AnyROR Gujarat 7/12 અને 8 અ ના ઉતારાની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવો

AnyROR Gujarat 7/12 અને 8 અ- આજના આ ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ સેવાઓનો લાભ સરળતાથી મળી રહે છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર વિવિધ વિભાગોની માહિતી લોકોને સરળતાથી માહીતી મળી રહે તે માટે ઓનલાઈન પોર્ટલ વિકસાવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા Digital Gujarat Portal વિકસાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને મળે છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગે પણ વર્ષો જુના જમીનના રેકોર્ડનું ડિજિટલાઇજેશન કરી પોર્ટલ પર ઓનલાઈન કરેલ છે. તેના માટે Anyror Portal વિકસાવવામાં આવ્યું છે.

AnyRoR Gujarat 7 12 8અ ના ઉતારા । AnyRoR Gujarat 7/12 and 8 A Utara | Download 7/12 and 8A Utara Gujarat | AnyRoR @Anywhere Gujarat 7/12 Land Record | 7/12 8 અ ઉતારા ઓનલાઈન નકલ 

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા Anyror portal વિકસાવવામાં આવ્યું છે. જેમાં ૧૯૪૯ થી લઈને જુના જમીનના ગામ નમુના 7/12 અને 8 અ ના ઉતારા ઑનલાઇન દરેક નાગરિક ઘરે બેઠા ડાઉનલોડ કરી શકાશે. Anyror ઉપરાંત i-ORA પરથી જમીનનો રેકોર્ડ 7/12 ની નકલ Online Download કરી શકાશે. મહેસુલ વિભાગનું આ એક ક્રાંતિકારી પગલું છે.

AnyROR Gujarat 7/12 અને 8 અ ડિજિટલ સાઇન

ખેડૂત મિત્રો તમે અગાઉ મામલતદાર કચેરી કે ગામના VCE પાસે 7/12/ 8-અ ના ઉતારા મેળવેલ હશે તેમાં કચેરીનો રાઉન્ડ સિક્કો લગાવી આપવામાં આવતી હતી. પરંતુ હવે જમીનના ઉતારા ખેડૂત મિત્રોએ ડિજિટલ સાઈન વાળા મળશે. 7/12/ 8-a Digitally Signed Utara download જેમાં બારકોડ કોડ પણ આપેલો હશે ઉતારાની પ્રિન્ટ કઈ તારીખે થઈ છે તે પણ દર્શાવેલ હશે. ડિજિટલ સાઇન વાળા ઉતારા તમે ઘરે બેઠા પણ પ્રિન્ટ આઉટ કરી શકો છો જેના માટે સરકાર દ્વારા નક્કી કરેલ ફી ઑનલાઇન ચૂકવવાની રહેશે. Digitally Signed ROR નકલ AnyRoR Anywhere Portal  તથા  i-ORA Portal 

Point Of AnyROR Gujarat 2023 | AnyROR Gujarat 7/12 અને 8 અ

આર્ટિકલનું નામ  AnyRoR 7/12 Utara Online
મુખ્ય ઉદ્દેશ્ય ઓફિસ કે કચેરી ગયા વગર ઘરે બેઠા ૭/૧૨ અને ૮-અ ના ઉતારા મેળવવા
લાભ કોણે મળે  તમામ નાગરિકો
Official Website AnyRoR  AnyRoR @Anywhere
Official Website i-ORA https://iora.gujarat.gov.in/
7/12 ના ઉતારા ઓનલાઈન કાઢવા માટે અહીં ક્લિક કરો

AnyROR Gujarat 7/12 અને 8 અ ના ઉતારા શું છે? AnyROR @Anywhere

રાજ્યના ખેડૂતો પોતાની જમીન ધરાવે છે તેનો રેકોર્ડ એટલે કે 7/12, 8 અ ના ઉતારા. શું તમને ખબર છે આ ઉતારા માં શાની માહિતી હોય છે? તો ચાલો મિત્રો આપણે 7/12, 8 અ ગુજરાત Online ઉતારા વિશે વિગતવાર ચર્ચા કરીશું.

ગામ નામુનો 7 એટલે કે જમીન ધારણ કરતા ખાતેદારોના નામ જમીન નું કુલ ક્ષેત્રફળ જમીનનો પ્રકાર અને જમીનનો આકાર દર્શાવેલ હોય છે. તેમજ ગામ નમુના નંબર 6 ની પડેલ નોંધના નંબર દર્શાવેલ હોય છે તેમજ ખેડૂત દ્વારા લેવામાં આવેલ બેંક ધિરાણની માહિતી હોય છે.

