PMMY Yojana 2024: બિઝનેસ શરૂ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન

PMMY Yojana 2024: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  નાના અને લઘુ ઉધોગ સાહસિકો માટે એક મહત્વની PMMY યોજના શરૂ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  વર્ષ  2014 પછી અનેક મહત્વની યોજનાઓ શરૂ કરી છે . પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના  8 મી એપ્રિલ 2014 થી શરૂ કરવામાં આવી છે . નાના ઉદ્યોગ સાહસિકો માટે આ એક મહત્વની યોજના છે . આ યોજના બીન કોર્પોરેટ ક્ષેત્ર અને બીન ખેતી સિવાય નાના લઘુ ઉધોગકારોને પ્રોત્સાહન આપી નાણાકિય સહાય પુરી પાડે છે. તેનાથી  સામાજીક અને વંચિત સમુદાય ના લોકો લોન પ્રાપ્ત કરી પોતાનો ઉધોગ શરૂ કરી તેમનાં સ્વપ્નને  સાકાર કરી શકશે અને તેઓ આત્મનિર્ભર બની શકશે. તેનાથી  અનેક લોકોને રોજગારી પણ આપી શકાશે. તેમને સ્વતંત્ર  હોવાની ઓળખ કરાવનાર પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન સહાય મેળવીને પોતાનો ઉધોગ ઘંધો સરળતાથી  શરૂ કરી શકશે . મિત્રો જો તમે નાના ઉદ્યોગ સાહસિક છો અને મુદ્રા લોન લેવા ઇચ્છુક છો તો આ લેખ તમારે જરૂર વાંચવો જોઈએ.  તમને અહી ઉપયોગી માહીતી  આપવામાં આવી છે .

PMMY Yojana 2024

યોજનાનું નામ :પ્રધાનમંત્રી મુદ્રા યોજના
યોજનાની સ્થાપનાની તારીખ :8 એપ્રિલ 2014
યોજનાના હેતું :લઘુ અને નાના ઉદ્યોગકારોને લોન સહાય
યોજનાની લોનની રકમશિશુલોન : 50000 રૂપિયા સુધી કિશોર લોન : 50000 થી 500000 રૂપિયા સુધી તરુણ લોન : 500000 થી 1000000 રૂપિયા સુધી  
સત્તાવાર વેબ સાઇટmudra.org.in
હેલ્પ લાઇન નંબર1800 -180-1111, 1800-11 – 0001
અરજી ફોર્મસત્તાવાર વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરો .

પ્રધાનમંત્રી મુદ્રા લોન વિશે જાણો  

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નાના અને લઘુ ઉધોગ શરૂ કરનાર નાગરિકોને પોતાના ધંધાના વિકાસ માટે આર્થિક સહાય પુરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલ છ. જે લોકો ઉધોગ સાહસિક છે.નાના અને લઘુ ઉદ્યોગકારો જે પોતાના વ્યવસાયમાં નિપુણતા ધરાવે છે. પરંતુ આર્થિક રીતે સધ્ધર નથી. એવા નાગરિકો નાણાં ના હોવાને કારણે  પોતાનો ઉધોગ શરૂ કરી શકતા ન હતા.તેવા નાગરિકોને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા નાણાકિય સહાય ઉપલબ્ધ  થશે. તેનાથી ભારતના ઉધોગ જગતમાં વધારો થશે.અને અનેક લોકો માટે રોજગારીની નવી ઊભી થશે. આ યોજનામાં વ્યાજ દર બેકના નિયમો મુજબ અને ચુકવણી માટે પુરતો  સમયગાળો મળી રહે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની કેટેગીરી  

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY  ત્રણ શ્રેણી (સ્તર )માં ઉપલબ્ધ કરાવવામાં આવે  છે. જેમાં શિશુલોન,કિશોર લોન, અને તરુણ લોન, આ ત્રણેય શ્રેણીઓ પૈકી ઉદ્યોગકાર વ્યક્તિ પોતાના ઉધોગ માટે  નાણાકિય જરુરીયાત મુજબનો વિકલ્પ પસંદ કરી લોન મેળવવા  માટે અરજી કરી શકે છે.

  • શિશુલોન : 50000 રૂપિયા સુધી
  • કિશોર લોન : 50000 થી 500000 રૂપિયા સુધી
  • તરુણ લોન : 500000 થી 1000000 રૂપિયા સુધી

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY યોજના માં વ્યક્તિ પોતાની જરુરીયાત મુજબ કોઈ એકજ  શ્રેણીની યોજના મુજબ લોન મેળવવા અરજી કરી શકશે.

