Reliance Foundation Scholarship 2022-23 | રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2022-23

Reliance Foundation Scholarship 2022-23:– ભારતની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેની સ્થાપના શ્રી ધીરુભાઈ અંબાણીએ કરેલ છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન શરૂ કરવામાં આવેલ છે.આ ફાઉન્ડેશન દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય કરે છે. અન્ડર ગ્રેજ્યુએટ માં 60 જેટલા અનુસ્નાતક માં 40 વિદ્યાર્થીઓને શૈક્ષણિક ખર્ચ આવરી લેવા માટે 6 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકે છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પરોપકારી પાંખ, રિલાયન્સ ફાઉન્ડેશન, નવીન અને ટકાઉ ઉકેલો દ્વારા ભારતના વિકાસ પડકારોને પહોંચી વળવા માટે ઉત્પ્રેરક ભૂમિકા ભજવવાનું લક્ષ્ય ધરાવે છે. સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશન તમામ માટે એકંદર સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન માટે પરિવર્તનકારી ફેરફારોની સુવિધા માટે સતત કામ કરી રહ્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ, શહેરી નવીનીકરણ અને કળા, સંસ્કૃતિ અને વારસા જેવા ક્ષેત્રોમાં દેશના વિકાસ પડકારોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને 53,000 થી વધુ ગામો અને કેટલાક શહેરી સ્થળોએ ભારતભરમાં 64 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શ્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ શું છે?

ભારતની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની ના સ્થાપક ધીરુભાઈ અંબાણીની 90 મી જન્મ જયંતી ના દિવસે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને આગામી 10 વર્ષમાં 50,000 શિષ્યવૃતિ આપવાની જાહેરાત કરી છે.આ શિષ્યવૃત્તિ મેળવી ગરીબ અને મધ્યમ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે.

Overviews of Reliance Foundation Scholarship 2022-23

શિષ્યવૃતિનું નામ  Reliance Foundation Scholarship
 શિષ્યવૃતિ કોણ આપે છે રિલાયન્સ ફાઉન્ડેશન
શૈક્ષણિક વર્ષ 2022-23
શિષ્યવૃતિ માટે અરજી કોણ કરી શકે ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ
શિષ્યવૃતિની રકમ  રૂપિયા 2 થી 6 લાખ 
અરજી કરવાની છેલ્લી તારીખ 14/02/2023
ઓનલાઈન અરજી કરવા  Click Here
ઓફિસિયલ વેબસાઈટ https://scholarships.reliancefoundation.org

Read More:- થ્રી વ્હીલર લોન યોજના રૂપિયા 2,50,000/- ની સહાય

Read More:- PM Kisan Yojana Beneficiary List 2023

રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિનો હેતુ

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલુ સાલે સ્નાતક  વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરેલ છે.અંડર ગ્રેજ્યુએટ કોલેજ ના શિક્ષણ માટે મેરીટ અનુરૂપ માપદંડોના આધારે આશરે 5000 હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય કરવામાં આવશે. આ શિષ્યવૃત્તિની મદદથી પરિવાર પર આર્થિક બોજો ઘટશે અને હોશિયાર વિદ્યાર્થી સારું શિક્ષણ મેળવી સશક્ત બનશે. જે આ શિષ્યવૃત્તિનો આપવાનો મુખ્ય હેતુ છે.

રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ માટેની પાત્રતા

  1. વિદ્યાર્થીએ ધોરણ 12 માં ઓછામાં ઓછા 60% સાથે પાસ કરેલું હોવું જોઈએ.
  2. વિદ્યાર્થીના પરિવારને વાર્ષિક આવક 15 લાખ કરતા ઓછી હોવી જોઈએ.જે વિદ્યાર્થીઓને પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2.5 લાખ કરતા ઓછી છે.તેઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
  3. વિદ્યાર્થી ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થા માંથી કોઈપણ પ્રવાહોમાં સ્નાતક ડિગ્રીના પ્રથમ વર્ષનો અભ્યાસ કરતો હોવો જોઈએ.
  4. આ શિષ્યવૃત્તિ ફક્ત ભારતના નાગરિકોને જ મળવાપાત્ર છે.

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay

Read more:- ઈલેક્ટ્રીક બાઈક યોજના

Read More: Tractor Sahay Yojana Gujarat | ટ્રેક્ટર સહાય યોજના

Read More:- વ્હાલી દીકરી યોજના 2023 1,10,000/- રૂપિયા સહાય

Under Graduation Scholarship Documents List

  • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • વિદ્યાર્થીનું સરનામું
  • વિદ્યાર્થીના ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ
  • વિદ્યાર્થીના કુટુંબના આવકનો દાખલો
  • જો વિદ્યાર્થી વિકલાંગ હોય તો વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર.(જો લાગુ પડતુ હોય તો )
  • વિદ્યાર્થી જે કોલેજ/ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતો હોય ત્યાંનું બોનાફાઇટ પ્રમાણપત્ર અથવા વિદ્યાર્થીનું આઈકાર્ડ

Postgraduation Scholarship Documents List

  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • સરનામાનો પુરાવો
  • વર્તમાન બાયોડેટા (Resume)
  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ
  • ગેટ(GATE) પ્રવેશ પરીક્ષા ની માર્કશીટ (જો હોય તો)
  • ગ્રેજ્યુએશન ડિગ્રીની ઓફિસિયલ ટ્રાન્સસ્ક્રીપ્ટ કે માર્કશીટ વિદ્યાર્થી જે કોલેજ કે ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા હોય તેનું બોનાફાઇડ પ્રમાણપત્ર કે વિદ્યાર્થીનું આઈકાર્ડ
  • સંદર્ભપત્રો 2:- 1. શૈક્ષણિક 2. ચરિત્ર નિબંધ
  • નિબંધ 2: 1. વ્યક્તિગત નિવેદન 2. હેતુનું નિવેદન
  • અનુભવનું પ્રમાણપત્ર કાર્ય નો અનુભવ/ ઇન્ટરશીપ કાર્ય નો અનુભવ/ (જો લાગુ હોય તો)
  • વિકલાંગતા ના કિસ્સામાં વિકલાંગતા નું પ્રમાણપત્ર (લાગુ હોય તો)

રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિની રકમ

  • ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીને રૂપિયા 2,00,000/-
  • પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીને 6,00,000/-

Important Notes (મહત્વના મુદ્દાઓ)

  1. ઓનલાઇન અરજી કરનાર તમામે ઓનલાઈન એપટીવી ટેસ્ટ પૂર્ણ કરવો જરૂરી છે આ અરજીનો જ એક ભાગ છે.
  2. ઉમેદવાર ઓનલાઇન અરજી સબમિટ કરશે ત્યાર પછી અરજીમાં દર્શાવેલ ઇમેલ પર પરીક્ષાની તારીખ સમય અને સિસ્ટમ વેરિફિકેશન માટેની સૂચનાઓ નો કન્ફર્મેશન ઇમેલ મોકલવામાં આવશે.
  3. અરજદારોને અંતિમ પરીક્ષાની અનન્ય લિંક સાથેનો ઇમેઇલ અને અંતિમ પરીક્ષાના એક અઠવાડિયા પહેલા પ્રેક્ટિસ ટેસ્ટ (વૈકલ્પિક પરંતુ ભલામણ કરવામાં આવેલી) કરવા માટે એક લિંક મળશે.)
  4. જ્યારે તમે યોગ્યતા ટેસ્ટ પૂર્ણ કર્યું હોય ત્યારે જ એપ્લિકેશનો પૂર્ણ માનવામાં આવશે. એકવાર ટેસ્ટ સબમિટ થયા પછી સ્કોર્સ સીધા રિલાયન્સ ફાઉન્ડેશનને મોકલવામાં આવશે. અરજદારોને તેમના સ્કોર્સ વિશે સૂચિત કરવામાં આવશે નહીં.

How to Apply Online for Reliance Foundation Scholarship

  1. સૌપ્રથમ ગૂગલમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ માટે ઓફિશિયલ વેબસાઈટ buddy4study.com સર્ચ કરો.
  2. હવે હોમપેજ પર Apply Now પર ક્લિક કરો.
  3. ત્યારબાદ જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ છે તો Login  કરો.
  4. રજીસ્ટેશન નથી તો તમે ઇમેલ /મોબાઈલ કે google આઈડી નો ઉપયોગ કરે Login કરી શકશો.
  5. લોગીન થઈ ગયા બાદ હોમ પીસ પર અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ નો વિકલ્પ પસંદ કરો.

રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2022-23

  1. ત્યારબાદ છેલ્લે પેજ પર પાત્રતા માપદંડ પર ક્લિક કરો.
  2. હવે તમને એક પ્રશ્નાવલી ખુલશે તેને ભરો ત્યારબાદ કેપ્ચા કોડ નાખી છેલ્લે બટન પર ક્લિક કરો.
  3. જો તમે પાત્રતાના માપદંડ પૂર્ણ કરો છો તો તમને રિલાયન્સ ફાઉન્ડેશનના દ્વારા તમને લોગીન આઈડી પાસવર્ડ તેમજ એપ્લિકેશન માટે લિંક તમારા ઈમેલ પર મોકલવામાં આવશે.
  4. ઈમેલમાં આપેલ સૂચનાઓ વાંચી વિદ્યાર્થીએ અરજી કરવાની રહેશે.

FAQ’S of Reliance Foundation Scholarship 2022-23

1.રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ માટે અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

ANS- રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ માટે ઓફિશિયલ વેબસાઈટ buddy4study.com છે.

2. આ શિષ્યવૃતિની રકમ વિદ્યાર્થીઓને કઈ રીતે ચુકવવામાં આવે છે?

ANS: આ શિષ્યવૃતિની રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતા ડાઇરેક્ટ જમા કરવામાં આવે છે.

3. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ  ગ્રેજ્યુએશન વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃતિ આપવામાં આવે છે?

ANS- રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ  ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીને રૂપિયા 2 લાખ શિષ્યવૃતિ આપવામાં આવે છે.

4. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃતિ આપવામાં આવે છે?

ANS- રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીને રૂપિયા 6 લાખ શિષ્યવૃતિ આપવામાં આવે છે.