ઈન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજના | Indira Gandhi National Old Age Pension Scheme

વૃદ્ધ સહાય યોજના  (Indira Gandhi National Old Age Pension Scheme) :- ગુજરાત સરકાર દ્વારા મધ્યમ અને ગરીબ પરિવાર લોકોના આર્થિક ઉત્કર્ષ માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમકે વિધવા સહાય યોજના, વિકલાંગ પેન્શન સહાય, સાધન સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના જેવી વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ આર્ટીકલમાં આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીયવૃધ્ધ સહાય યોજના જેને બીજા નામે વય વંદના યોજના તરીકે ઓળખવામાં આવે છે. તેની વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Indira Gandhi National Old Age Pension Scheme। ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના | વૃદ્ધ સહાય યોજના । Old Age Pension Gujarat 2022 । Vruddh pension yojana in Gujarat form pdf । વયવંદના યોજના ફોર્મ pdf

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના ( Indira Gandhi National Old Age Pension Scheme) વર્ષ 2007 માં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. વૃદ્ધ અવસ્થામાં કામ ન કરી શકવાના કારણે આ યોજનાથી સમાજમાં વૃદ્ધોને આર્થિક સહાય મળી રહેશે. વર્ષ 2008માં ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

Indira Gandhi National Old Age Pension Scheme (વૃદ્ધ સહાય યોજના)નો લાભ કોને મળવા પાત્ર છે?

  • અરજદાર ની ઉમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદાર ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ (BPL)યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઈએ.
  • શહેરી વિસ્તારના અરજદાર કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ અને પ્રોપર્ટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમના સંદર્ભમાં બહાર પાડેલ બીપીએલ યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ.
  • વય વંદના યોજનાની પાત્રતા ધરાવતા પતિ પત્ની બંને આ યોજના માટે અરજી કરી શકે છે.

Highlights of IGNOPAS 

યોજનાનું નામ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના (IGNOPAS)
યોજનાની ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ [પેન્શન મેળવી વૃદ્ધો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે
લાભ કોણે મળે BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા પરિવારને
સહાયની રકમ

60 વર્ષ થી 80 વર્ષના વૃદ્ધોને માસિક રૂપિયા 1000/-

81 વર્ષથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1250/-

અરજી કેવી રીતે કરવી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે
વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/

Required Documents for IGNOPAS(વૃદ્ધ સહાય યોજના )

ઈન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર માટે કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. તેની વિગત નીચે મુજબ છે. 

  • અરજદારનું આધારકાર્ડ
  • બીપીએલ સ્કોર નો દાખલો
  • બેંક પાસબુકની નકલ
  • અરજદારના રહેઠાણનું પુરાવો( રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ઘરવેરાની પાવતી)
  • અરજદારની ઉંમર અંગે નો દાખલો (L.C- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર/ સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન કે મેડિકલ કોલેજ ના મેડિકલ સુપ્રીન્ટેડન્ટ/ નગરપાલિકા મહાનગરપાલિકા સંચાલિત હેલ્થ સેન્ટરના તબીબી અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ ઉંમરનો દાખલો)
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay
Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More- વિદેશ અભ્યાસ માટે 15 લાખની લોન

How to Apply for old age pension online ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ પેન્શન સ્કીમ ની અરજી ક્યા અને કેવી રીતે કરવી. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ  digital gujarat portal (ડિજિટલ ગુજરાત પોર્ટલ) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી તમે ગ્રામ કક્ષાથી VCE દ્વારા ઓનલાઈન કરાવાની રહેશે. અથવા તો મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર મારફતે અરજી કરી શકશો.

Indira Gandhi National Old Age Pension Scheme latest

Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

આ સહાય યોજનાની અરજી મંજુર કરવાની સત્તા કોની છે?

આ સહાય યોજના અંતર્ગત અરજદારે કરેલી અરજી ચકાસવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રીને છે. તમે કરેલ અરજી મામલતદારશ્રી મંજુર કે નામંજુર કરી શકે છે.

આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

આ યોજના હેઠળ અરજદારને સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ તે વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • 60 વર્ષ થી 80 વર્ષના વૃદ્ધોને માસિક રૂપિયા 1000/- સહાય ચૂકવવામાં આવે છે.
  • 81 વર્ષથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1250/- સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે.
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

FAQ’S of IGNOPAS

  1. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના (IGNOPAS) યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

     ANS: ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના (IGNOPAS) યોજનાની અરજી  Digital Gujarat Portal પર કરવાની રેહશે.

      2.  આ યોજનામાં અરજી કરવા માટે કેટલી ઉંમર જોઈએ?

      ANS:  આ યોજનામાં અરજી કરવા માટે અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

     3. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના (IGNOPAS) કેટલી સહાય મળવાપાત્ર છે?

     ANS: IGNOPAS માં 60 વર્ષ થી 80 વર્ષના વૃદ્ધોને માસિક રૂપિયા 1000/- તથા 81 વર્ષથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1250/- સહાય મળે છે.

    4. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના (IGNOPAS) માં બીપીએલ (BPL) સ્કોર કેટલો હોવો જોઈએ?

    ANS: IGNOPAS માં બીપીએલ (BPL) 0 થી 20 નો સ્કોર હોવો જોઈએ.