Mahila Samman Bachat Yojana: મોદી સરકારની મહિલાઓને ભેટ, બચત પર મળશે આકર્ષક વ્યાજ

Mahila Samman Bachat Yojana: મહિલા સન્માન બચત પત્ર યોજના. સરકાર દ્વારા મહિલાઓના સન્માન અને શશક્તિકરણ માટેની  MSSC મહિલા સન્માન બચત પત્ર યોજના વર્ષ 2023 થી શરૂ કરવામાં આવી છે. આ એક ડિપોઝીટ સ્કીમ છે. તેનાથી મહિલાઓ તેમની બચત ઉપર વધુ વ્યાજ મેળવી શકે અને આર્થિક રીતે સ્વનિર્ભર બને. તેમજ તેમજ અન્ય મહિલાઓ ને બચત કરવાની પ્રેરણા મળે. જો તમે તમારી બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી વધુ ફાયદો મેળવવા ઇચ્છો છો તો આ યોજના તમારા માટે વધુ ફાયદો કરાવનારી છે. તમે તમારી પત્નિ,બહેન કે દીકરીને નામે તેમજ તમારી સગીર દિકરીના નામે પણ મહિલાઓ  ખાતું ખોલાવી શકે છે. અમે અહી તમને ખાતું ક્યાં ખોલાવવું તેમજ ડિપોઝીટ કરેલ રકમનું પાકતી મુદતે કેટલું વ્યાજ મળે તેમજ ખાતું ક્યારે બંધ કરી શકાય તે તમામ માહિતી અહી આપી રહ્યા છીએ  એટલેજ આ આર્ટીકલ તમારા માટે ખાસ છે.

Mahila Samman Bachat Yojana

યોજનામહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના
ઉદેશછોકરીઓ સહિત મહિલાઓમાં રોકાણની વૃત્તિને પ્રોત્સાહન આપીને નાણાકીય સમાવેશ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવું.
સહાય2 લાખ સુધીના રોકાણ પર 7.5% વ્યાજની ચુકવણી
અરજી ઑફલાઇન
સાઈટwww.indiapost.gov.in

આકર્ષક વ્યાજ દર :

Mssc Deposit Scheme: મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ મહિલાઓને તેમણે કરેલ રૂપિયા 50000 રૂપિયા 100000 કે રૂપિયા 200000 રૂપિયા સુધી 7.5 જેટલું ઊંચું વ્યાજ  આપવામાં આવે છે.

ખાતું ખોલાવવાની પધ્ધતિ :

મહિલાઓ પોતાની બચતની રકમને MSSC યોજના અંતર્ગત FD કરાવવા સારું પોતાને નજીક હોય તેવી પોસ્ટ ઓફિસ કે  કોઈ પણ માન્ય બેંકની નજીકની શાખામાં જઈને પોતાનું ખાતું ખોલાવી શકે છે. તેમણે ખાતું ખોલાવવા જરૂર હોય તેવાં ડૉક્યુમેન્ટ  અરજી પત્રક સાથે જોડવાં પડશે સામાન્ય રીતે આ સાથે દર્શાવેલ ડૉક્યુમેન્ટ પોતાની સાથે લઈ જવાં પડશે.

  • તાજેતરના પાસપોર્ટ સાઈઝના રંગીન ફોટા
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ

ખાતું કોણ ખોલાવી શકશે

ભારતની નાગરિક હોય તેવી દરેક મહિલાઓ પોતાનું ખાતું ખોલાવી શકશે.  જેમની ઉમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. પોતાના  સગીર વયનાં બાળકો માટે માતાપિતા સાથે તેમનું જોઈન્ટ ખાતું ખોલાવી શકાય છે.

મેચ્યુરિટી પર લાભ :  મહિલાઓને તેમની 200000 રૂપિયાની ફીક્સ ડિપોઝિટ પર બે વર્ષના અંતે તેમણે મળનારું 7.5 ટકાના દર નાં હિસાબે રૂપિયા 32044 વ્યાજ અને મુદલ સાથે રૂપિયા કુલ રૂપિયા 232044 તેમને મેચયુરિટી લાભ મળશે એજ રીતે રૂપિયા એક લાખની ફિક્સ ડિપોઝિટ ઉપર રૂ 7.5 નાં વ્યાજ દર પર રૂપિયા 100000 નું વ્યાજ 16022 મળશે અને મુદલ સહિત રૂપિયા 116022 પાકતી મુદતે મળશે. એવીજ રીતે જો તમે માત્ર 50000 રૂપિયા MSSC સ્કીમ હેઠળ ડિપોઝિટ કરો છો તો તેનું બે વર્ષના અંતે 8011 વ્યાજ મળશે જ્યારે વ્યાજ મુદલ સહિત 58011 કુલ રૂપિયા તમને મળશે.

મેચ્યુરિટી પહેલાં લાભ

MSSC મહિલા સન્માન બચત યોજનામાં ફીક્સ કરેલ ડિપોઝીટ ની રકમ ખાતાધારક મેચ્યુરિટી પહેલાં એક વર્ષ પહેલાં કોઈ કારણસર મહિલા લાભાર્થીને નાણાં ની જરૂર પડેતો ચિંતા કરવાની જરૂર નથી. આ સ્કીમમાં 1 વર્ષ પછી તેની ડિપોઝિટની 40 ટકા રકમ તે ઉપાડી શકે છે.

ખાતું બંધ કરવું

MSSC Deposit Scheme :  યોજના હેઠળ ડિપોઝિટ કરનાર મહિલાનું ખાતું ખાસ કિસ્સામાં બંધ પણ કરવામાં આવે છે. જેમકે ખાતાધારક મહિલાની  ની ગંભીર માંદગીના કિસ્સામાં કે તેના મૃત્યુના કિસ્સામાં મહિલા સન્માન બચત યોજનાનું ખાતું બંધ કરાવી શકાય છે. તેમાં 2 ટકા વ્યાજ દર કાપીને  5.5 ટકાના દરે રકમની ચુકવણી કરી ખાતું બંધ કરવામાં આવે છે.

આ જુઓ:- Deposit Scheme :સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 400 દિવસની  જોરદાર એફડી સ્કીમ, મળશે બંપર વ્યાજ

મિત્રો અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને કોમેંટમાં જણાવશો.અને અમારા આવાજ બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઈટ જોતા રહેશો. આજનો આ Mahila Samman Bachat Yojana આર્ટીકલ વાંચવા બદલ આપનો આભાર