શ્રી વાજપાઈ બેંકેબલ યોજના 2023 | Shri Vajpayee Bankable Yojana In Gujarati, Loan Yojana In Gujarat

Shri Vajpayee Bankable Yojana 2023:- ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. Shri Vajpayee Bankable yojana 2023 પણ આ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાની મદદથી રાજ્યના પુરુષો અને મહિલાઓ ધંધો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. તેમજ લોનની રકમ પર સબસીડી આપી આર્થિક મદદ કરવામાંંઆવે છે. જેથી ધંધો કરવા ઇચ્છતા લોકો લોનની મદદથી સરળતાથી ધંધો વ્યવસાય છલુ કરી શકશે. તેમજ તેઓ આત્મનિર્ભર બનશે અને સ્વરોજગાર મેળવી શકશે. આ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2023 । Shri Vajpayee Bankable Loan Subsidy 2023 | Vajpayee Bankable Yojana Online Apply 2023 | Shree Vajpayee Bankable yojana in Gujarati 

વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ ।Shri Vajpayee Bankable Yojana 2023 Purpose

Vajpayee Bankable Yojana દ્વારા શિક્ષિત બેરોજગારોને પોતે આત્મનિર્ભ બની તે માટે ધંધાની શરૂઆત કરવા રાજ્ય સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકો પણ પોતાનું સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી શકશે. તેમજ બીજા લોકોને રોજગારી અપી શકશે. આ યોજના ની વિગતવાર માહિતી આ આર્ટિકલ ની અંદર જોઈશું. પ્રિય મિત્રો વિવિધ યોજનાઓ અને સરકારી જોબ ની માહિતી માટે આપણી આ વેબસાઈટ નિયમિત જોતા રહેજો.

શ્રી વાજપાઇ બેંકેબલ લોન(Loan) યોજના 2023 Highlight

યોજનાનું નામ Shree Vajpayee Bankable Yojana 2023 (Loan Yojana)
ભાષા ગુજરાતી અને English
મુખ્ય હેતુ નવો વ્યયસાય, ધંધો કે ઉદ્યોગ શરુ કરવા માટે સબસીડી સાથે લોન આપી પ્રોત્સાહિત કરવા
લાભાર્થી ગુજરાત રાજ્યના તમામ જ્ઞાતિના લોકોને લાભ મળવાપાત્ર છે
લોનની રકમ 8 લાખ સુધીની લોન આપવામાં આવશે
લોન પર સબસીડી 60,000/- થી 1,25,000/- રૂપિયા સુધી સબસીડી મળવાપાત્ર રેહશે
Official Website http://www.cottage.gujarat.gov.in/Eng/HomeGuj
Apply Online https://blp.gujarat.gov.in/header_home.php

વાજપેયી બેંકેબલ યોજના શું છે? What is Vajpayee Bankable Yojana?

વાજપેયી બેંકેબલ યોજના એ નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે 8 લાખ રૂપિયા સુધીની લોન આપ્વામાં આવે છે. તેમજ લોનની રકમ પર 40 % સબસીડી આપવામાં આવે છે. આ સબસીડીથી ન્યુ સ્ટાટપ કરવા માટે લોકો પ્રોત્સાહિત થશે. કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2023ની પાત્રતા

 1. લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી 65 વર્ષ ની હોવી જોઈએ.
 2. લાભાર્થી ગુજરાત રાજયાના નાગરિક હોવો જોઈએ.
 3. ઓછામાં ઓછું ધોરણ 4 સુધી અભ્યાસ લાભાર્થીએ કરેલો હોવો જોઈએ.
 4. એક સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી લાભાર્થીએ 1 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
 5. અરજદારે પોતે વારસાગત કારીગરો હોય તો પણ આ યોજનાનો લાભ પણ મેળવી શકે છે.
 6. આ યોજનામાં લાભાર્થીને રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક, જાહેર સેક્ટરની બેંક, ખાનગી બેંક મારફતે લોન પેટે ધિરાણ મળવા પાત્ર થશે.
 7. 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ  લાભાર્થી ધરાવતા હોવા જોઈએ.
 8. આ યોજનાનો લાભ એક વ્યક્તિને ફક્ત એક જ વખત મળવા પાત્ર છે.
 9. જો કોઈ લાભાર્થીએ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ પહેલા લીધેલ હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં.

Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

Documents Required for Vajpayee Bankable Yojana | વાજપેયી બેંકેબલ યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ

ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે.

 1. આધાર કાર્ડ
 2. ચૂંટણી કાર્ડ
 3. શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC)
 4. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 5.  જન્મ નો દાખલો કે પ્રમાણપત્ર
 6. શૈક્ષણિક લાયકાત માટે છેલ્લી માર્કશીટ
 7. લાભાર્થી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ નો હોય તો તે અંગેનું જાતિ પ્રમાણપત્ર
 8. જો દિવ્યાંગ લાભાર્થી હોય તો 40% કે તેથી વધુ દિવ્યાંકતાની ટકાવારી વારો સિવિલ સર્જન કે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
 9. અરજદાર એ મેળવેલ તાલીમ કે અનુભવનું પ્રમાણપત્ર
 10. જે જગ્યાએ ધંધો કરવાનો હોય તે સ્થળનો આધાર પુરાવો ભાડા કે ભાડા ચિઠ્ઠી કે મકાનની વેરા પાવતી
 11. જો અરજદાર ભાડાના સ્તર પર વીજળીનો વપરાશ કરવાનો હોય તો તે મકાનનો લાઈટ બિલ અને મકાન માલિકની સંમતિનુ પત્રક

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2023 ધિરાણની મર્યાદા

કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગાંધીનગર દ્વારા શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત વિવિધ  સેવા, વેપાર, ઉદ્યોગ ક્ષેત્રો માટે લોનની મર્યાદા નક્કી કરેલ છે. આ લોનની મર્યાદા કયા ક્ષેત્રમાં કેટલી છે. તે માહિતી નીચે મુજબ છે.
ક્ષેત્ર લોનની (ધીરાણની) મર્યાદા 
સેવા ક્ષેત્ર માટે (Service Sector) મહત્તમ 8 લાખની મર્યાદામાં
વેપાર ક્ષેત્ર માટે (Business Sector) મહત્તમ 8 લાખની મર્યાદામાં
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) મહત્તમ 8 લાખની મર્યાદામાં
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check

Subsidy of Vajpayee Bankable Yojana 2023

ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં Vajpayee bankable Yojana Subsidy અંતર્ગત લોન આપવામાં આવે છે. આ લોન જાતિ મુજબ અલગ અલગ  કેટલી સબસીડી આપવામાં આવે છે. તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
નોંધ- શ્રી વાજભાઈ બેન્કેબલ યોજના નો લાભ દિવ્યાંગ લાભાર્થીઓને મળતો હોય તેવા કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે 1,25,000/- રૂપિયા સબસીડી મળવા પાત્ર રહેશે.
વિસ્તારનુ નામ સામન્ય જ્ઞાતિ (General) અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ
ગ્રામ્ય 25% 40%
શહેરી 20% 30%

 

Vajpayee Bankable Yojana 2023 ક્ષેત્ર મુજબ સબસીડી

ક્રમ ક્ષેત્રનું નામ સબસીડીની રકમની મર્યાદા
1 સેવા ક્ષેત્ર માટે (Service Sector) 1,00,000/-
2 ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) 1,25,000/-
3 વેપાર ક્ષેત્ર માટે (Business Sector) 60,000/- ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે
    60,000/- શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે
    80,000/- શહેરી/ગ્રામ્ય બન્નેમાં અનામત કેટેગરી માટે

 

