MYSY Scholarship 2023: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2023

MYSY Scholarship 2023:- ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓના પરિવારને આર્થિક મદદ થાય છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ કે તમામ માહિતી આર્ટીકલની અંદર જોઈશું

MYSY Scholarship 2023 | MYSY Scholarship registration | MYSY status check | Mukhyamantri Yuva Swavalamban Yojana

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ શિષ્યવૃત્તિ માટેની એક યોજના છે.રાજ્યના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે.એન્જિનિયરિંગ અથવા મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે.જો વિદ્યાર્થી 80% થી વધારે પર્સન્ટાઈલ હોય તો આ યોજના માટે અરજી કરી શકે છે.

Read More;- રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2022-23

Read More:- થ્રી વ્હીલર લોન યોજના રૂપિયા 2,50,000/- ની સહાય

Read More:- PM Kisan Yojana Beneficiary List 2023

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃતિ રૂપે આર્થિક સહાય આપવી.આ સ્કોલરશીપ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓની કેટલીક પાત્રતા પણ નક્કી કરવામાં આવી છે. શિષ્યવૃતિ નો લાભ મેળવવા માટે દર વર્ષે વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવે છે.

Overview of MYSY Scholarship 2023

યોજનાનું નામ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના
યોજનાનો લાભ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને આર્થિક મદદ
અરજી કરવાની અંત્તિમ તારીખ 31/12/2023 
Official Website https://mysy.guj.nic.in/
Registration Click Here
Login Click Here
Helpline Number 079-26566000, 7043333181 (10:30 AM to 6:00PM)

MYSY scholarship 2022-23 લાયકાતના ધોરણ

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા માટે સરકારશ્રી દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે.જેની માહિતી નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીએ ધોરણ 10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવી નિયત ડિપ્લોમા અભ્યાસ ક્રમ ના પ્રથમ વર્ષનો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ
  • ડિપ્લોમામાં અભ્યાસક્રમ ની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ કે બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષનો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ
  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ થી વધુ હોવી જોઈએ નહીં

MYSY Scholarship Documents List

  • આધાર કાર્ડ ની સપ્રમાણિત નકલ
  • ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યા ની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ
  • ડિપ્લોમા કે ડિગ્રીમાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યાનો પ્રવેશ સમિતિ નો લેટરની સપ્રમાણિત નકલ
  • ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત 
  • સેલ્ફ ડિકલેરેશન અસલમાં
  • વાલીની આવકનું પ્રમાણપત્ર
  • સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટર પેડ પર પ્રમાણપત્ર
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વપ્રમાણિત નકલ
  • બેંકમાં બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • ઇન્કમટેક્સ રિટર્નની સોપ્રમાણિત નકર અથવા આવકવેરાની પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન અસલમાં

MYSY Scholarship Documents List For Renewal Application

  • વિદ્યાર્થીના આધાર કાર્ડ ની સપ્રમાણિત નકલ
  • સંસ્થના વડા પાસેથી શિશ્યવૃતિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર(અસલમાં)
  • વિધ્યાર્થીના પ્રથમ/બીજા/ત્રીજા ( જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટ ( સેમેસ્તર સીસ્ટમ હોત તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ સ્વપ્રમાણિત
  • વિદ્યાર્થીએ અભ્યાસક્રમના પ્રથમ/બીજા/ત્રીજા ( જે લાગુ પડતું હોય તે વર્ષ) માં ફી ભર્યાની તમામ ઓઅહોંચની નકલ (સ્વપ્રમાણિત)
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વપ્રમાણિત નકલ
  • બેંકમાં બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • ઇન્કમટેક્સ રિટર્નની સોપ્રમાણિત નકર અથવા આવકવેરાની પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન અસલમાં
  • વિદ્યાર્થીઓએ તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે તથા હેલ્પ-સેન્ટર ખાતે જઈને જમા કરાવવાના હોય છે.

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay

Read more:- ઈલેક્ટ્રીક બાઈક યોજના

Read More: Tractor Sahay Yojana Gujarat | ટ્રેક્ટર સહાય યોજના

Read More:- વ્હાલી દીકરી યોજના 2023 1,10,000/- રૂપિયા સહાય

MYSY Scholarship Benefits

MYSY  યોજનામાં નીચે મુજબની સહાયની રકમ મળવા પાત્ર છે.

