Unique Small Business Idea: 20000 રુપિયાનું રોકાણ અને નફો જ નફો મહિને થશે આટલી કમાણી

Unique Small Business Idea: મિત્રો, તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો. અને શું ધંધો કરવો એની મુંઝવણની સ્થિતિમાં છો. તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. અહી અમે આપને માટે પ્રકારના બિઝનેસ આઈડિયા બતાવી રહ્યા છીએ. ઓછું મૂડી રોકાણ અને પરફેક્ટ નફો આપતા બિઝનેશ આઈડિયા.

જો તમે તમારો ધંધો કોઈ પણ પ્રકારના રોકાણ વગર અને નાણાંકિય જોખમ લીધા વગર કરવાનું વિચારી રહ્યા છો. તો આ લેખ આપને ખૂબ ઉપયોગી બનશે. અમે આપને અહિયાં જે માહિતી આપી રહ્યા છીએ. તે ઓછા ખર્ચે શરૂ કરી શકાશે અને નાણાકીય જોખમ વગરનો આ રહ્યો Unique Small Business Idea.

Unique Small Business Idea

મિત્રો, ધંધો હમેશાં કમાવવા માટે હોય છે. કોઈ પણ ધંધો ક્યારેય નાનો હોતો નથી પરંતુ ધંધો કરવા માટે મક્કમ નિર્ધાર,મજબૂત મનોબળ અને પ્રબળ ઇચ્છા શક્તિ જરૂરી છે. તમે જે ધંધો કરવાનું વિચારો છો, તે ધંધો પ્રથમ તો તમને પોતાને ગમતો હોવો જોઈએ. અને કોઈ પણ  ધંધો કરતાં  તે ધંધાની તમામ બાબતોનો અભ્યાસ કરવો પણ  ખૂબ જરૂરી છે. તે માટે અનુભવી ધંધાર્થી પાસેથી માહીતી પણ તમે મેળવી શકો છો.

કાર વોશિંગ એક યુનિક બિઝનેશ છે. માત્ર 20000 રૂપિયાના ઓછા રોકાણમાં તમે કાર વોશિંગ સર્વિસ સ્ટેશન ઊભું કરી શકો છો. આ ધંધામાં ધરાક ની કોઈ કમી નથી. આજકાલ કાર વપરાશનું ચલણ ખૂબ વધ્યું છે. રોડ ઉપર આપણને ખૂબ મોટી સંખ્યામાં કાર જોવા મળે છે. ત્યારે કાર વોશિંગ સર્વિસ સ્ટેશન ની પણ મોટી જરુરીયાત રહે છે. આ માટે તમારે 15 બાય 50 ની બાંધકામ વાળી જગ્યા કે પ્લોટની જરૂર પડશે. તેમજ તમારે એક કંપ્રેશર,વેક્યુમ ક્લીનર,પાણીની અંડર ગ્રાઉંડ ટાંકી અને પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. તમારી પાસે દુકાન કે પ્લોટ નથી તો તમે શહેરના છેવાડાના વિસ્તારમાં દુકાન ભાડે મેળવીને પણ આ ધંધો કરી શકો છો. છેવાડાના વિસ્તારમાં ટ્રાફીકનો પ્રશ્ન પણ નહી નડે અને દુકાન ભાડું પણ ઓછું હશે.

કાર વોશિંગ ધંધા માં તમારે એક કરતાં વધારે માણસોની જરૂર પડશે. આ ધંધામાં નફાની વાત કરવામાં આવેતો માત્ર નફો જ નફો છે. આ ધંધામાં ચોખ્ખી કમાણી છે. એટલે નુકસાન થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સામાન્ય રીતે કાર વિશિંગ કરવાના હાલના ભાવ 250 રૂપિયા ચાલે છે. જો તમે દરરોજની માત્ર 6 જ કારનું વોશિંગ કરોતો 1500 રૂપિયા દૈનિક આવક થાય. એ હિસાબે તમને મહિને 45000 ની આવક થાય. ખર્ચ કાઢતાં તમે 30000 રૂપિયા તો સહેલાઇથી બચાવી શકો.

કાર વોશિંગ ધંધો તમારી મહેનત અને તમે ગ્રાહકને કેટલો સંતોષ આપો છો તે રીતે જ આગળ વધશે. જો તમે ગ્રાહકની કારને  ચમ ચમાતી કરી દેશો તો ગ્રાહકો વધશે. અને તમારા ધંધામાં દૈનિક વોશિંગ માટે આવતી કારની સંખ્યા વધશે, અને તમે તેમાંથી સારી કમાણી કરીને આત્મ નિર્ભર બની શકશો. મિત્રો છે ને પરફેક્ટ  બિઝનેશ આઈડિયા. તમે ભવિષ્યમાં તમારી જરુરીયાત મુજબ ઓટોમેટિક આધુનિક મશીનો પણ વસાવી શકો છો.    

આ જુઓ:- Small Business Idea: નજીવા રોકાણમાં ત્રણ ચાર કલાકનો ધંધો મહિને કરાવશે નફો જ નફો 

મિત્રો આવા અવનવા બિઝનેશ આઇડિયા વાંચવા માટે અમારી વેબ સાઈટ જોતાં રહેશો, આજનો કાર વોશિંગ બિઝનેશ આઈડિયા આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !