આભા કાર્ડ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? । How to ABHA Card Registration

ABHA Card Registration-આયુષ્માન ભારત ડિજિટલ મિશન ની શરૂઆત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ આરોગ્ય વિભાગને પણ ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ સાંકળી લેવામાં આવી છે. દેશના તમામ નાગરિકોને ડિજિટલ દ્વારા વિવિધ સુવિધાઓ પહોંચાડવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે જેનાથી ઓછા સમયમાં લોકોનું કામ સરળ રીતે થઈ શકે છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન 2023 હેઠળ દેશના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી હવે ડિજિટલ માધ્યમ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જેનાથી ભવિષ્યમાં નાગરિક પોતાની સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ જાણકારી મેળવી શકશે.

ABHA Card | Abha Card Download | Abha Card Benefits | ABHA Card Registration |  આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? । આભાકાર્ડના ફાયદા । આભા કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? 

આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ દ્વારા દેશના તમામ નાગરિકોને પોતાનો તબીબી અહેવાલ સાચવી રાખવાનો મુશ્કેલ રહેશે. તબીબી અહેવાલો હવે ડિજિટલ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં તમારી બીમારીનો રેકર્ડ પરથી જ તમારું નિદાન કરવું સરળ રહેશે. આ એક ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તમામ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ડિજિટલ માધ્યમથી સેવ કરવામાં આવશે. તેને ધ્યાન માં રાખી કેન્દ્ર સરકાર દ્વારા ABHA  Card શરૂ કરવામાં આવ્યું છે. જેને બીજા શબ્દમાં Digital Health ID Card તરીકે ઓળખવામાં આવે છે.

આભા કાર્ડ શું છે?

Ayushaman Bharat Health Card કેન્દ્ર સરકાર દ્વારા ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આવે છે. આ યોજના હેઠળ લોકોને એક યુનિક હેલ્થ આઈડી આપવામાં આવશે. આભાર હેલ્થ કાર્ડ દ્વારા નાગરિકોની બીમારીનો ઇતિહાસ રિપોર્ટ, ડોક્ટરના રિપોર્ટ અગાઉ લીધેલ સારવાર ની વિગત વગેરે ડિજિટલ સર્વિસ સંગ્રહ થશે ભવિષ્યમાં આ ડોક્યુમેન્ટ્સ ના આધારે આરોગ્યની સારવાર માટે મદદરૂપ રહેશે.

Point of ABHA Card 

આર્ટિકલનું નામ આભા કાર્ડ (ABHA Card)
કોના દ્વારા શરૂ કરવામાં આવી Ministry of health and Family Welfare
યોજનાનું નામ  આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ એકાઉન્ટ કાર્ડ
અરજી ફી કેટલી   નિશુલ્ક(મફ્ત)
ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ/ ડ્રાઈવિંગ લાઇસન્સ/પાનકાર્ડ
ABHA એપ્લિકેશન  અહીં ક્લિક કરો
Official website https://healthid.ndhm.gov.in/

ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત કેન્દ્રીય શ્વાસ મંત્રી દ્વારા માહિતી આપેલ તે મુજબ અત્યાર સુધીમાં આશરે 22 કરોડ ABHA Health ID Card નાગરિકોએ બનાવ્યા છે. પ્રિય વાચક મિત્રો જો તમે આ કાર્ડ બનાવેલ ના હોત તો તમે બનાવડાવી દેજો. ABHA Card એક ડિજિટલ એકાઉન્ટ છે. આ એકાઉન્ટમાં વ્યક્તિ દ્વારા લીધેલ સારવાર તબીબી રિપોર્ટ વ્યક્તિના રોગ વિગેરે માહિતી સચવાશે. તેના આધારે વ્યક્તિની ભવિષ્યમાં બીમારના સમયે ભૂતકાળની માહિતી પરથી તેની સારવાર કરવી સરળ બનશે.

What is Digital Health Account? ડિજીટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત 27મી સપ્ટેમ્બર 2021 ના રોજ કરવામાં આવેલ છે. આ મિશન હેઠળ નાગરિકોને ABHA Card આપવામાં આવશે. આ કાર્ડમાં અંદર 14 અંકોનો નંબર આવશે. આ એક નાગરિકના સ્વાસ્થ ખાતા ની જેમ કામ કરશે જેને મોબાઈલ એપ દ્વારા પણ જોઈ શકાશે. ડિજિટલ હેલ્થ એકાઉન્ટ સૌથી મોટો ફાયદો નાગરિકના તમામ જુના મેડિકલ હિસ્ટ્રી અને રિપોર્ટ ડિજિટલ માધ્યમથી સ્ટોર કરવામાં આવશે તેમજ તેને ગમે ત્યારે એકસેસ કરી શકાશે.

આભા કાર્ડના ફાયદા ABHA Card benefit in Gujarati

આભા કાર્ડ ના ફાયદા ઘણા બધા છે જેની વિગત નીચે મુજબ છે.

  • આ કાર્ડમાં આયુષ્માન સારવાર હેઠળ મળતી વિવિધ સુવિધાઓ પણ માન્ય છે જેમ કે યોગ આયુર્વેદ નેચરલ થેરાપી ઉપયોગથી યુનાની સારવારનો પણ સમાવેશ થાય છે.
  • આભા કાર્ડ સંપૂર્ણ ખાનગી કાર્ડ રહેશે. વ્યક્તિ પોતાની ઈચ્છા વગર બીજા કોઈને માહિતી આપી શકશે નહીં.
  • આ કાર્ડ ની મદદથી વ્યક્તિ પોતાની તબીબી માહિતી જેમકે ડોક્ટરના રિપોર્ટ નિદાન દવા વગેરેની માહિતી સરળતાથી મેળવી શકશે.
  • આભા કાર્ડના માધ્યમથી વ્યક્તિ પોતાની તબીબી માહિતી ડિજિટલ સ્વરૂપે સેવ કરી શકશે તેમજ આ માહિતીનો ઉપયોગ દ્વારા તેની સારવાર સરળ બનશે.
  • આ કાર્ડ માં ભૂતકાળની બીમારીની તમામ માહિતી ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક સારવાર ઝડપથી શરૂ થઈ શકશે જેનાથી વ્યક્તિનું જીવન બચી શકશે તેમજ સારવારમાં આવતી વિલંમ દૂર થશે.
  • Abha Health ID દ્વારા વ્યક્તિ પોતાની તબીબી વિગત ડોક્ટર સાથે શેર કરી ડોક્ટર ને અભિપ્રાય મેળવી સારવાર મેળવી શકશે.
  • આભાકાર્ડ દ્વારા તબીબી સમય વીમા કંપનીઓ પાસેથી ચુકવવામાં આવે વિમાની રકમનો પણ રેકોર્ડ ઉપલબ્ધ રહેશે.
  • દેશના તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો ને આવા કાર્ડ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આધાર કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ

તમામ નાગરિકો આભા બનાવી શકે છે. આભા કાર્ડ બનાવવા માટે તમારે નીચે મુજબ ડોક્યુમેન્ટ જરૂર પડશે. પરંતુ નીચેના ડોક્યુમેન્ટમાં કોઈપણ ડોક્યુમેન્ટસ રૂબરૂ સબમીટ કરવાના હોતા નથી.

  • મોબાઈલ નંબર
  • આધાર નંબર
  • પાનકાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર (માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)
આ પણ વાંચો-

ડ્રાઇવિંગ લાઈસન્સ દ્વારા આભા કાર્ડ કેવી રીતે બનાવવું

જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોય તો તેનો ઉપયોગ કરીને પણ આભાર બનાવી શકશો છો. જેમાં તમારે abdm.gov.in પોર્ટલ ખોલ્યા બાદ હોમ પેજ પર Create ABHA Number પર ક્લિક કરી કાર્ડની નોંધણી કરાવી આભા નંબર મેળવી શકો છો. ત્યારબાદ તમારા નજીક ના abdm  સુવિધા કેન્દ્રમાં જઈ ડ્રાઇવિંગ લાઇસન્સ રૂબરૂ ચકાસવી તમારું આભાર મેળવી શકો છો.

આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર (હેલ્થ કાર્ડ ID) કેવી રીતે બનાવી શકાય?

મિત્રો તમે પણ આભા કાર્ડ બનાવવા માંગતા હોય તો ઓનલાઈન અરજી નીચે મુજબના સ્ટેપસ ફોલો કરીને અરજી કરી શકશે.

  • સૌ પ્રથમ Google Search માં https://healthid.ndhm.gov.in/  ઓપન કરો.
  • વેબસાઈટ ઓપન થયા બાદ હોમપેજ પર Create ABHA Number ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.

આભા કાર્ડ

  • ત્યાર બાદ તમને 2 ઓપ્શન જોવા મળશે. 1 Using Aadhaar 2. Using Driving Licence  તેમાંથી તમે જે ડોક્યુમન્ટસના આધારે આભા કાર્ડ બનાવવા માગતા હોય તેના પ ક્લિક કરો.

ABHA Card Registration

  • હવે માગ્યા મુજબની માહિતી ભરો. ત્યાર બાદ તમારું આભા કાર્ડ તૈયાર થશે.
  • ABHA મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આભા કાર્ડ બનાવી શકશો. તેના માટે એપ્લિકેશન ડાઉનલોડ કારવી પડશે.
  • તમે વિવિધ આરોગ્ય કેન્દ્રો ઓનલાઈન નોંધણી માટે સુવિધાઓ સહાય પ્રદાન કરી શકે છે. ત્યાથી તમે આભા કાર્ડ બનાવી શકો છો.
  • Paytm જેવી અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા પણ આભા કાર્ડ બનાવી શકાશે. 

Helpline Number

Email Id- ndhm@nha.gov.in
Toll-Free Number- 1800114477
Address – National Health Authority 9th Floor, Tower-l, Jeevan Bharati Building, Connaught Place, New Delhi – 110 001

FAQ’S

1.આભા કાર્ડ બનાવવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટસ દ્વારા બનાવી શકાય?

જવાબ-.આભા કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ તથા ડ્રાઈવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટસ દ્વારા બનાવી શકાય.

2. આભા કાર્ડનું પુરુ નામ શું છે?

જવાબ- આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે. Ayushman Bharat Health Account (ABHA)

3.ABHA Health ID Card એકાઉન્ટ શું છે?

જવાબ- આભા હેલ્થ કાર્ડ નાગરિકોના સ્વાસ્થ્ય નો રેકોર્ડ ડીજીટલ સ્વરૂપે ઓનલાઈન સ્ટોરેજ કરવામાં આવશે. જેમાં વ્યક્તિની બીમારી, લીધેલ સારવાર, હોસ્પિટલનો રેકોર્ડ, દવાની વિગત વિગેરે આભા એકાઉન્ટમાં સેવ થશે.