જાતિનો દાખલો કઢાવવા માટેનું ફોર્મ અને જરૂરી પુરાવા | Jati no Dakhlo Gujarat Form PDF

Jati no Dakhlo Gujarat Form PDF- ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતમાં જુદી જુદી જાતિના અને ધર્મના લોકો રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી જાતિના લોકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગ એમ વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જુદી જુદી જાતિના લોકોની ઓળખ માટે સરકાર દ્વારા નાગરિકોને Jati no Dakhalo આપવામાં આવે છે તેનાથી તેમની જાતિ ઓળખાય છે.

જાતિનું પ્રમાણપત્ર | Sc / Obc જાતિનો દાખલો ફોર્મ pdf | જાતિનો દાખલો online |Caste Certificate Gujarat Form | Jati no dakhlo Gujarat Form PDF

જાતિનો દાખલો ઉપયોગ મોટેભાગે વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન માટે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ તેમજ સરકારની વિવિધ ભરતીઓમાં અનામતનો લાભ મેળવવા માટે ઉપયોગ થાય છે. જે તે વ્યક્તિની જાતિનો ઉલ્લેખ તેના શાળાના LC માં ઉલ્લેખ કરવામાં આવે છે. તેનાથી જાતિ ઓળખાય છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટિકલમાં જાતિના દાખલા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? તેની વિગતવાર માહિતી મેળવીશું.

Cast Certificate Gujarat હેતુ | Jati no dakhlo Gujarat Form PDF

દરેક નાગરિક કે જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગમાં આવતા હોય તેવો પોતાની જાતિ અંગેનું પ્રમાણપત્ર અરજી કરીને મેળવી શકે છે. આ જાતિ પ્રમાણપત્ર વિવિધ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. જે માના કેટલાક હેતુઓ નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીઓની સરકારી સંસ્થા કે શાળામાં અનામત કોટાની સીટ પર પ્રવેશ મેળવવા માટે જાતિના દાખલો જરૂરી છે.
  • વિદ્યાર્થીને કોલેજ કે શાળાની ફી માં રાહત માટે જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે.
  • વિદ્યાર્થીઓને આપવામાં આવતી સરકારી વિવિધ શિષ્યવૃત્તિઓનો લાભ મેળવવા માટે જાતિનો દાખલો જરૂરી છે.
  • સરકારની વિવિધ યોજનાઓની સબસીડી મેળવવા માટે જાતિનું પ્રમાણત્ર આવશ્યક હોય છે.
  • ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિધાનસભા ની ચૂંટણીમાં અનામત બેઠક પર ઉમેદવારી કરવા માટે Cast Certificate આવશ્યક છે.

જાતિનો દાખલો કઢાવવા માટેની પાત્રતા/માપદંડ

Cast Certificate in Gujarat રાજ્યમાં વિવિધ જાતિના લોકો રહે છે. જો કોઈ જાતિના નાગરિક જાતિનો દાખલો મેળવવા માંગતા હોય તો નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

  • શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં (LC) જાતિનો ઉલ્લેખ હોવો જોઈએ.
  • જાતિનું પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તેવા અરજદાર છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરકાર દ્વારા જાહેર કરેલ SC,ST, OBC જાતિની યાદીમાં અરજદારની જાતિ હોવી જરૂરી છે.
  • અરજદારના કુટુંબમાંથી કોઈપણ વ્યક્તિને જાતિનો દાખલો મરેલ હોય તેમાં જાતિ દર્શાવેલ હોવી જરૂરી છે.
  • જો અરજદાર ST કેટેગરીના હોય તો તેઓના 7/12 અને નં 6 માં 73 AA ની નોધ પડેલ હોવી જોઈએ.

જાતિ નો દાખલો મેળવવા પુરાવા Jati no Dakhalo Documents List Gujarat

રાજ્યના કોઈપણ નાગરિક પોતાની જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવામાં આવતા હોય તો અરજીની સાથે કેટલાક પુરાવા રજૂ કરવાનું રહેશે. જાતિ ના દાખલા માટે અરજદાર ઓફલાઈન તેમજ ઓનલાઈન અરજી કરી શકશે. જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • આધાર કાર્ડ ની નકલ
  • રહેઠાણ અંગેનો પુરાવો, મિલ્કત/મકાનમાં ખરીદીનો દસ્તાવેજ
  • ટેલીફોન બીલ/ મોબાઈલ ફોનનું બીલ (છેલ્લા મહીનાનું)
  • ભાડા પહોંચ
  • શાળા છોડયા અંગેનો દાખલો(LC)
  • રેશનકાર્ડ
  • પેઠીનામું (તલાટી પાસેથી મેળવવું)
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • કુટુંબના કોઈ સભ્યને જાતિનો દાખલો મળ્યો હોય તો તે દાખલાની નકલ
  • ST કેટેગરીના ઉમેદવારોએ 73 AA નોંધ રજુ કરવાની રહેશે.