1. ટ્યુશન ફી સહાય

  ટ્યુશન ફી ની 50% રકમ અથવા મહત્તમ મર્યાદામાં તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવા પાત્ર થશે.

અભ્યાસક્રમ  મહત્તમ મર્યાદા 
મેડિકલ અને ડેન્ટલ રૂ. 2 લાખ
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ ,વેટેનરી રૂ. 50 હજાર
ડિપ્લોમા રૂ. 25 હજાર

બી.એ, બી.કોમ, બી.એસ.સી., બી.બી.એ., બી.સી.એ.

રૂ. 10 હજાર
   

2. સાધન પુસ્તક સહાય

ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન પુસ્તક સહાય મળવા પાત્ર છે.અભ્યાસક્રમની અવધિ દરમિયાન સાધન પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવા પાત્ર રહેશે.

અભ્યાસક્રમ મહત્તમ મર્યાદા
મેડિકલ અને ડેન્ટલ રૂ. 10 હજાર 
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ ,વેટેનરી,     ઈન્તીરીયર ડેઝાઈન, પ્લાનીંગ, હોટેલ મેનેજમેન્ટ રૂ. 5 હજાર
ડીપ્લોમા રૂ. 3 હજાર

3.રહેવા જમવા માટેની સહાય

  • પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલિકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીને 
  • જે વિદ્યાર્થીઓએ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો ન શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને
  • આ સહાય દર વર્ષે 10 મહિના માટે પ્રતિ માસ 1200/- રૂપિયા લેખે ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે
  • વર્ષે કુલ રૂપિયા 12,000/- મળવાપાત્ર છે. 

How to apply for MYSY Scholarship

  • સૌપ્રથમ ગૂગલમાં MYSY Scholarship સર્ચ કરો.
  • તેમાંથી ઓફિશિયલ વેબસાઈટ https://mysy.guj.nic.in/ પર ક્લિક કરો.
  • ત્યારબાદ હોમપેજ પર રજીસ્ટ્રેશન 2023-24 પર ક્લિક કરો જેમાંથી Fresh Registration પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન પૂરું કર્યા બાદ રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર યુઝર આઇડી અને પાસવર્ડ આવશે.
  • ત્યારબાદ નવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને User id, Password વડે લોગ ઈન કરવાનું રહેશે.
  • ત્યારબાદ ફોર્મ માં માગ્યા મુજબની તમામ માહિતી વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે
  • વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કર્યા બાદ દિન- 7 મા અરજીની પ્રિન્ટ લઈ નજીકના હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી સાથે સપ્રમાણિત દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. હેલ્પ સેન્ટર યાદી

How to renew for MYSY Scholarship

  • રીન્યુઅલ એપ્લિકેશન કરવા માટે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ https://mysy.guj.nic.in/ ઓપન કરવી.
  • ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર આવેલ યુઝર આઇડી અને પાસવર્ડ વડે રિન્યુઅલ એપ્લિકેશન માં ક્લિક કરી લોગ ઈન  કરવાનું રહેશે.
  • લોગ ઇન કરા બાદ માગ્યા મુજબની માહિતી ભરી અરજી સબમીટ કરવાની રહેશે.
  • વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કર્યા બાદ દિન- 7 મા અરજીની પ્રિન્ટ લઈ નજીકના હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી સાથે સપ્રમાણિત દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. હેલ્પ સેન્ટર યાદી

How to check MYSY Gujarat Scholarship Status?

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં અરજી કર્યા બાદ વિદ્યાર્થીએ પોતાની અરજી નું સ્ટેટસ જાણવા માટે અહીં ક્લિક કરો.

FAQ’S
  1. MYSY યોજના ની અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans- MYSY યોજના ની અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટ https://mysy.guj.nic.in/  છે

  1. MYSY યોજના ની અરજી કોલેજના કયા વર્ષમાં કરી શકાય?

Ans- MYSY યોજના ની અરજી કોલેજના 2022-23 વર્ષમાં કરી શકાય

  1. MYSY scholarship 2023-34 last date?

Ans- MYSY scholarship 2023-24 last date 31/12/2023

  1. MYSYયોજનામાં અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?

ans- MYSYયોજનામાં અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખ છે.