PMMY Yojana 2024 ના લાભ :

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY યોજનાનો લાભ લઈને વ્યક્તિ પોતાનો ધંધો,રોજગાર કે લઘુ અને નાના ઉધોગ શરૂ કરી શકે છે. અને પોતે આત્મનિર્ભર બની ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે.આ રહયા યોજનાના લાભ.

  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં નાના અને લઘુ ઉધોગકારો ઉધોગ શરૂ કરવા લોન લઈ શકે છે.
  • ભારતના તમામ નાગરિકો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાઅંતર્ગત અરજી કરી શકે છે.
  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ મેળવવા કોઈ ગેરંટી આપવાની રહેતી નથી.
  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ મેળવવા માટે અરજદારને કોઈ ચાર્જ ભરવો પડતો નથી.
  • આ યોજનામાં અરજદારને એક કાર્ડ મળે છે અને તેના દ્વારા તે જરૂરી ખરીદી કરી શકે છે.
  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં કોઈ સિક્યુરીટી ડીપોઝીટ આપવી પડતી નથી.
  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માં મહિલા ઉધોગકારોને વિશેષ પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
  • અનુ.જાતિ .અને અનુ.જાન .જાતિ તેમજ લઘુમતી જાતિઓને વિશેષ પ્રોત્સાહક વ્યાજ દરે લોન પુરી પાડવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાટર્મ લોન,વર્કિંગ કેપિટલ કે ઓવર ડ્રાફ્ટ ની સુવિધા પણ  ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન મેળવવા માટેની લાયકાત  :

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY યોજનાનો લાભ નાના અને લઘુ ઉદ્યોગ સાહસિકો મળે છે.જેઓ નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર 18 વર્ષથી ઓછી ઉમરના  ના હોવા જોઈએ.
  • અરજદાર કોઈ પણ બેકનો બાકીદાર ના હોવો જોઈએ.
  • લોન સહાય માટે જરૂરી તમામ ડૉક્યુમેન્ટ ધરાવતો હોવો જોઈએ.

પ્રધાનમંત્રી મુદ્રા લોન માટે અરજી કરવા જરૂરી ડૉક્યુમેન્ટ

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY યોજના  Pradhanmantri Mudra Lone Yojana માટે અરજી કરવા માટે લાભાર્થી પાસે નીચે દર્શાવ્યા મુજબના દસ્તાવેજો હોવા જરૂરી છે.

  • વ્યવસાય અંગેના આધારો
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • કાયમી રહેઠાણનો પુરાવો .
  • ઇન્કમટેક્સ રીટર્નસ  (જરૂરીહોય તેટલા વર્ષના )

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની સત્તાવાર વેબ સાઈટ પર જતાં હોમપેજ ખુલશે.
  • જેમાં લોન માટેના ત્રણ વિકલ્પો પૈકી તમારી જરુરીયાત મુજબ  શિશુલોન ,કિશોર લોન અને તરુણ લોન વિકલ્પો માંથી લોનનો  વિકલ્પ પસંદ કરો .
  • હવે અરજી ફોર્મ સિલેક્ટ કરી ડાઉનલોડ કરો  ત્યારબાદ  પ્રિન્ટ ઓબ્સન પસંદ કરી અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. અને ફોર્મ ભરવા સબંધી સૂચનાઓ અને યોજના વિશે જાણો.
  • અરજી પત્રકને સુવાચ્ય અક્ષરે ભરો .
  • ભરેલા અરજી પત્રક સાથે જોડવાના આધારો જોડો,અને નજીકની બેકમાં ભરેલું અરજી પત્રક રજૂ કરો.
  • બેન્ક દ્વારા યોગ્ય કાર્યવાહીના અંતે તમારી માગણી મુજબની લોન મંજુર કરી શકે છે.

હેલ્પ લાઇન નંબર :

1800 -180-1111

1800-11 – 0001

આ જુઓ:- વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ગુજરાત 2024 ઓનલાઈન અરજી ફોર્મ

મિત્રો ,અમે જુદાં જુદાં માધ્યમો દ્વારા મળતી માહિતી તમારા સુધી પહોચાડીએ છીએ. જેનો હેતુ માત્ર માહિતી આપવાનો નો છે. અહી લખવામાં આવતી યોજના વગેરે નો લાભ લેવા માટે જે તે વિભાગની સત્તાવાર વેબ સાઈટની મુલાકાત લેવા વિનંતી છે. અમારા આવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઈટ જોતા રહેશો. આભાર !