ગામ નામુનો 12 એટલે કે ખેડૂતના સર્વે નંબરમાં વર્ષ દરમિયાન વાવેલ પાકની વિગત તેનું ક્ષેત્રફળ તેમજ સર્વે નંબરમાં આવેલ કુવો,બોર , ઝાડની વિગત દર્શાવેલ હોય છે. આ નમૂના પરથી સર્વે નંબરમા વાવેલ પાકની માહિતી મળી રહે છે.

ગામ નામુનો 8- અ એટલે કે ગામના ખેડૂત ખાતેદારના નામે આવેલ સર્વે નંબરોની વિગત. 8- અ એ એક અનુક્રમણિકા જેમ તેમ કહી શકાય.

ગામ નામુનો 6 એટલે કે જે તે ગામના આવેલ સર્વે નંબરમાં ખાતેદારોના નામ તથા ફેરફાર જેવી કે વારસાઈ, હયાતી હક દાખલ, વેચાણ, હક કમી, બોજો દાખલ બોજા મુક્તિ વિગેરેની નોંધ ગામ નમુના નંબર 6 માં પાડવામાં આવે છે.

AnyRor @Anywhere Portal શું છે?

ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આ એક ઓનલાઇન પોર્ટલ છે. આ પોર્ટલના માધ્યમથી રાજ્યના ખેડૂતો પોતાના જમીનના રેકોર્ડ વર્ષ 1950 થી અત્યાર સુધીનો રેકોર્ડ ઓનલાઇન જોઈ શકે તેમજ તેની પ્રિન્ટ આઉટ મેળવી શકે તેના માટે વિકસાવવામાં આવેલ એક પોર્ટલ છે. આ પોર્ટલ દ્વારા ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, પ્રોપર્ટી સર્ચ વિગેરે જેવી માહિતી ઓનલાઇન સરળતાથી મેળવી શકાશે.

Rural Land Record ગ્રામ્ય વિસ્તારનો રેકર્ડ

AnyRoR પોર્ટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ જમીનનું રેકોર્ડ ઓનલાઈન જોઈ શકાશે. આ પોર્ટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કયા કયા રેકર્સ ઓનલાઇન જોઈ શકાશે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- 8અ ની વિગતો
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN

Urban Land Record શહેરી વિસ્તારનો રેકર્ડ

મહેસુલ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારનું રેકોર્ડ પણ ઓનલાઇન કરી દેવામાં આવે છે. AnyRoR પોર્ટલ પર શહેરી વિસ્તારનો ક્યો ક્યો રેકોર્ડ જોઈ શકાશે.તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • Nondh No.Details
  • 135-D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN

ઉતારાની ઓનલાઇન ડિજિટલ સાઈન્ડ નકલ મેળવો

મહેસુલ વિભાગ દ્વારા જમીનનું રેકોર્ડ એટલે કે 7/12, 8- અ, નંબર 6 ની નકલ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાંથી તથા તાલુકા કક્ષાએ ઈ જરા કેન્દ્ર ખાતેથી ખેડૂતો મેળવે છે. પરંતુ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જમીનના ઉતારાઓની નકલ ખેડૂત મિત્રો ઘરે બેસી મેળવી શકે તે માટે Digitally Signed નકલ ઓનલાઇન નિયમ અનુસાર ફી ભરી મેળવી શકાશે. આ નકલમાં e-Sign તેમજ e- Seal આવશે. તથા ઉતારા પર QR Code આપવામાં આવશે. જેનાથી આ નકલ નો ઉપયોગ કોઈપણ જગ્યાએ કરી શકાશે તેમજ અધિકૃત ગણાશે. ખેડૂત મિત્રોએ આ નકલ ઓનલાઈન AnyRoR કે i-ORA પરથી મેળવી શકાશે.

AnyROR Gujarat 7/12 અને 8-અ ની નકલ Download | How to Download Online Digitally Signed RoR

રાજ્યના ખેડૂતો 7/12, 8- અ, નંબર 6 ની નકલ ઘરે બેઠા મેળવી શકે તે માટે મહેસુલ વિભાગ ઑનલાઇન સેવા ચાલુ કરવામાં આવી છે. ખેડૂતો AnyRoE તથા i-ORA પરથી નકલો Download કરી શકાશે. આ નકલો e-Sign તેમજ e-seal વાળી છે જેથી તેનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાશે. જમીનની ઓનલાઇન નકલો download કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google Search માં AnyRoR અથવા i-ORA લખી સર્ચ કરો.
  • હવે સર્ચ રીઝલ્ટ માંથી અધિકૃત વેબસાઈટ https://anyror.gujarat.gov.in/  પર ક્લિક કરો.

