ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 | Khedut Mobile Sahay Yojana 2023 @ikhedut

khedut Mobile Sahay Yojana 2023-દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. રાજ્ય કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેનો લાભ ખેડૂતો સરળતાથી મેળવી શકે તે માટે ઓનલાઇન ikhedut Poratal વિકસાવવામાં આવ્યું છે. પોર્ટલ પર બાગાયતી યોજનાઓ પશુપાલનની યોજનાઓ ખેતીવાડી ની યોજનાઓ ના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. આ પોર્ટલની મદદથી ખેડૂતો પોતાની જાતે ઘરે બેઠા અથવા ગામના વિસીઈ મારફતે અરજી કરી શકે છે. તેમજ ઓનલાઇન અરજી નું સ્ટેટસ પણ સરળતાથી જાણી શકે છે. રાજ્ય સરકારના ઠરાવ તારીખ – 20/11/2021 થી રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન (મોબાઈલ) ખરીદવા માટે સહાય આપવાની રોજ યોજના શરૂ કરવામાં આવી છે.

Gujarat Farmer Free smartphone Scheme 2023 Registration | Farmer Mobile Sahay Yojana 2023  | Khedut Mobile Sahay Yojana Last date | Khedut Mobile Sahay Yojana 2023 Apply Online | khedut mobile subsidy

આજનો યુગ એટલે કે ટેકનોલોજી. વિશ્વના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી નો ઉપયોગ જોવા મળે છે. તેમાં હવે કૃષિ ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી. આજના આ યુગમાં ખેડૂત મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીમાં સારું એવું ઉત્પાદન કરી રહ્યા છે. જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સ્માર્ટફોન ખરીદવા સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવી ખેડૂત મિત્રો પોતાના મોબાઈલમાં હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી, ઓનલાઇન સાઈટ તેમ જ youtube ના માધ્યમથી ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણકારી સરળતાથી મેળવી શકશે.

ખેડૂત મિત્રો આ આર્ટિકલમાં આપણે સરકાર દ્વારા સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવામાં આવે છે તેની ચર્ચા કરીશું. આ યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો લાભ કોણ મેળવી શકે ?યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટસ જોઈએ? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Khedut Smartphone Yojana નો હેતુ

આજના સમયમાં મોટેભાગે દરેક જોડે સ્માર્ટફોન હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો પોતાની આવક ઓછી હોવાના કારણે સ્માર્ટફોનની ખરીદી કરી શકતા નથી. તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવામા આવે છે. આ સ્માર્ટફોન નો ઉપયોગ કરી ઓનલાઇન ખેડૂતો દવા, બિયારણની ગુણવત્તા વિશે માહિતી મેળવી શકાશે. તેમજ ખેતીના નવા પાકોની વાવણી માટેની જરૂરિયાત માહિતી પણ ઓનલાઇન વિવિધ માધ્યમોથી મેળવી શકશે. પાકના ઉત્પાદન બાદ પાકના બજાર ભાવ પણ સ્માર્ટફોનની મદદથી ઓનલાઇન મેળવી શકશે. આમ વિવિધ હેતુસર સ્માર્ટફોન ની ખરીદી પર ખેડૂતોને સહાય આપવામાં આવશે.

Smartphone Sahay Yojana 2023 Gujarat Highlights

યોજનાનું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
યોજનાનો હેતુ ખેડુતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવી
લાભ કોને મળશે ગુજરાત રાજ્યના તમામ ખેડુતો
કેટલી સહાય મળવાપાત્ર છે ? 15,000/- સુધીના મોબાઈલની ખરીદી પર 40% અથવા 6000/- જે બન્ને માંથી જે ઓછું હોય તે 
અરજી કરવાની શરુઆત  15/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ  જાહેર થઈ નથી
ઓફિસિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
ઓનલાઇન અરજી કરવા  અહી ક્લિક કરો.

ખેડૂત મોબાઇલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી પર આર્થિક સહાય આપવામાં આવે છે. આ માટે વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

 • ખેડૂત અરજદાર ગુજરાત રાજ્યના હોવા જોઈએ.
 • ખેતીની જમીન ધરાવતા હોવા જોઈએ એટલે કે ખેડૂતનું નામ 7/12, 8- અ માં નામ હોવું જોઈએ.
 • જો કોઈ ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ તેને એક જ વાર સહાય મળવા પાત્ર થશે.
 • જો કોઈ ખેડૂત એક કરતાં વધુ ગામમાં જમીન ધરાવતા હોય તો પણ તેઓને એક જ વાર સહાય મળશે.
 • ખેડૂતના સંયુક્ત ખાતાના કિસ્સામાં કુલ ખાતેદારો પૈકી કોઈ એક જ ખાતેદારને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.( ઉદા. 8- અ માં કુલ 10 ખાતેદારના નામ છે તો તેમાંથી કોઈ એક જ ખાતેદારને આ યોજનાઓ લાભ મળશે)
 • આ યોજનાનો લાભ ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ મળશે. સ્માર્ટફોન ની એસેસરી જેવી કે કવર, ટફન ગ્લાસ, ઇયર ફોન, બેટરી બેકઅપ ડિવાઇસ, ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

Farmer Smartphone Yojana 2023 Documents List

ગુજરાત સરકારના ખીતીવાડી વિભાગની સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કરવા માટે વિભાગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. તેની યાદી નીચે મુજબ છે.

