વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ગુજરાત 2024 ઓનલાઈન અરજી ફોર્મ – PM Vishwakarma Kaushal Samman Yojana

PM Vishwakarma Kaushal Samman Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતવર્ષ  વિશ્વક્રમા જયંતિના દિવસે  PM વિશ્વકર્મા યોજનાની  સ્થાપના  કરી છે.PM વિશ્વકર્મા યોજના વિશ્વકર્મા સમુદાયના અસંગઠિત વર્ગના પરંપરાગત વ્યવસાય કરતા લોકોની આર્થિક સુખાકારી માટે આ યોજના શરૂ કરી છે. આ યોજનાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. જે સમુદાય  પોતાના હાથ વડે  ઓજારોનો ઉપયોગ કરી વસ્તુનું ઉત્પાદન કરે છે. તેવા  વ્યવસાય કારો  જેવા કે સુથાર,લુહાર,દરજી,મોચી, વણકર,ધોબી,શિલ્પકારો,કુંભાર,માછીમારની જાળ બનાવનાર,હોડી બનાવનાર   વગેરે તમામ વર્ગોને પોતાનો પરંપરાગત વ્યવસાય શરૂ કરવા તાલીમ અને સાધન સહાય પૂરી પાડવાનો ઉદેશ ઉપરાંત બે તબક્કામાં માત્ર 5 ટકાના દરે લોન આપી. આર્થિક શશક્તિકરણની આ યોજના  લોકોની સુખાકારી વધારી સમાજમાં તેઓ સમાજમાં ગૌરવ અને સન્માન પૂર્વક જીવન જીવી શકે તે આ યોજનાનો હેતુ છે.

PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભ :

  • લાભાર્થી કારીગરને કૌશલ વિકાસ  પ્રમાણપત્ર અને ઓળખ પત્ર (આઈ કાર્ડ )આપવામાં આવશે.
  • પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સૌ પ્રથમ પાંચ થી સાત દિવસની  તાલીમ અને તાલીમ દરમ્યાન દરરોજનું રૂ 500 નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે.
  • તાલીમ બાદ કારીગરને પોતાના  ધંધા માટેનાં જરૂરી ઓજારો ટૂલ કીટ  ખરીદવા રૂ 15000 ની આર્થિક સહાય
  • લાભાર્થીને આર્થિક સહાય માટે પ્રથમ હપ્તામાં રૂ 100000 અને બીજા હપ્તામાં રૂ 200000 એમ કુલ રૂ 300000 ની લોન સહાય માત્ર 5 ટકાના દરે  
  • ડિજીટલ 100  લેવડ દેવડ માટે મહિના નાં રૂ 1 લેખે પ્રોત્સાહન સહાય
  • વિશ્વકર્મા સમુદાયના કારીગર દ્વારા ઉત્પાદિન કરેલ માલના વેચાણ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. તે માટે  વ્યાપાર મેળા,જાહેરાતો,ઈ કોમર્સ લીંક,ગુણવત્તા પ્રમાણપત્ર,બ્રાન્ડ અને પ્રચાર દ્વારા વેચાણ માટે  પ્રોત્સાહન.

PM વિશ્વકર્મા યોજના લાભાર્થીની યોગ્યતા :

  • લાભાર્થી ભારત દેશના નાગરિક હોવા જોઈએ
  • લાભાર્થી PM વિશ્વકર્મા યોજનામાં સામેલ કારીગર વર્ગ સમૂહની જાતિઓમાં તેમના વ્યવસાયનો  સમાવેશ થતો હોવો જોઈએ.
  • લાભાર્થીની  ઉમર 18 વર્ષ થી ઓછી  હોવી જોઈએ નહી.
  • PM  વિશ્વ કર્મા યોજનાનો લાભ પરિવારના ગમે તે એક સભ્યને જ મળશે.
  • લાભાર્થી પાસે જરૂરી હોય તેવાં ડૉક્યુમેન્ટ હોવા જોઈએ.
  • લાભાર્થી સરકારી નોકરી કરતા  હોવા જોઈએ નહી.
  • લાભાર્થીએ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન PMEGP,PMSVNIDHI, તેમજ મુદ્રા યોજના અંતર્ગત કોઈ પણ  યોજનનાનો લાભ લીધેલ હોવો જોઈએ નહી.

પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થી માટેનાં ડોક્યુમેંટ્સ

  • કારીગર કયા વર્ગ સમૂહના છે તે બાબતનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • પાન કાર્ડ
  • બેન્ક પાસબુક
  • શૈક્ષણિક લાયકાત  અંગેનું પ્રમાણ પત્ર
  • મોબાઈલ નંબર  વગેરે

PM Vishwakarma Kaushal Samman Yojana Application

લાભાર્થીએ સૌ પ્રથમ PM વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબ સાઈટ પર જઈ જરૂરી વિગતો ધ્યાનપૂર્વક વાંચી જવી જેથી કોઈ ભૂલ ના રહે.

  • સૌ પ્રથમ  મોબાઈલ નંબર થી આધાર વેરીફીકેશન કરવું.
  • ત્યારબાદ  કારીગર રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું.
  • હવે લાભાર્થીએ પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ  ડાઉનલોડ કરવું.
  • PM વિશ્વકર્મા યોજનાના વિવિધ લાભ માટે ઓનલાઈન ફોર્મ ભરવું.

લાભાર્થી ગ્રામ પંચાયતના વીસી, અથવા કોમન સર્વિસ સેન્ટર જઈને અથવા પોતે જાતેપણ PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે અરજી કરી શકે છે.  

આ જુઓ:- મહિલા સ્વાવલંબન યોજના 2024, નારી શક્તિના ગૌરવ અને શશક્તિકરણની યોજના  

સત્તાવાર સાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો