Gyan Sadhana Scholarship 2023: જ્ઞાન સાધના સ્કોલરશીપ- ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે 90,000/- શિષ્યવૃત્તિ

Gyan Sadhana Scholarship 2023- ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશીપ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. આ સ્કોલરશીપ નું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023 24 થી શરૂ થશે. આપ સ્કોલરશીપ માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરિક્ષામાં પાસ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ હેઠળ સહાય આપવામાં આવશે. સરકાર દર વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપે છે.

રાજ્યના ધોરણ 1 થી 8 માં સરકારી કે અનુદાની પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 તથા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો 2012 હેઠળ છ થી 14 વર્ષના નબળા બાળકો તથા વંચિત જૂથના બાળકોને સ્વ નિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યા ના 25% ની મર્યાદામાં આરટીઇ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ હોય ને ધોરણ 8 સુધીનો સરળ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી હેઠળ નિયત આવક મર્યાદા હેઠળ આવતા હોય. તેવા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીનું માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવી શિક્ષણ પ્રાપ્ત કરી શકશે.

Gyan Sadhana Scholarship 2023 શું છે?

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 25000 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25 1000ની સ્કોલરશીપ આપવામાં આવશે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની ૮૦ ટકા હાજરી ના આધારે જ આ સહાય ચૂકવવામાં આવશે. સહાયની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે. ધોરણ નવ થી 12 ના અભ્યાસ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી નાપાસ થાય શિક્ષણ છોડી દે તેમજ તેની સામે કોઈ ગંભીર પગલા લેવામાં આવે તો આ યોજના હેઠળ લાભ મળતું બંધ થઈ જશે.

Gyan Sadhana Scholarship 2023 Notification Download અહી ક્લિક કરો

Point of Gyan Sadhana Scholarship 2023

આર્ટિકલનું નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 । Gyan Sadhana Scholarship
પરીક્ષાનું સંચાલન રાજ્ય પરીક્ષા બોર્ડ
સહાય ક્યા ધોરણ માટે મળવાપાત્ર છે ધોરણ 9 થી 12
સહાયની રકમ ધોરણ 
પરીક્ષા કેટલા ગુણની હોય છે?

 120 ગુણ  150 મિનિટ

ઓફિસિયલ વેબસાઇટ https://www.sebexam.org/

જ્ઞાન સાધના કસોટીની પાત્રતા

  •  સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,
                                                                            અથવા
  •  RTE ACT (આરટીઈ એકટ) ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,
  • અને ઉપર (a) અને (b)ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

જ્ઞાન સાધના કસોટી પરિણામ જાહેર

જુન માસમાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં  આવી હતી. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ જાહેર થયેલ છે.

જ્ઞાન સાધના કસોટી મળવાપાત્ર શિષ્યવૃત્તિ કેટલી?

આ શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થનાર વિધ્યાર્થીઓને મેરીટના આધારે નીચે મુજબની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે.

  • ધોરણ- 9 થી 10 ના વિધ્યાર્થીઓને વાર્ષિક રૂ. 20,000/-
  • ધોરણ- 11 થી 12 ના વિધ્યાર્થીઓને વાર્ષિક રૂ. 25,000/-
  • ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન કુલ 90,000/- વિધ્યાર્થીને મળવાપાત્ર થશે.

જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ

ક્રમ વિગત તારીખ / સમયગાળો
1 જાહેરનામું બહાર પાડવાની તારીખ 10/05/2023
2 વર્તમાનપત્રોમાં કસોટી અંગે હજેરાત પ્રસિધ્ધ થવાની તારીખ 11/05/2023
3 વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈણ ભરવાનો સમયગાળો 11/05/2023  થી 01/06/2023 
4 પરીક્ષા ફી નિ:શુલ્ક
5 પરીક્ષાની તારીખ 11/06/2023

જ્ઞાન સાધના કસોટી ફી કેટલી હોય છે?

વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે. આ ફોર્મ ભરવા માટે કોઇપણ ફી રહેશે નહી.
 

જ્ઞાન સાધના કસોટીનું માળખું 2023

આ પ્રવેશ કસોટીનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે જેમા તમામ પ્રશ્નો હેતુલક્ષી સ્વરૂપના (MCQ) રહેશે.

પ્રવેશ કસોટી (પરીક્ષા) નું માધ્યમ્ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.

કુલ પ્રશ્નો 120 સમય 150 મિનિટ ( નોધ– પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં 30 મિનિટ વધારોનો સમય આપવામાં આવશે.)

પ્રવેશ પરીક્ષામાં ક્યા વિષયના કેટલા ગુણ હોય છે? જેની વિગત વાર માહીતી નીચે મુજબ છે.

કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ
1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 40
2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 80

 

જ્ઞાન સાધના કસોટીનો અભ્યાસક્રમ 2023

  • MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.

જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

વિધ્યાર્થી મિત્રો એ આ કસોટી આપવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google Search માં https://www.sebexam.org/ સર્ચ કરો.
  • ત્યાર બાદ Apply Online પર ક્લિક કરો.
  • હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે. વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
  • જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ છેલ્લી ફોર્મ ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારો Confirm Number  Generate થશે. આ નંબર સાચવીની રાખવો.

Gujarat TAT Syllabus 2023 PDF Download | ટાટ પરીક્ષાનો સિલેબસ PDF 2023

Training Scheme For Competitive Exams | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય

અગત્યની સુચનાઓ

  • આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
  • મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
  • પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે SEB વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
  • SEB  વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.
  • ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.
  • આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
  • વિદ્યાર્થી ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે.
  • હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા SEB વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.
  • વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય. 
  • હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોડવાનો રહેશે.
  • રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ કસોટી બાબતે વિદ્યાર્થીને લાલય હૈ છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્ત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
  • અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું રહેશે.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
  • આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા 14. આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક: ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અને તા.૧૩- ૦૯-૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક-ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/૨ થી નિયત થયેલ નમૂનામા મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પૂર્વેશ સમયે રજુ કરવાનું રહેશે.
  • વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇ ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર . આર્થિક રીતે નબળા વર્ગ, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર પૈકી વિદ્યાર્થીને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશ સમયે રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીની આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ કસોટીની પાત્રતા માટે શહેરી વિસ્તાર માટે વાલીની આવક રૂ. ૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે વાલીની આવક રૂ. ૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર)] આ અગત્યની બાબત હોય પાત્રતા ધરાવતા હોય તો જ ફોર્મ ભરવા સલાહ છે. પ્રવેશ સમયે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે
  • વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
  • શિક્ષણ વિભાગના ઠરાવ મુજ્બ આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૦,૦૦૦/- અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૫,૦૦૦/-થી વધુ ફી ધરાવતી સ્વનિર્ભર શાળાની પસંદગી કરશે તો વધારાની ફી ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી/વાલીની રહેશે.
  • ધોરણ-૯ થી ૧૨ ના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી કોઈપણ ધોરણમાં નાપાસ થાય અથવા તો શાળા છોડી જાય તો આ યોજનાનો લાભ મળતો બંધ થશે.
  • રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામક્થી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

FAQ’S

1.જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર સાઈટ કઈ છે?

જવાબ-જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર સાઈટ https://www.sebexam.org/ છે.

2. Gyan Sadhana Scholarship ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે?

જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપના ફોર્મ તારીખ 11/05/2023 થી ભરાવવાના ચાલુ થશે.

3. આ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ ?

જવાબ- આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 01/06/2023 છે.

4. જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષામાં પ્રશ્નપત્ર કેટલા ગુણનું રહેશે?

જવાબ-જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષામાં પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે.