વિધવા સહાય યોજના | Vidhva Sahay Yojana Gujarat Online Application

Vidhva Sahay Yojana Gujarat-ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકારના જુદા જુદા વિભાગ દ્વારા પીએમ કિસાન યોજના, ટ્યુશન સહાય યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિધવા સહાય યોજના રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના । વિધવા સહાય યોજના ફોર્મ PDF | Ganga svarupa Arthik Sahay Yojana Gujarat Apply Online | Vidhva Sahay Yojana Details in gujarati

વિધવા સહાય યોજના નું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્ય સરકારના દ્વારા રાજ્યની વિધવા બહેનોને આર્થિક સહાય મળી રહે તે માટે દર મહિને 1250 રૂપિયા સહાય આપવામાં આવે છે. મિત્રો આ આર્ટિકલમાં વિધવા સહાય યોજના નો હેતુ, વિધવા સહાય યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી મેળવીશું.

વિધવા સહાય યોજના નો મુખ્ય હેતુ

Woman And Child Development Department દ્વારા વિધવા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમાજમાં નિરાધાર વિધવા બહેનો ને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના થકી તેઓ સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકશે. વિધવા સહાય યોજના નું નામ બદલીને સરકાર દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના કરવામાં આવી છે. આ યોજનાના નવા સુધારા મુજબ વિધવા બહેન 21 વર્ષ થી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ સહાયથી તેને આર્થિક મદદ થશે.

Highlight of Vidhva Sahay Yojana Gujarat

યોજનાનું નામ વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)
યોજના ક્યા વિભાગ હેઠલ આવે મહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનો હેતુ  સમાજની વિધવા બહેનો સ ન્માનભેળ જીવન જીવી શકે તે હેતુ આર્થિક સહાય આપવી
કેટલી સહાય આપવામાં આવે છે  દર મહીને 1250/- રૂપિયાની સહાય મળે છે.
અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ   Digital gujarat Portal
ઓફિસિયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
Vidhva Sahay Yojana Gujarat Helpline Number                                                                             155209

વિધવા સહાય યોજના માટેની પાત્રતા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના મેળવવાની કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતના મૂળ નાગરિક હોય તેઓની મળવાપાત્ર છે.
  • જે સ્ત્રી વિધવા હોય અને પુનઃલગ્ન કરેલ ન હોય તેવી સ્ત્રીઓને લાભ મળશે.
  • વિધવા સ્ત્રીને 21 વર્ષથી વધુની ઉંમરનો પુત્ર હશે તો પણ આ સહાય મળવાપાત્ર છે.

વિધવા સહાય યોજના માટે આવક મર્યાદા કેટલી

સમાજની નિરાધાર વિધવા બહેનોને આ યોજના હેઠળ સહાય મળી રહે તે માટે વિભાગ દ્વારા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

  • જો અરજદાર ગ્રામ્ય વિસ્તારના હશે તો તેઓની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 કરતાં વધુ ન હોવી જોઈએ.
  • જો અરજદાર શહેરી વિસ્તારના હશે તો તેઓની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,50,000 કરતાં વધુ ન હોવી જોઈએ.

Vidhva Sahay Yojana Documents List

વિધવા સહાય યોજનાનુ નામ બદલીને Ganaga Swarupa Arthik Sahay Yojana કરવામાં આવ્યું છે. આ યોજના માટે અરજી કરવા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવે છે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • આવકનો દાખલા( પ્રમાણપત્ર)
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુ:ન લગ્ન કરેલ નથી તેનો તલાટી શ્રી નો દાખલો
  • ઉંમર અંગેનો પુરાવો
  • બેંક પાસબુક ની નકલ
  • વિધવા સ્ત્રીના પતિનો મરણ નો દાખલો

વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળે છે

Vidhva Sahay Yojana માં સરકાર દ્વારા રાજ્યની વિધાવ બહેનોને આર્થિક સહાય પૂરૂ પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં અગાઉ વિધવા બહેનાના બેંક કે પોસ્ટના ખાતામાં DBT મારફતે દર મહીને 1000/- રૂપિયા જમા કરવામાં આવતા હતા. હવે સરકાર દ્વારા આ રકમ વધારીને 1250/- દર મહીને લાભાર્થીની ખાતામાંં જમા કરવામાં આવે છે. 

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ફોર્મ PDF Download  અહીં ક્લિક કરો.

વિધવા સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? How to Online Apply Vidhva Sahay Yojana

Vidhva Pension Scheme (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)માટે લાયક જ ધરાવતા બહેનોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • જો અરજદાર ગ્રામ્ય વિસ્તારના હોય તો તેવી ગ્રામ પંચાયતના વીસીઈ (VCE) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી માટેના તમામ ડોક્યુમેન્ટ વીસીઈ ને આપવાના રહેશે.
  • જોરદાર શહેરી વિસ્તાર ના હોય તો તેઓએ જે તે મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઇન અરજી કરાવવાની રહેશે.
  • વિધવા સહાય યોજનાની અરજીઓ Digital Gujarat Portal par કોમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન કરશે.
  • ઓનલાઇન અરજી કરેલ અરજીની મામલતદાર કક્ષાએથી મંજુર કે ના મંજુર કરવામાં આવશે.
આ પણ વાંચો:-

FAQ’S

1.વિધવા સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.?

જવાબ-વિધવા સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

2.વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

જવાબ-Vidhva Sahay Yojana માં દર મહિને 1250 રૂપિયા સહાય મળવાપાત્ર છે.

3.વિધવા સહાય યોજના માટે આવક મર્યાદા કેટલી છે?

જવાબ-આ યોજનામાં ગ્રામ્ય કક્ષાના હોય તો કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- થી વધુ નહી અને જો અરજદાર શહેરી વિસ્તાર ના હોય તો કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.

4.વિધવા સહાય યોજના માં પુત્રની 21 વર્ષથી વધુ ઉંમર હોય તો મળવા પાત્ર છે?

જવાબ- સરકાર ના નવા સુધારા મુજબ પુત્રની 21 વર્ષથી વધુ ઉંમર હોય તો પણ વિધવા સહાય મળવા પાત્ર છે.

5.વિધવા સહાય યોજના નું નામ બદલીને શું રાખવામાં આવ્યુ છે?

જવાબ-વિધવા સહાય યોજના નું નવું નામ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના છે.