EWS Certificate Gujarat | EWS ફોર્મ, આવક મર્યાદા, ડોક્યુમેન્ટસ વિગેરે માહિતી માટે અહીં ક્લિક કરો

EWS Certificate Gujarat- કેન્દ્ર સરકાર દ્વારા દેશના સામાન્ય આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જો કે અત્યાર સુધી અનામતનો લાભ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને મળતો હતો. સરકારે જાહેર કર્યા તે મુજબ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10% અનામત આપવામાં આવશે. સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને અનામત આપવાની શરૂઆત ગુજરાતમાં 2019 માં કરવામાં આવી હતી. આ આર્થિક રીતે નબળા વર્ગના લોકો EWS Certificate કઢાવી અનામતનો લાભ મેળવી શકશે.

ઈ.ડબ્લ્યુ.એસ. સર્ટિફિકેટ ગુજરાત-ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ 23 જાન્યુઆરી 2019 ના ઠરાવથી ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં આવડી લેવાય ન હોય તેવી બિન અનામત વર્ગની જાતિઓ પૈકી ના આર્થિક રીતે નબળા ભળગો માટે વધારાના 10% અનામતની નીતિ લાગુ કરવામાં આવી છે.

Full Form of EWS Certificate

EWS નું પુરુ નામ Economically Weaker Sections છે. EWS એ સરકાર દ્વારા અનામતનો લાભ મેળવવા માટે આપવામાં આવતું પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્રનો મુખ્ય ઉપયોગ અનામત વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સરકારી નોકરીઓ માટે તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સીધી ભરતી માટે થાય છે. આ પ્રમાણપત્ર દ્વારા 10% અનામત તો લાભ મેળવી શકાય છે. બિન અનામત વર્ગમાં આવતા જાતિના લોકો આ પ્રમાણપત્ર માટે નક્કી કરેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

EWS Certificate ની પાત્રતા

ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગમાં આવતા લોકોને 10% અનામતનો લાભ મળવા પાત્ર છે. પરંતુ EWS Certificate Gujarat PDF મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. જે પાત્રતા નીચે મુજબ છે.

  • જે જાતિના લોકોનો ST,SC, કે OBC વર્ગમાં સમાવેશ થતો ન હોય તેવા સામાન્ય વર્ગના લોકો EWS Certificate મેળવી શકાશે.
  • અરજદારની કૌટુંબીક વાર્ષિક આવક મર્યાદા ₹8,00,000 થી વધુ ન હોવી જોઈએ.(EWS Certificate Gujarat income limit)
  • અરજદારના પરિવાર પાસે 5 એકરથી વધુ જમીન હોવી જોઈએ નહીં.
  • અરજદારનો પરિવાર 1000 વર્ગ ફૂટ થી વધારે ક્ષેત્રફળ વાળું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
બિન અનામતની વિવિધ યોજનાઓ માટે અહી ક્લિક કરો

EWS Certificate Gujarat Documents

આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો કે વિદ્યાર્થીઓ પાત્રતા પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવાની રહેશે. અરજીની સાથે કેટલાક પુરાવાઓ/આધાર/ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જેની વિગત નીચે મુજબ છે.

  • અરજદારના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ બોનાફાઈટ સર્ટીફીકે તથા જરૂર હોય ત્યાં પિતા દાદા કાકા ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
  • રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ આધારકાર્ડ લાઈટ બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ પંચાયત મિલકત વેરો ચૂંટણી કાર્ડ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક.
  • અન્ય રાજ્યમાંથી સ્થળાંતરિત થયેલ કિસ્સામાં તારીખ 1/4/1978 પહેલાના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકર્ડ આધારિત પુરાવા રજૂ કરવાના રહેશે.
  • અરજદાર પુખ્ત વયના હોય તો તેમનું સ્વયંનું નિયત નમુનામાં સોગંદનામુ.
  • અરજદાર સગીર હોય તો તેના પિતાનું અને પિતાના હોય તો માતા તથા જો માતા-પિતા બંને ન હોય તો વાલી નું નિયત નમૂનાનું સોગંદનામું.
  • અરજદારના કુટુંબના તમામ સભ્યોની આવકના પુરાવા 1) તમામ નોકરીયા તો ના કિસ્સામાં તેમના કચેરીના વડા નું આવક અંગેનું તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર. 2) ધંધા કે વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયેલ આગળના વર્ષના ઇન્કમટેક્સ રિટર્નની નકલ.
  • અરજદારના સ્વયમ ખેતીની જમીન ધારણ કરતા હોય તો 7/12ના ઉતારા ની નકલ અને કુટુંબના અન્ય સભ્ય ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજૂ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજૂ કરવા.
  • આવક અંગેના અન્ય સ્ત્રોતોની વિગત હોય તો રજૂ કરવી.
  • ઉપયુક્ત સિવાય અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક હોય તો તે અંગેના આધારે અલગથી રજૂ કરવા.
  • સક્ષમ અધિકારીઓ કે અપીલ અધિકારીઓ જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માગી શકશે.
  • નોંધ– વિદ્યાર્થી કે ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના પુરાવા રજૂ કરવાના રહેશે.

