સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023

Solar Rooftop Yojana- દુનિયામાં આજે વ્યક્તિ પોતાના વિકાસ માટે કુદરતી સંસાધનો નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. કરોડો વર્ષોની પ્રક્રિયા બાદ પેટ્રોલ ડીઝલ કોલસા જેવા કુદરતી સંસાધનો પેદા થાય છે. જે આવનાર ભવિષ્યમાં આ સંસાધનો ખૂટે તેમ છે. તેમજ આના ઉપયોગથી પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે. વિશ્વમાં મર્યાદિત સંસાધનોના વિકલ્પ તરીકે પવન ઊર્જા, સૌર ઊર્જાનો ઉપયોગ વધારવા વિવિધ દેશોની સરકાર પ્રયાસ કરી રહી છે. રાજયની સરકાર પણ સૌર ઊર્જાનું ઉત્પાદન વધે તે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. સોલાર ફેન્સીંગ સહાય યોજના, ઇલેક્ટ્રીક બાઈક યોજના, બેટરી સંચાલિત વાહનો પર સબસીડી સોલાર યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા. આ ઉર્જા નો ઉપયોગ ઘરેલુ વપરાશ વેપાર ક્ષેત્રે સ્ટ્રીટ લાઈટ થાય છે. આજની આ મોંઘવારીમાં વીજળીનું બિલ ખૂબ જ આવે છે. પણ સૌર ઉર્જા એ વિદ્યુત ઉર્જાની સરખામણીમાં ઓછી ખર્ચાળ હોય છે.  એકવાર સોલાર પેનલ લગાવ્યા બાદ વર્ષો સુધી સૌર ઉર્જા મેળવી શકાય છે. સોલર પેનલ તમે તમારા મકાન, દુકાન કે ખુલ્લી જગ્યા પર લગાવી શકો છો. સોલાર યોજના હેઠળ સરકાર દ્વારા સબસીડી રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે.

મિત્રો આ આર્ટીકલ માં સોલર રૂટ ટોપ યોજના શું છે? સોલર રૂફટોપ માટે કેટલો ખર્ચ આવે? સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે? યોજના હેઠળ સબસીડીની રકમ કેટલી? તેની વિગતવાર માહિતી મેળવીશું.

સૌર ઊર્જા યોજનાનો મુખ્ય હેતુ

કુદરતી સંશાધનો જેવા કે કોલસો, ડીઝલ વિગેરે આવનાર ભવિષ્યમાં ખૂટે તેમ છે. તેમજ આ સંસાધનોના  ઉપયોગથી પર્યાવરણ પ્રદૂષિત બને છે. સૌર ઊર્જા દ્વારા મેળવેલી ઉર્જા પ્રદૂષણ મુક્ત હોય છે. સોલર ઉર્જા ઉત્પન્ન કરવા સોલર પ્લેટ ની ખરીદી પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. સબસીડી મેળવી લોકો પોતાની ઘરની છત પર સોલર પેનલ લગાવવા પ્રેરાયશે. તેમ જ વીજળીનું ઉત્પાદન કરી વેચી કમાણી કરી શકાશે.

Point of Gujarat Solar Rooftop Yojana

યોજનાનું નામ સોલાર રૂફટોપ યોજના 2023 । Solar Rooftop Yojana 2023
યોજના કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે Ministry of New & Renewable Energy (MNRE) Government of India
લાભ કોણ મળે ભારતના દરેક નાગરિક
સબસીડીની રકમ 20 % થી 40 % સુધી સબસીડી
સોલાર પેનલનો સમયગાળો 20 વર્ષથી 25 વર્ષ
ઓફિસિયલ વેબસાઈટ https://solarrooftop.gov.in/
Helpline Number 1800 180 3333

ગુજરાત સોલાર રૂફ્ટોપ યોજના 2023

આ યોજનામાં સોલર પ્લેટને તમારા ઘરની છત પર લગાવવામાં આવે છે. આ પ્લેટ પર સૂર્યના કિરણો પડવાથી સૌર ઉર્જા ઉત્પન્ન થાય છે. સોલર પ્લેટ માટે ખૂબ જ ઓછી જગ્યા ની જરૂર પડે છે. તેમજ આ ઉર્જા પર્યાવરણને નુકસાન કરતી નથી. સોલર પ્લેટ એકવાર લગાવ્યા પછી વર્ષો સુધી તેમાંથી સૌર ઊર્જા મેળવી શકાય છે તેમજ ઉત્પન્ન થયેલી ઊર્જાને વેચી પણ શકાય છે. સરકાર દ્વારા સોલર પ્લેટ ઇન્સ્ટોલેશન પર 40% સુધીની સબસીડી આપવામાં આવે છે.