Shree Vajpayee Bankable Yojana Project Profile

કમિશનર કુટિર અને ગ્રામ ઉદ્યોગ દ્રારા શ્રી વાજપેય બેન્કેબલ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાય ધંધા રોજગાર અને સેવા ના પ્રોજેક્ટ નક્કી કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ કુલ 17 પ્રકારના છે તેમજ તેના 395 પેટા ધંધા વ્યવસાય નક્કી કરવામાં આવેલા છે જેની યાદી નીચે મુજબ છે.
ક્રમ ક્ષેત્રનું નામ સંખ્‍યા
1 ટેક્ષટાઈલ ઉદ્યોગ 32
2 કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ 42
3 એન્‍જીનિયરીંગ ઉદ્યોગ 53
4 ખેત પેદાશ આધારિત ઉદ્યોગ 10
5 પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ 12
6 પ્લાસ્ટિક ઉદ્યોગ 22
7 હસ્તકલા ઉદ્યોગ 18
8 ખાદ્ય પદાર્થ ઉદ્યોગ 18
9 જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ 17
10 ખનીજ આધારિત ઉદ્યોગ 9
11 ડેરી ઉદ્યોગ 5
12 ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ 6
13 ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ 18
14 ચર્મોદ્યોગ 6
15 સેવા પ્રકારના વ્યવસાય 51
16 વેપાર પ્રકારના ધંધાઓ 52
17 અન્ય ઉદ્યોગ 23
  Total  

 

વાજપેયી બેંકેબલ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? ।Online Apply for Shri Vajpayee Bankable Yojana

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા વિવિધ સહાય આપવા માટે Bankable Loan Registration નામનું  ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકાશે. વાજપાઈ બેન્કેબલ યોજના માં કઈ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
 • સૌપ્રથમ google માં તમે સર્ચ કરશો ત્યારે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ https://blp.gujarat.gov.in/header_home.php જોવા મળે છે.
 • ઓફિશિયલ વેબસાઈટ ના હોમ પેજ પર “Bankable Loan Registration” વિક્લ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
 • જો આપે અગાઉ આ પોર્ટલ પર Registration કરેલ ના હોય તો “Registration” પર ક્લિક કરો.
 •  રજીસ્ટર પર ક્લિક કરશો ત્યારે તમારો Mobile Number અને Captcha Code દાખલ કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે.
 • રજીસ્ટ્રેશન કરતી વખતે લાભાર્થી પોતાનું Name, Email id, Password , Captcha Code નાખીને રજીસ્ટ્રેશન પૂરું કરવાનું રહેશે.
 • રજીસ્ટ્રેશન ની પ્રોસેસ પૂરી થયા બાદ હવે  Citizen Login પર ક્લિક કરો.
 • રજિસ્ટ્રેશનમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા Log in કરો.
 • Log in કર્યા બાદ “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરી Online Application કરાવી.
 • ઓનલાઇન અરજીમાં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવી.
 • લાભાર્થી જે ધંધા માટે અરજી કરતા હોય તેની Scheme Details માં Business Details, Project Details, Finance Required ની માહીતી ભરવી.
 • લાભાર્થીએ Details of Experience/ Training ની તમામ માહિતી વિગતવાર ભરવાની રહેશે.
 • ત્યાર બાદ છેલ્લે Save & Next પર ક્લિક કરવાનું રેહશે.
 • લાભાર્થી અરજીમાં માગેલ પુરાવાઓની PDF ફાઈલ ફોર્મેટમાં અપલોડ કરી
 • છેલ્લી Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • આમ તમારી અરજી ઓનલાઈન સબમીટ થઈ જશે.

FAQ’S of શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2023

1.Vajpayee Bankable Yojana 2023 કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

Ans:  આ યોજના ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે.

2.શ્રી વાજપેઈ બેન્કેબલ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી લોન મળવા પાત્ર છે?

Ans:  આ યોજના અંતર્ગત લાભાર્થીને ધંધા ઉદ્યોગ વ્યવસાય ચાલુ કરવા માટે 8 લાખ સુધીની લોન મળવા પાત્ર છે.

 

3.Vajpayee Bankable Yojana અંતર્ગત લાભાર્થીની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

Ans: આ યોજના લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ 4 પાસ કરેલું હોવું જોઈએ.

4. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત કયા કયા ક્ષેત્રમાં લોન મળવા પાત્ર છે?

Ans: shree Vajpayee Bankable Yojana ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, તથા વેપાર ક્ષેત્ર માટે આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

5.shree Vajpayee Bankable Yojana Online Application કરવા માટે કઈ વેબસાઈટ છે.?

Ans: https://blp.gujarat.gov.in/header_home.php

       6. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શું છે.

       જવાબ- યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો     લાભ લઈ શકશે.