Small Business Idea: આજનો આ લેખ એવા મિત્રો માટે છે. જેઓ સારા ધંધાની શોધમાં છે. પરંતુ તેઓ ધંધો કરવા માટે નાણાંકિય રોકાણ કરી શકે તેમ નથી. અથવા નાણાકિય જોખમ ઉઠાવવા માગતા નથી. મિત્રો કોઈ પણ ધંધો નાનો નથી. પરંતુ ધંધો નાનો હોય કે મોટો તેને સફળ બનાવવા માટે સખત પરિશ્રમ,દઢ મનોબળ અને પ્રબળ ઇચ્છા શક્તિ હોવી જરૂરી છે. જે ધંધો તમે પસંદ કરો છો તે ધંધાનું જ્ઞાન અને તેમાં તમને રુચી પણ હોવી જોઈએ. હમેશાં વ્યક્તિએ પોતાના રસ રુચિ અનુસાર ધંધાની પસંદગી કરવી જોઈએ.
Small Business Idea: ઓછું રોકાણ અને ચાર કલાકનો ધંધો
અહી અમે આપને જે ધંધાની વાત કહેવાના છીએ તે માત્ર 5000 રૂપિયાથી તમે શરૂ કરી શકશો. તેમજ તેમાં તમારે કોઈ નાણાકિય જોખમ પણ ઉઠાવવાનું નથી.તેમાં કોઈ મોટું નાણાકિય રોકાણ પણ કરવાનું નથી. તમારી કુનેહ અને આવડત થી માત્ર 3 થી 4 કલાક ધંધો કરીને તમે રોજના 1500 થી 2000 રૂપિયા સુધીની કમાણી કરી શકશો. એ હિસાબે તમને મહિને નફો જ નફો ગણતરી અનુસાર 30000 થી 45000 સુધીની કમાણી કરી શકશો. તમે તમારા ધંધાને આગળ ધપાવીને કાયમી ધોરણે પણ ચાલુ રાખી શકો છો.
ધંધામાં જરૂરી સાધનો :
મિત્રો અમે વાત કરી રહ્યા છીએ જ્યુસ સેંટરની. તે માટે તમારે એક જ્યુશ મેકર ખરીદવાનું છે. તે સાથે પાણીની પવાલી અથવા ડોલ,ગરણી,ગ્લાસ વગેરે ની પણ તમારે જરૂર પડશે. તેમજ જ્યુસ માટે આમળાં, ફૂદીનો, તુલસી, દૂધી, યેલોવેરા વગેરે ખરીદવાનું છે. જે ખરીદવા વધારે નાણાંની જરૂર નહી પડે. જો મશીન અને વાસણો તમારા ઘરમાં હોય તો તમારે તે લાવવું પડશે પણ નહી.
ધંધાની શરૂઆત :
હાલ શિયાળની ઋતુ ચાલી રહી છે. શહેરોમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નિકળનાર લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે. તમારે વહેલી સવારે સૌથી વધારે લોકો જ્યાં ચાલતા હોય ત્યાં ફૂટપાથ પર શિયાળામાં આમળાં, ફૂદીનો, કૂવારપાઠું, યેલોવેરા, દૂધી વગેરેનું આરોગ્યપ્રદ જ્યુસ બનાવી વહેલી સવારે માત્ર 3 કલાક જ વેચાણ કરવાનું છે. શિયાળા ની વહેલી સવારમાં જ 100 થી 150 ગ્લાસ જ્યુસ સહેલાઈ થી વેચાઈ જાય 10 રૂપિયાના એક ગ્લાસ લેખે ગણવામાં આવે તો પણ 1000 કે 1500 રૂપિયા આસાનીથી કમાણી થઈ શકે એ રીતે ગણીએ તો માસિક 30000 થી 45000 ની આવક થાય.
મિત્રો,શિયાળા ની ઋતુમાં લોકો આરોગ્ય નો ખુબજ ખ્યાલ રાખતા હોય છે. વહેલી સવારે નરણા કોઠે જ્યુશ પીવાના અનેક ફાયદાઓ છે. વળી તૈયાર જ્યુશ મળતું હોય તો ઘરે કોણ બનાવે. તેમજ આમળાં જેવાં ફળો પણ આપણને શિયાળામાં જ મળે છે. તેવા સમયે જ્યુસ બનાવવાનો ધંધો શરૂ કરવો ખૂબ ફાયદો કરાવે છે. ત્યારબાદ તેને કાયમી ધોરણે પણ ચાલુ રાખી શકાય. કહેવત છે કે જેની શરૂઆત સારી તેનું પરિણામ પણ સારું આવે જ છે. આમ માત્ર નહિવત રોકાણમાં ઓછા સમયમાં કમાણી કરાવતો ધંધો જયુશ સેન્ટર ખોલીને કરી શકાય છે.
આ જુઓ:- Business idea: ત્રણ ચાર કલાક કામ કરીને રોજ કમાઈ શકશો 15000 થી 2000 રૂપિયા બેસ્ટ છે આ બિઝનેશ
મિત્રો,અમારો આ બિઝનેશ આઇડીયા આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર જણાવશો અને અમારા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબસાઈટ જોતા રહેશો. અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !