SBI E-Mudra Loan: નવો ધંધો શરુ કરવા માટે 50 હજાર થી 10 લાખ સુધીની લોન મળશે

SBI E-Mudra Loan-ભારત એક વિકાસશીલ દેશ છે દેશમાં લોકોને નવા ધંધા વેપાર શરૂ કરવા માટે લોન ની જરૂર પડે છે. પરંતુ ઘણીવાર લોન મેળવવામાં બહુ જ મુશ્કેલી પડતી હોય છે. તે ધ્યાને લઇ માનનીય વડાપ્રધાન દ્વારા મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી છે. મુદ્રા લોન યોજના ને MSME હેઠળ આવરી લેવામાં આવે છે. નવા ધંધાના સ્ટાર્ટઅપ માટે આ યોજના હેઠળ ઓછા વ્યાજે લોન આપવામાં આવશે. યોજનાનો લાભ મેળવી લોકો નવા ધંધા વેપાર ચાલુ કરશે જેના થકી લોકોને રોજગારી પુરી પાડશે.
મુદ્રા લોન યોજના માન. વડાપ્રધાન દ્વારા 8 એપ્રિલ 2015 ના રોજ શરૂ કરવામાં આવી છે. SBI ઈ મુદ્રા લોન માઈક્રો સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) એટલે કે નાના અને મધ્ય વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે. મુદ્રા લોન હેઠળ નવા ધંધા વ્યાપાર ચાલુ કરવા માટે 50 હજાર રૂપિયાથી લઇ 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ભારતીય સ્ટેટ બેન્કમાં તમારું સેવિંગ કરન્ટ ખાતું હોય તો તમે આ યોજના હેઠળ ઈ મુદ્રા લોન હેઠળ લોન મેળવી શકો છો.

Highlight Point of SBI e-Mudra Loan 

આર્ટિકલનું નામ SBI e-Mudra Loan Yojana  ઈ-મુદ્રા લોન યોજના
યોજનાની શરૂઆત ક્યારે થઈ ?  8 એપ્રિલ 2015 થી
યોજના કોના દ્વારા યોજનાની શરુઆત થઈ?  દેશના વડાપ્રધાન દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે.
યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં નાના પાયાના ધંધા,કંપનીઓ, જુદા જુદા એકમો શરુ કરવા માટે લોન આપવી
કેટલી લોન મળવાપાત્ર છે? રૂ.50,000/- થી 10,00,000/- સુધીની લોન
ઓફિસિયલ વેબસાઈટ https://www.mudra.org.in/
લોન માટે ઓનલાઈન અરજી કરવા https://emudra.sbi.co.in:8044/emudra/basic-details
Toll Free Number 1800 180 1111 / 1800 11 0001

SBI E mudra Loan Documents List | SBI ઈ મુદ્રા લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ


દેશના જે નાગરિકો નાનો વ્યાપાર ધંધો શરૂ કરવામાં આવતાં હોય તેવા નાગરિકોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી એ મુદ્રા લોન મળે છે. આ લોન મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે જેમાં 50,000 સુધીની લોન મેળવવા કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • અરજદારનું આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • જે જાતિના હોય તેનું પ્રમાણપત્ર
  • SBI Bank માં Saving Account કે Current Account નંબર, IFSC code તથા બેંક બ્રાંચની અન્ય વિગતો
  • GSTN Number દુકાન કે વ્યવસાય ના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ

How to Online Apply SBI E-Mudra Loan ? ઈ મુદ્રા લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.


જે નાગરિકો નવા વ્યવસાય ધંધો શરૂ કરવા માટે એ મુદ્રા લોન લેવા માગતા હોય તેમને ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા 50000 સુધીની એ મુદ્રા લોન આપવામાં આવે છે. આ લોન માટે અરજદારે એસબીઆઇની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે ગ્રાહકોનો ખાતો sbi બેન્ક માં ઓછામાં ઓછા છ મહિના જૂનું હોવું જોઈએ.

  • સૌપ્રથમ તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં google માં SBI e Mudra સર્ચ કરો.
  • સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://emudra.sbi.co.in:8044/emudra/basic-details પર ક્લિક કરો.

SBI E Mudra Loan

  • હવે અરજદારે આધાર કાર્ડ દ્વારા E KYC કરાવવાનું રહેશે. પોતાનો આધારકાર્ડ તેમજ મોબાઇલ નંબર નાખી ઈ કેવાયસી અને ઈ સાઇન ને આધારે OTP વેરિફિકેશન કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ ઓનલાઈન ફોર્મ માગે મુજબની તમામ માહિતી ફરજિયાત ભરવાની રહેશે.
  • ત્યારબાદ બેંક દ્વારા ફરજાની એસએમએસ મોકલવામાં આવશે જે ઈ મુદ્રા પોર્ટલ પર તેને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવ્યું છે.
  • અરજદારના મોબાઈલ નંબર પર લોનની મંજૂર થયા અંગેનો મેસેજ પ્રાપ્ત થશે ત્યાર પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

SBI e-Mudra Loan Helpline Number and Address

  • Mudra Office Address- SWAVALAMBAN BHAVAN, C-11, G-BLOCK, BANDRA KURLA COMPLEX, BANDRA EAST, MUMBAI – 400 051
  • SBI Helpline- 1800 11 2211 , 1800 425 3800 , 080-26599990
  • Mudra Helpline-1800 180 1111 / 1800 11 0001

FAQ’S

1.MUDRA નું પુરુ નામ શું છે?

જવાબ-  Micro Units Development & Refinance Agency છે.

2. મુદ્રા લોનમાં કેટલી લોન મળવાપાત્ર છે?

જવાબ- મુદ્રા લોનમાં 50,000/- થી 10,00,000/- લાખ સુધીની મળવાપાત્ર છે.

3. લોનની સુકવણી કેટલા સમયમાં કરવાની રહેશે?

જવાબ- લોનની ચુકવણી સામાન્ય મુદત 12 થી 60 મહીનાની હોય છે,