મહિલા સ્વાવલંબન યોજના 2024, નારી શક્તિના ગૌરવ અને શશક્તિકરણની યોજના  

મહિલા સ્વાવલંબન યોજના :  2024 Loan Yojana Gujarat- Mahila Swavlamban Yojana ꠰  ₹ 2 લાખ સુધીની મહિલાઓ માટેની લોન :

Mahila Swavlamban Scheme: સરકાર નારીશક્તિના ગૌરવ અને શશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે.  મહિલાઓ આત્મનિર્ભર  બને તે માટે સરકારે અનેક યોજનાઓ શરૂ  કરી છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ Ministry Of Women And Child Development મહિલાઓ ના  શશક્તિકરણની અનેક યોજનાઓ ચલાવી રહી છે. તે અંતર્ગત ગુજરાતનો  મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલા શશક્તિ કરણ વિવિધ યોજનાઓ ચલાવે છે .

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના  વહીવટ હેઠળનું  મહિલા આર્થિક વિકાસ નિગમ લી . મહિલા સ્વાવલંબન યોજના Mahila Swavlamban Yojana ચલાવે છે . આ એક મહિલાઓ માટેની મહત્વની યોજના છે. આ યોજના અંતર્ગત  મહિલાઓની જાગૃતિ માટે શિબિરો યોજે છે. તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકતા તાલીમ પણ આપે છે. મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન  અને  વેચાણ  તેમજ મહિલા કલ્યાણ મેળાઓ પણ યોજે છે.  મહિલાઓ માટેની વ્યવસાયિક તાલીમનું પણ આયોજન કરે છે . ગુજરાત સરકારનો  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા  મહિલા આર્થિક વિકાસ નિગમ ની રચના કરવામાં આવી છે . જેના દવારા મહિલાઓ પોતાનો વ્યવસાય સંભાળી શકે અને તેમના પરિવારની સુખ સમૃધ્ધિ માટે મહિલાઓ પણ યોગદાન આપી શકે. Gujarat Women Economic Development Ltd મહિલાઓને આત્મનિર્ભર બનાવવા લોનની  સહાય માટે  કામ કરતી સંસ્થા છે. જે સરકારની  જુદી જુદી લોન યોજનાઓનો  લાભ આપી મહિલા શશક્તિકરણનું કામ કરે છે.

મહિલા આર્થિક વિકાસ નિગમ :

 ગરીબી રેખા  હેઠળ નોધાયેલ અને સામાજીક પછાત વર્ગની  મહિલાઓને શશક્ત અને આત્મનિર્ભર બનાવવા મહિલા આર્થિક વિકાસની રચના કરવામાં આવેલી છે. આ નિગમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ કે જેઓ ગરીબી રેખા હેઠળ નોધાયેલ છે. તેવી  મહિલા કારીગરોને વ્યવસાયીક તાલીમ આપી  આર્થિક સહાય અને અને તેમના માલના વેચાણ માટે સહયોગ પૂરો પાડે છે. જેથી આવી મહિલાઓ પોતાના પરિવારની સુખાકારીમાં વધારો કરી ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.

મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ :

આ યોજના ગરીબી રેખા હેઠળ નોધાયેલ  આર્થિક અને સામાજીક પછાત વર્ગની મહિલાઓને વ્યવસાયની તાલીમ આપી.તેમને વ્યવસાય શરૂ કરવા રૂ. 200000 ની સહાય આપે છે. તેમજ તેમના દ્વારા ઉત્પાદિત માલનું વેચાણ કરવા મદદ પણ કરે છે. આ માટે તેમના માલનું પ્રદર્શન, મેળાઓ અને અન્ય સમાજ સેવી સંસ્થાઓની મદદ પણ લેવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજના 2024 ની પાત્રતા :

 • લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યનાં કાયમી વતની હોવાં જોઈએ .
 • લાભાર્થી મહિલા આર્થિક રીતે ગરીબી રેખા હેઠળ નોધાયેલાં હોવા જોઈએ .
 • લાભાર્થીની ઉમર 21 વર્ષ થી  50 વર્ષ સુધીની હોવી જોઈએ .
 • લાભાર્થી મહિલાઓની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ. 150000 થી વધારે ના હોવી જોઈએ. તેમજ ગ્રામીણ વિસ્તારમાં રૂ.120000 થી વધુ ના હોવી જોઈએ .