Solar Rooftop System (Yojana) માટે કુલ ખર્ચ

Solar Rooftop System એકવાર લગાયા બાદ ફરી તેમાં ખર્ચો કરવાનો રહેતો નથી. સોલર દ્વારા ઉત્પન્ન થયેલી વીજળી થી તમારું લાઈટ બિલ ના પૈસા બચે છે. સૌર પેનલનો ખર્ચ ફક્ત પાંચ વર્ષમાં જ વસૂલ થઈ જાય છે. ઉત્પન્ન થયેલી ઊર્જાને જીઇબી બોર્ડને વેચીને તેમાંથી પૈસા કમાવી શકાય. સોલર પેનલ થી 20 થી 25 વર્ષ સુધી તમે તમારા ઘર માટે વીજળી મફત મેળવી શકશો.

સોલાર રૂફટોપ યોજનાના લાભ | Solar Rooftop Yojana Benefits

  • સોલર ઉર્જા થી દર મહિને વીજળી બિલ માં રાહત મળે છે.
  • સોલર પ્લેટની કંપની પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
  • ઘર વપરાશ બાદ વધારાની ઊર્જાને દર યુનિટ 2.50 રૂપિયા લેખે વિદ્યુત બોર્ડ ખરીદે છે.
  • આ યોજનામાં પાંચ વર્ષ સુધીમાં તમામ ખર્ચનું વરતળ મળી જાય છે.
  • 20 થી 25 વર્ષ સુધી સોલાર પેનલનો ઉપયોગ કરી શકાય છે.

સોલાર રૂફટોપ યોજનાની સબસીડી

સરકાર દ્વારા લોકો સૌર ઊર્જા મેળવવા માટે પ્રેરાય તે હેતુથી સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી નો દર સોલર પેનલ ની ક્ષમતાના આધારે છે. ભારત સરકાર દ્વારા આપવામાં આવતી Solar Rooftop Yojana Subsidy ની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

ક્રમ કુલ ક્ષમતા સબસીડી ( કુલ રકમ પર)
1 3 KV સુધી 40%
2 3 KV થી 10 KVસુધી 20%
3 10 KV થી વધુ  સબસીડી મળવાપાત્ર નથી

Solar Rooftop યોજના Calculator

Gujarat Solar Rooftop Yojana 2023 – કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સોલાર પ્લેટ લગાવવા માટે કુલ ખર્ચ કેટલો થાય તેમજ કેટલા વિસ્તારમાં લગાવવું છે. જે તે રાજ્ય પ્રમાણે કિલોવોટ કેટલા રૂપિયા વીજળી ખરીદવામાં આવે છે તેની માહિતી મેળવી શકો છો.  સોલાર રુફ્ટોપ યોજનાના કેલક્યુલેટર માટે અહીં ક્લિક કરો.

સોલાર રૂફટોપ યોજના 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

મિત્રો આ યોજના હેઠળ તમે પણ તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવવા માંગતા હોય તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. સૌરઊર્જા રુફટોપ યોજના હેઠળ ઇન્સ્ટોલર લિસ્ટ પર જઈ આપેલ કંપનીઓનો સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ જે તે કંપની તમારો કોન્ટ્રાક્ટ લેશે તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવશે અને તેના પર સરકાર દ્વારા સબસીડી બાદ કરી બાકી રહેતી રકમ જ આપવાની રહેશે.ઓનલાઇન અરજી કરવા માટે નીચેની વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઇન્સ્ટોલર લિસ્ટ માટે અહીંં ક્લિક કરો.   

આ પણ વાંચો-

FAQ’S

1.સોલાર રુફ્ટોપ યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

જવાબ- સોલાર રુફ્ટોપ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://solarrooftop.gov.in/ છે.

2. સોલાર રુફ્ટોપ યોજના પર સબસીડી કેટલી મળવાપાત્ર છે?

જવાબ- 3 KV સુધી પર 40 %, 3 KV થી 10 KVસુધી પર 20% સબસીડી મળવાપાત્ર છે.

3.  Solar Rooftop Yojana Helpline number and Email id ?

જવાબ- Helpline Number:- 1800-180-3333
Email:- info.suryagujarat@ahasolar.in