 • અરજદારનાઆધાર કાર્ડની નકલ
 • 8 અ ની નકલ
 • કેન્સલ કરેલ ચેકની નકલ
 • બેંક ખાતાની પાસબુક
 • મોબાઇલનો IMEI નંબર
 • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ 7/12 
 • સ્માર્ટફોનની ખરીદી પર જીએસટી(GST) નંબર ધરાવતું અસલી બિલ

Smartphone Sahay Yojana Gujarat 2023 Benefits । ખેડુત સ્માર્ટફોન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

Farmer Smartphone sahay yojana ikhedut Portal પર ખેડુતોને મોબાઈલની ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભમેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

 • રાજ્યના ખેડુતોને ikhedut Smartphone Sahay Yojana માં મળતી સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને અગાઉ 10 % સહાય મળતી હતી વર્ષ 2022-23 માં જે વધારીને 40% કરવામાં આવી છે.
 • સરકાર દ્વારા 15,000/- સુધીના સ્માર્ટફોન ખરીદવા પર સહાય મળવાપાત્ર છે
 • સ્માર્ટફોનની ખરીદ કિંમત ના 40% સુધીની સહાય અથવા રૂપિયા 6,000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
 • દા.ત. ખેડૂત 10000 રૂપિયા સુધીનો સ્માર્ટ ફોન કરી દે તો તેની કિંમત 40% એટલે કે 4000/- રૂપિયાની સહાય મળવાપાત્ર છે. અથવા કોઈ ખેડૂત 17000/- નો સ્માર્ટફોન ખરીદે છે તો ૪૦ % લેખે 6800-/ રૂપિયા થાય પરંતુ નિયમોનુસાર રૂપિયા ૬ હજારની સહાય મળવાપાત્ર થશે.
 • અથવા કોઈ ખેડુત 15,000/- થી વધુની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો પણ 6,000/- રૂપિયા જ સબસીડી રૂપે મળવાપાત્ર છે.દા.ત 20,000 નો સ્માર્ટફોન ખરીદો છો તો તેના 40% રૂ. 8000/- થાય પરંતુ સબસીડી વધુમાં વધુ 6000/-રૂપિયા જ મળવાપાત્ર છે.

ખેડુત સ્માર્ટફોન ખરીદવા સહાય યોજનનો Download New GR

How to Apply for Khedut Mobile Sahay Yojana 2023 | ખેડુત સ્માર્ટફોન સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

રાજ્યના જે ખેડુત મિત્રોને khedut Mobile Sahay Yojana Online યોજનાનો લાભ મેળવવા માગતા હોત તો ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.

 • ખેડુતો મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં google search ખોલી તેમા ikhedut ટાઈપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
 • હવે સર્ચના પરીણામ માંથી ikhedut ની ઓફિસિયલ વેબસાઈટ  પર ક્લિક કરો.
 • ikhedut Portal વેબસાઈટના પેજ પર ઉપરની બાજુએ  “યોજના” નો વિક્લપ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

પપૈયાની ખેતી માટે સહાય યોજના

 • હવે તેમાંથી  “ખેતીવાડીની યોજનાઓ “ ‘વિગતો માટે અહીં ક્લિક કરો’ પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ તમને પેજની નીચેની બાજુએ સ્માર્ટફોન સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમે જો અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરો.
 • રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂત મિત્રએ પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર ની માહિતી ભર્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha  બોક્સ્માં નાખી અરજી કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતે ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
 • હવે ઓનલાઇન ફોર્મ ઓપન થશે. જેમાં માગ્યા મુજબની માહિતી જેવી કે અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગત વિગેરે ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
 • ખેડુત મિત્રોએ ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદઅરજીમાં માં કોઈ સુધારો કે વધારો થશે નહીં. જેથી અરજી ચોક્કસાઈપૂર્વક કરવી.
 • ખેડુતમિત્રએ ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે.
 • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી સહી-સિક્કા કર્યા પછી તમારા વિસ્તારના તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી તથા ગ્રામસેવકને તમામ ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાની રહેશે

ખેડુત સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાતના ખેડૂતો રાજ્ય સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા Gujarat Farmer SmartPhone Scheme 2023 માં મોબાઇલ ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડુતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની સમય મર્યાદા તારીખ: 15/05/2023 શરુ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ ખેતીવાડી વિભાગ દ્વારા હજુ જાહેર કરવામાં આવી નથી. છેલ્લી તારીખ જાહેર થશે ત્યારે સાઈટ પર અપડેટ કરવામાં આવશે જેની નોંધ લેવી.

આ પણ વાંચો-

FAQ’S Khedut Mobile Sahay Yojana 2023

1. i khedut Smartphone sahay yojana 2023 માં કેટલા રૂપિયા સહાય મળે છે?

ANS:-  i khedut Smartphone sahay yojana 2023 માં 6000/- રૂપિયા સહાય મળે છે.

2. ખેડુત મોબાઈલ સહાય યોજના 2023 માં કેટલા ટકા સબસીડી મળવાપાત્ર છે?

ANS:- ખેડુત મોબાઈલ સહાય યોજના 2023 માં  40%  સુધી ટકા સબસીડી મળવાપાત્ર છે.

3. ખેડુત સ્માર્ટફોન સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

ANS:- ખેડુત સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

4. ખેડુત સ્માર્ટફોન સહાય યોજના માટે સત્તાવાર સાઈટ કઈ છે?

જવાબ- ખેડુત સ્માર્ટફોન સહાય યોજના માટે સત્તાવાર સાઈટ ikhedut portal છે.