મહિલા સ્વાવલંબન યોજનાના લાભ :

આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે અથવા પોતાનો પરંપરાગત વ્યવસાય હોય તે માટે .2 લાખ સુધીની  સહાય બેંક મારફત આપવામાં આવે છે . આ યોજનામાં પ્રોજેકટ સબસીડી પ્રોજેક્ટના 15 %  અથવા રૂ.30000 એ બે માંથી જે ઓછું હોય એટલી રકમની  સબસીડી પણ આપવામાં આવે છે . 

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ધંધા રોજગારની યાદી

ગુજરાત સરકારના મહિલા અને બાલ વિકાસ વિભાગ દ્વારા નીચે દર્શાવેલ વ્યવસાયો માટે તાલીમ આપી લોન સહાય આપવા ભલામણ કરે છે. તે ઉદ્યોગ ધંધાની યાદી.

અ.નં. ઉદ્યોગનો મુખ્ય વિભાગઉદ્યોગની કુલ  સંખ્યા
1એંજિનિયરીગ ઉદ્યોગ44
2કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન37
3ટેક્સટાઇલ29
4પેપર પ્રિંન્ટિંગ અને સ્ટેશનરી ઉદ્યોગ11
5ખેત પેદાશ આધારિત ઉદ્યોગો9
6પ્લાસ્ટિક ઉદ્યોગ21
7ફરસાણ ઉદ્યોગ20
8હસ્તકળા ઉદ્યોગ16
9જંગલ પેદાસ આધારિત ઉદ્યોગ11
10ખનીજ આધારિત ઉદ્યોગ7
11ડેરી આધારિત ઉદ્યોગ2
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ6
13ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ6
14ચર્મ ઉદ્યોગ5
15અન્ય ઉદ્યોગ17
16સેવા પ્રકારના વ્યવસાય42
17વેપાર પ્રકારના ધંધાઓ24
              કુલ ઉદ્યોગ /ધંધા307

સરકારના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા  મહિલાઓને 307 પ્રકારના  ઉધોગ /ધંધા માટે બેંકોને લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે તેમજ સબસીડીનો લાભ પણ મળે છે.

તમે મહિલા આર્થિક વિકાસ નિગમની વેબ સાઇટ પરથી ઉદ્યોગ ધંધાની યાદી ડાઉનલોડ કરો.

Mahila Swavlamban Scheme લાભાર્થી માટે આપવાના જરૂરી ડૉક્યુમેન્ટ

મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા  માટે જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી :

 • રેશન કાર્ડ
 • આધાર કાર્ડ
 • આવકનો દાખલો
 • જાતિનો દાખલો
 • ઉંમરનો દાખલો
 • મશીનરી તથા માલ સામાનનું ભાવ પત્રક
 • અનુભવનું પ્રમાણપત્ર
 • અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર
 • નિયત નમૂનાનું ફોર્મ બે નકલમાં

આ જુઓ:- Business idea: ત્રણ ચાર કલાક કામ કરીને રોજ કમાઈ શકશો 15000 થી 2000 રૂપિયા બેસ્ટ છે આ બિઝનેશ

મહિલા સ્વાવલંબન યોજના વિશે વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક કરો :

તમારા જિલ્લા મથકે આવેલી

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી .

અથવા

મુખ્ય કચેરી : ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી .

ઉદ્યોગ ભવન ,સેક્ટર : 11

ગાંધીનગર

ફોન : 079 – 23230385, 23227287

ઈમેઈલ  : gwedcgnr@gmail.com