ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી:- કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. કિસાન સન્માન નિધિ, કિસાન પેન્શન યોજના, ખેડુત અકસ્માત વિમા યોજના વિગેરે.આ યોજનાઓ ના લાભ મેળવી ખેડૂતોને ખાતર, બીજ, ખેતીના સાધનો ખરીદવા માટે આર્થિક મદદ મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવા માટે નિર્ધાર કરેલ છે.

 Subvention Scheme for Farmer 2022 | Agriculture loan subsidy 2022 । Farmer Loan Subsidy 2022 | Farmer Loan interest subsidy 1.5%

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં આજે ખેડૂતો માટે એક મહત્વલક્ષી જાહેરાત કરી છે. જેમાં ખેડૂતો દ્વારા પોતાની જમીન પર લેવામાં આવતી લોન પર વાર્ષિક વ્યાજ પર સબવેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો પોતાની જમીન પર 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન લે છે. તેના પર 1.5% વ્યાજ દર સબવેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે જાહેરાત કરી છે કે કૃષિ લોન યોજના હેઠળ વર્ષ 2022-23 થી વર્ષ 2024-25 ના માટે 34,856 કરોડ રૂપિયાની વધારાનું બજેટ જોગવાઈ કરવામાં આવશે.

ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

આર્ટિકલનું નામ  લોનના વ્યાજ પર 1.5 ટકા સબસિડી
ભાષા ગુજરાતી અને English
કોણે કરી જાહેરાત કેન્દ્રીય મંત્રીશ્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી
શુ જાહેરાત કરી? ખેડૂતોની 3 લાખ સુધીની કૃષિ લોન પર વાર્ષિક 1.5 % સબવેન્શનને મંજુરી આપવામાં આવી છે.
Offcial Website https://agricoop.nic.in/en
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check
Read also :  કોચિંગ સહાય યોજના 2022

What is Subvention Scheme?

દેશના તમામ રાજ્યોમાં જે તે વિસ્તારમાં વિવિધ સહકારી મંડળીઓ તથા બેંકો કાર્યરત છે. ગ્રામ્ય કક્ષા કે શહેરી કક્ષાએ સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા ખેડૂતોને પાક ધિરાણ ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે. આ ધિરાણ ખેડૂતો માટે ટૂંકા કે લાંબા ગાળા માટે હોય છે. દેશના મોટાભાગના ખેડૂતો સમયસર આ ધિરાણની ભરપાઈ કરી દે છે. દેશના જે ખેડૂતો આ પાક ધિરાણની સમયસર ચૂકવે છે. તેવા ખેડૂતોને જ સબવેન્શન સ્કીમ નો લાભ મળવા પાત્ર છે.

How much Subvention given to Farmer 2022?

કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અનુરાગ ઠાકોર એ તાજેતરમાં જાહેરાત કરી કે ખેડૂતોની 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર 1.5 ટકા સબસીડી આપવાની જાહેરાત કરી છે. પરંતુ આનો લાભ ફક્ત સમયસર લોનની ભરપાઈ કરનાર ખેડૂતોને જ મળવા પાત્ર રહેશે.

FAQ’s 

  1. How much Subvention given to Farmer 2022?

      ANS: 1.5% Subvention given to Farmer 2022 upto 3 lakh Rs loan.

    2. કેંદ્ર સરકારની આ જાહેરાતનો કોને લાભ થશે?

    ANS: કેંદ્ર સરકારની આ જાહેરાતનો દેશના ખેડુતોને લાભ થશે.

     3. શુ 3 લાખથી વધુ લોન વાળા ખેડુતોને આ સબસીડીનો લાભ મળે?

   ANS: ના, 3 લાખથી વધુ લોન વાળા ખેડુતોને આ સબસીડીનો લાભ નહી મળે.