EWS પ્રમાણપત્રની સમય મર્યાદા

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ 13/09/2019 ના ઠરાવથી આર્થિક રીતે નબળા વર્ગો માટેનો પાત્રતા પ્રમાણપત્રની માન્યતા 3 વર્ષ કરવામાં આવેલ છે. રાજુભાઈ ડોબલ આ ઠરાવની તારીખથી કરવાનો રહેશે એટલે કે હવે પછી થયેલું પ્રમાણપત્રને થયા તારીખ થી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવાનું રહેશે. આ પ્રમાણપત્ર ઇશ્યૂ થયા તારીખ થી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અરજદારના કુટુંબની આવકમાં ફેરફાર થાય તો અરજદારે તે અંગે પ્રમાણપત્ર ઇસ્યું કરનાર સમક્ષ કબુલાત કરવાની રહેશે. જો અરજદાર આ બાબતની માહિતી છુપાવશે તો તેણે કાયદેસરની કાર્યવાહીને પાત્ર બનશે અને તેના અનામતના લાભ રદ થશે.

  • EWS પ્રમાણપત્રની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો તે અંગેનો GR ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

EWS Certificate Gujarat income limit

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવથી આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રના પ્રમાણપત્ર માટે અરજદારની કૌટુંબિક આવક મર્યાદા રૂ. 8 લાખથી વધુ ના હોવી જોઈએ.1) તમામ નોકરીયા તો ના કિસ્સામાં તેમના કચેરીના વડા નું આવક અંગેનું તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર. 2) ધંધા કે વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયેલ આગળના વર્ષના ઇન્કમટેક્સ રિટર્નની નકલ.

EWS સર્ટીફીકેટ માટે અરજી કયાં કરવી

આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે ફોર્મમાં માગે મુજબની સાચી વિગતો ભરવાની રહેશે તેમ જ માગ્યા મુજબના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે. ત્યારબાદ સોગંદનામુ કરાવવાનું રહેશે. ત્યાર પછી અરજદારે ફોર્મ લઇ જે તે મામલતદાર કચેરીમાં ATVT શાખામાં જઈ ફોટો પડાવવાનો રહેશે. ત્યારબાદ તમારું પ્રમાણપત્ર એક કે બે દિવસમાં રૂબરૂ જઈ મેળવી લેવાનું રહેશે. જો શહેરી વિસ્તારના અરજદાર હોય તો મામલતદાર કચેરીમાંથી EWS નું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને જો અરજદાર ગ્રામ્ય વિસ્તારના હોય તો તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ઈ ડબ્લ્યુ એસનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

EWS સર્ટીફીકેટ ફોર્મ 

ઈ.ડબ્લ્યુ.એસ નું પ્રામાણત્ર મેળવવા માટે લાયાકાત ધરાવતા અરજદારે કે ઉમેદવારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નક્કી કરેલ નીયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ સંબધિત કચેરી માંથી વિનામુલ્યે મળશે. અને જો તમે EWS Certificate Gujarat Form Download કરવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay

Read More : કોચિંગ સહાય યોજના 2022 । Tuition Sahay Yojana 15000 RS sahay

FAQ’S

1.EWS પ્રમાણપત્ર કઢાવવા માટે આવક મર્યાદા કેટલી છે?

જવાબ-EWS પ્રમાણપત્ર કઢાવવા માટે આવક મર્યાદા 8 લાખ રૂપિયા છે.

2. EWS પ્રમાણપત્ર ની સમય મર્યાદા કેટલી છે?

જવાબ-EWS પ્રમાણપત્ર ની સમય મર્યાદા 3 વર્ષની છે.