7/12 8- a na utara gujarat AnyRoR

  • હવે હોમ પેજ પર તમને Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

7/12 8- a na utara gujarat AnyRoR

  • નવું પેજ ઓપન થશે તેમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

7/12 8- a na utara gujarat AnyRoR

  • ત્યાર બાદ નીચે Captcha Code દાખલ કરી Generated OTP બટન પર ક્લિક કરો.
  • હવે તમે દાખલ કરેલ મોબાઈલમાં OTP આવશે તે દાખલ કરો.

 

  • ત્યાર બાદ login બટન પર ક્લિક કરો. હવે ડિજીટલ ગામના નમૂના નંબરનું ફોર્મ ખુલશે.
  • હવે કોઈ એક વિકલ્પ પસંદ કરો તે માંથી ગામ નમૂના નં-૭, ગામ નમૂના નં-૧૨, ગામ નમૂના નં-૮-અ,ગામ નમૂના નં-૬, જુના ગામ નમૂના નં-૬ માંથી જે તમારે ઉતારાની નકલ જોઈતી હોય તે પસંદ કરો
  • હવે જિલ્લો, તાલુકો,ગામ પસંદ કરો. ત્યાર બાદ તમારે જે સર્વે નંબરની નકલ મેળવવા માગતા હોય તે સર્વ નંબર/બ્લોક નંબર/ખાતા નંબર/ નં 6 ની નોધનો નંબર પસંદ કરી બાજુના Add Village Form પર ક્લિક કરો.

  • ત્યાર બાદ હવે Procced For Payment બટન પર ક્લિક કરી payment ઓનલાઇન કરો.
  • Payment Online થયા બાદ RoR Generated પર ક્લિક કરો.ત્યાર બાદ બાજુમાં આવેલ Download RoR બટન પર ક્લિક કરો.
  • હવે તમારા ઉતારા PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે જેની પ્રિન્ટ કરી લેવી.
  • Digital Gam Namuna Number તમારા લોગીન માં 24 કલાક રહેશે. ત્યાર બાદ તમારે ઉતારા મેળવવા હશે તો ફરી તમામ પ્રોસેસ કરવી પડશે.
  • ઓનલાઇન મેળવેલ ઉતારાની દરેક નકલમાં e-Sign અને  e- Seal જોવા મળશે.
  • આ ઉતારાની નકલ સરકાર દ્વારા અધિકૃત કરેલ છે. તેથી તેનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાશે.

Gujarat 7/12 Utara Mobile Application download process  

ખેડુત મિત્રો ઓનલાઈન ઉતરા કાઢવા માટે તમે ઓંલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને ઉતારા મેળવતા હતા. પરંતુ તમે તમારા મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા પણ ઉતારા મેળવી શકશે. મોબાઈલ દ્વારા ઉતારા કેવી રીતે મેળવવા તેની વિગત વાર માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઇલમાં Play Store ખોલો.
  • સર્ચ બોક્સમાં AnyROR Gujarat Land Records ટાઈપ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.

anyror gujarat land record

  • હવે એપ્લિકેશન ને ડાઉનલોડ કર્વા માટે Install બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન Install થયા બાદ જમીનનો રેકર્ડ જોઇ શકશો તેમજ ઉતારાની નકલ ડાઉનલોડ પણ કરી શકશે.
આ પણ વાંચો

FAQ’S of AnyROR Gujarat 7/12 અને 8 અ

1. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની અધિકૃત વેબ્સાઈટ કઈ છે?

જવાબ- ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની અધિકૃત વેબ્સાઈટ Anyror Gujarat તથા i-ORA છે.

2. 7/12 અને ૮ અ ની નકલ ઓનલાઈન મેળવવા માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ- 7/12 અને ૮ અ ની નકલ ઓનલાઈન મેળવવા માટે ઓફિસિયલ  i-ORA છે.

3.Digitally Singed ગામના નમૂના ની નકલ માટે કેટલી ચુકવવાની હોય છે?

જવાબ- Digitally Singed ગામના નમૂના ની નકલ માટે નકલ દીઠ રૂ.5 ચુકવવાના હોય છે.