલોજી
  • ક્રિયાત્મક સંશોધન

(ક) તાર્કિક અભી યોગ્યતા 15 પ્રશ્નો 15 ગુણ

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવિણ્ય લેખન વાંચન કથન શ્રવણ કૌશલ્ય 15 પ્રશ્નો 15 ગુણ

  • વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હ, અનેકાર્થી, પર્યાય શબ્દો વિગેરે)
  • સંક્ષેપલેખન
  • સારગ્રહણ
  • ભૂલશોધ અને સુધારણા
  • શીર્ષક
  • સારાંશ

(ઈ) અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો 15 ગુણ

  • સામાન્ય વ્યાકરણ
  • ભાષાંતર
  • સ્પેલિંગ સુધારણા કરવી
  • શબ્દ રચના
  • ચિત્ર આધારિત પ્રશ્નો વગેરે

વિભાગ- 2 ખાસ વિષયની કસોટી 100 પ્રશ્નો 100 ગુણ

(અ) વિષયવસ્તુ 80 પ્રશ્નો 80 ગુણ

  • સંબંધિત વિષયના ધોરણ 9 થી 10 ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક નો અભ્યાસ
  • પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે

(બ) વિષયવસ્તુ આધારિત પદ્ધતિ ના પ્રશ્નો 20 પ્રશ્નો 20 ગુણ

પરીક્ષાનું માધ્યમ

આ પરીક્ષા ઉમેદવારો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં માંથી કોઈ એક માધ્યમ પસંદ કરી પરીક્ષા આપી શકશે. ત્રણેય માધ્યમના પ્રશ્નપત્રો સરખા/અલગ રહેશે.

Gujarat TAT Main Exam Pattern 2023 | મુખ્ય કસોટી નું સ્વરૂપ

જે ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવશે તેવા ઉમેદવારોની મુખ્ય કસોટી યોજવામાં આવશે આ કસોટી વર્ણાત્મક લેખિત સ્વરૂપની રહેશે જેમાં 2 પ્રશ્નપત્રો રહેશે પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ રહેશે.

પ્રશ્નપત્ર-1 ભાષા ક્ષમતા

અ) ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ અથવા

બ) હિન્દી ભાષા ક્ષમતા હિન્દી માધ્યમ માટે 100 ગુણ અથવા

TAT Exam Syllabus

ક) અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે 100 ગુણ

TAT Exam Syllabus

પ્રશ્નપત્ર 2 વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર 100 ગુણ

ઉમેદવારે જે વિષય માટે અરજી કરી હોય તેવી છે તથા જે માધ્યમ માટે અરજી કરી હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે.

TAT Exam Syllabus

  • પ્રશ્નપત્ર-1 માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટ રહેશે.
  • પ્રશ્નપત્ર 2 માં 100 ગુણ માટેનો સમય 180 મિનિટ રહેશે

GPSSB Talati Answer Key 2023 | તલાટી પરીક્ષાની ઓફિસિયલ આન્સર જાહેર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય માટે રૂપિયા 20,000/- ની સહાય 

FAQ’S

1.Gujarat TAT Exam કેટલા તબક્કામાં લેવામાં આવશે?

જવાબ- Gujarat TAT Exam પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા એમ કુલ 2 તબક્કામાં લેવામાં આવશે.

2. Gujarat TAT પરીક્ષા ક્યા વિભાગ દ્વારા લેવામાં આવે છે?

જવાબ-Gujarat TAT પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ  દ્વારા લેવામાં આવે છે.

3. Gujarat TAT પ્રાથમિક પરીક્ષા કેટલા ગુણની હોય છે?

જ્વાબ-Gujarat TAT પ્રાથમિક પરીક્ષા 200 ગુણની હોય છે.

4. શિક્ષક અભિરુચિત કસોટી ની મુખ્ય પરીક્ષા કેટલા ગુણની હોય છે?

જવાબ-શિક્ષક અભિરુચિત કસોટી ની મુખ્ય પરીક્ષા 200 ગુણની હોય છે.