જાતિનો દાખલો કઢાવવા માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા

જો કોઈ અરજદાર જાતિ અંગેનું પ્રમાણપત્ર ઓફલાઈન અરજી કરીને મેળવવા માંગતા હોય તો તેની માહિતી નીચે મુજબ છે.

  • અરજદારે સૌ પ્રથમ મામલતદાર કચેરી અથવા સમાજ કલ્યાણ કચેરી માંથી જાતિના દાખલા માટેનું ફોર્મ મેળવવાની રહેશે. નીચેની લીંક પરથી તમે જાતિનું ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
    Jati no Dakhalo Form PDF Download
    Cast Certificate Form in Gujarati PDF Download
  • અરજદારે ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ભરવાની રહેશે તેમ જ ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે.
  • જાતિના દાખલા માટે પેઢીનામાની જરૂરિયાત હોય જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રીનું પેઢીનામુ બનાવવાની રહેશે.
  • અરજદારે પોતાની જાતિના ઉલ્લેખ વાળું સોગંદનામુ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજદારે મામલતદાર કચેરી A.T.V.T શાખામાં જઈ પોતાનું ડોક્યુમેન્ટ કરાવી ફોટો પડાવવાનો રહેશે.
  • ત્યારબાદ એક કે બે દિવસમાં તમારા જાતિ અંગેનું પ્રમાણપત્ર ઓફિસમાંથી રૂબરૂ મેળવી લેવાનું રહેશે.

જાતિનો દાખલો મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા Cast Certificate Online Apply Gujarat

જો કોઈ અરજદાર મામલતદાર કચેરીમાં ગયા વગર ઓનલાઈન જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તો તેઓએ નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી જાતિ ના દાખલા માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search માં Digital Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરો.
  • ત્યારબાદ અરજદારે હોમપેજ પર Login બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો પહેલા New Registration (Citizen) પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

jati no dakhalo

  • હવે તમારો મોબાઈલ નંબર ઇમેલ આઇડી પાસવર્ડ નાખી તમારા મોબાઇલ પર OTP આવશે તે OTP નાખી રજીસ્ટ્રેશન પૂરું કરવાનું રહેશે.
  • સફળતાપૂર્વક લોગીન કર્યા બાદ “Request a New Service” બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ઉપરની બાજુએ Filter Services ઓપ્શન જોવા મળશે એમાંથી Cast Certificate ઓપ્શન પસંદ કરો.
  • હવે તમને વિવિધ જાતિના પ્રમાણપત્ર નું લિસ્ટ જોવા મળશે તેમાંથી તમે જે જાતિ માટે પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમને Download Form અને Apply Online ઓપ્શન જોવા મળશે. તેમાંથી Apply Online બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં માગ્યા મુજબની વિગતો ભરવાની રહેશે તેમ જ માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • અરજી ફોર્મની સેવ કર્યા બાદ છેલ્લે ઓનલાઇન પેમેન્ટ નો ઓપ્શન જોવા મળશે તેમાંથી તમારે ઓનલાઇન પેમેન્ટની ચુકવણી કરવાની રહેશે.
  • ત્યારબાદ છેલ્લે Submit બટન પર ક્લિક કરી ફોર્મ ની સબમીટ કરવાનો રહેશે.
  • અરજી ફોર્મ માં દાખલ કરે મોબાઈલ પર તમારી ઓનલાઈન અરજીની સ્થિતિની જાણ SMS દ્વારા કરવામાં આવશે.

Jati no Dakhalo Gujarat Form PDF

જો કોઈ અરજદાર પોતાની જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓફિસમાં ગયા વગર ફોર્મની પીડીએફ મેળવવા માગતા હોય તેવા અરજદારોએ પોતાની જાતે મુજબને ફોર્મ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો

FAQ’S Jati no Dakhalo Gujarat Form PDF

1.Jati no Dakhalo online અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ- Jati no Dakhalo online અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે.

2.જાતિનો દાખલો મેળવવા માટે કેટલી ફી ચૂકવવાની હોય છે?

જવાબ- જાતિનો દાખલો મેળવવા માટે 20 રૂપિયા ફી ચૂકવવાની હોય છે.

3.જાતિ ના દાખલા નું ફોર્મ ક્યાંથી મેળવી શકાય?

જવાબ- જાતિના દાખલા અંગેનો ફોર્મ જે તે મામલતદાર કચેરી કે સમાજ કલ્યાણ ઓફિસ ખાતેથી મેળવી શકાશે.

4.જાતિના પ્રમાણપત્રની સમય મર્યાદા કેટલી હોય છે?

જવાબ- જાતિના પ્રમાણપત્ર ની સમય મર્યાદા આજીવન હોય છે જાતિનું પ્રમાણપત્ર એક જ વાર નીકળે છે.