i Khedut Smartphone Sahay Yojana | આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના 2022

i Khedut Mobile sahay online apply | ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2022 | આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના 2022 |  ikhedut Portal | Khedut Mobile Sahay Yojana | www.ikhedut.gujarat.gov.in 2022 |

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમયની સાથે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે. ખેડૂતો સરકારની યોજનાનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે સરકાર દ્વારા www.ikhedut.gujarat.gov.in  પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખેડુતો માટે વિવિધ યોજનાઓ જેવી કે પી.એમ.કિસાન યોજના, ખાતર સહાય યોજના, ખેડુત અકસ્માત વીમા યોજના બહાર પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન એટલે કે મોબાઈલ સહાય યોજના(i-khedut-smartphone-sahay-yojana) લોન્ચ કરવામાં આવી છે તેની વિગતવાર માહિતી જોઈએ.

i khedut portal mobile sahay yojana | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022 |  

આજના આ ટેક્નોલોજીના યુગમાં દરેક ક્ષેત્રમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. જેમાં કૃષિ ક્ષેત્ર પણ છે. સરકારની આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરી ને ખેતીલક્ષી વિવિધ ટેકનોલોજી જાણી શકે અને તેનો ઉપયોગ કરી પોતાની આવકમાં વધારો કરી શકશે. ખેડૂત સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી ઓન લાઈન વિવિધ વિડિયો અને ફોટોગ્રાફ્સ જોઈ ખેતીમાં તેનો અમલ કરી શકશે.

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનાની પાત્રતા

  • અરજદાર ગુજરાત રાજ્યના હોવા જોઈએ
  • ગુજરાતમાં જમીન ધરાવતા હોવા જોઇએ
  • જો ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો ફક્ત એક વાર સહાય મળવાપાત્ર છે
  •  સંયુક્ત ખાતાના કિસ્સામાં ફક્ત એ એક જ ખાતેદારને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે
  • આ યોજનામાં ફક્ત મોબાઈલ ખરીદી શકાશે. ચાર્જર, બેટરી, ઈયરફોન જેવી મોબાઈલ ની એસેસરી નો સમાવેશ થતો નથી

Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

  • રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મોબાઈલ સહાય યોજના માં મળતી સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને પહેલા 10 % સહાય મળતી હતી જે વધારીને 40% કરવામાં આવી છે.
  • 15,000/- સુધીના સ્માર્ટફોન ખરીદવા પર સહાય મળવાપાત્ર છે
  • સ્માર્ટફોનની ખરીદ કિંમત ના 40% સુધીની સહાય અથવા રૂપિયા 6,000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • દા.ત. ખેડૂત 10000 રૂપિયા સુધીનો સ્માર્ટ ફોન કરી દે તો તેની કિંમત 40% એટલે કે 4000/- રૂપિયાની સહાય મળવાપાત્ર છે. અથવા કોઈ ખેડૂત 17000/- નો સ્માર્ટફોન ખરીદે છે તો ૪૦ % લેખે 6800-/ રૂપિયા થાય પરંતુ નિયમોનુસાર રૂપિયા ૬ હજારની સહાય મળવાપાત્ર થશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે 

  • સ્માર્ટફોનની ખરીદી પર જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • આધાર કાર્ડની નકલ
  • 8 અ ની નકલ
  • કેન્સલ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઇલનો IMEI નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ

સ્માર્ટફોન યોજનાનો લાભ કઈ રીતે મેળવો

  • સૌપ્રથમ ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ તમારા તાલુકાના તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • તમારી મંજુર થયેલ અરજીની જાણ SMS / Email કે અન્ય રીતે જાણ કરવામાં આવશે.
  • લાભાર્થીએ પૂર્વ મંજૂરી ના આદેશથી 15 દિવસમાં જ સ્માર્ટફોન ની ખરીદી કરવાની રહેશે.
  • સ્માર્ટફોન ની ખરીદી કર્યા બાદ અરજી પત્રકમાં સહી કરવાની રહેશે.
  • સહી કરી અરજી પત્રક સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારી કચેરીમાં જમા કરાવવાની રહેશે.
  • અરજી સાથે સ્માર્ટફોન ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે.

Farmer Smartphone Sahay Yojana Online Apply 2022 | ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન અરજી 2022

  • સૌપ્રથમ કોમ્પ્યુટર કે મોબાઇલમાં google ઓપન કરી i khedut ટાઈપ કરો
  • https://ikhedut.gujarat.gov.in/ ઓફીસીયલ વેબસાઇટ ખોલવી.
  •  વેબસાઈટ ઓપન થયા બાદ Home Page પર યોજના પર ક્લિક કરો.

  • યોજના પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે તેમાં ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરો
  • જેમાં સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના અરજી કરો પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી સહી-સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી તથા ગ્રામસેવકને તમામ ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાની રહેશે.

Last Date for Farmer Smartphone sahay Yojana

ગુજરાતના ખેડૂતો રાજ્ય સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન ખરીદી સહાય યોજનામાં મોબાઇલ ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા તારીખ: 21/02/2022 થી 23/02/2022 સુધીની છે. ત્યારબાદ અરજી કરી શકાશે નહીં જેની નોંધ લેવી.

FAQ’S

1. i khedut Smartphone sahay yojana 2022 માં કેટલા રૂપિયા સહાય મળે છે?

ANS:-  i khedut Smartphone sahay yojana 2022 માં 6000/- રૂપિયા સહાય મળે છે.

2. khedut Mobile Sahay Yojana નો લાભ કેટલા ટકા સુધી મળે છે?

ANS:- khedut Mobile Sahay Yojana નો લાભ 40%  સુધી મળે છે.

3. ખેડુત સ્માર્ટફોન સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

ANS:- ખેડુત સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ  દ્વારા ચલાવવામાં આવે છે.