દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરુ કરવામાં આવી છે. Pradhan Mantri Suraksha Bima Yojana 8 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અકસ્માતની સ્થિતિમાં વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. દેશના દરેક નાગરિક પોતાની સુરક્ષા માટે સુરક્ષા વીમો લઈ શકે તે માટે આર્થિક રીતે સધ્ધર હોતા નથી. તેમ જ વીમા કંપનીઓ દ્વારા ઊંચા દરે વીમા પોલિસી પૂરી પાડવામાં આવે છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ પ્રીમિયમ પોસાય તેમ હોતું નથી. તે ધ્યાનમાં નહીં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે.
PM SURAKSHA BIMA YOJANA(PMSBY) નો લાભ મેળવવા માટે અરજદારે પ્રતિ વર્ષ 20 રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનો હોય છે. જ્યારે અરજદારનું મૃત્યુ થાય છે ત્યારે તેના નોમિનીને આ વિમાની રકમ પ્રાપ્ત થાય છે. તથા અરજદારની વિકલાંગતા ની સ્થિતિમાં પણ વીમાની રકમ ચૂકવવામાં આવે છે. આ યોજનામાં અરજદારને 1,00,000/- થી 2,00,000/- સુધીની વિમાની રકમ દુર્ઘટનામાં મૃત્યુ કે અપંગતા ના કિસ્સામાં આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે?(What is PMSBY?)
આ યોજના માન. વડાપ્રધાન દ્વારા 8 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકોને વીમા સુરક્ષા હેઠળ વીમા પોલિસી પૂરી પાડવામાં આવે છે. અરજદારે દર વર્ષે ₹20 પ્રીમિયમ આ યોજના માટે ચૂકવવાનું હોય છે. આ વીમા યોજનાનો સમયગાળો 1 જૂન થી 31 મે સુધીનો હોય છે. પ્રીમિયમની રકમ 31 મે સુધીમાં ભરવાની હોય છે અથવા બેન્ક એકાઉન્ટ માંથી Auto debit થી રકમ ભરી શકાય છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો હેતુ
દેશના આર્થિક રીતે નબળા વર્ગના લોકો પોતાની સુરક્ષા માટે વીમા પોલિસી લઈ શકતા નથી. જેથી તેઓના અકસ્માત મૃત્યુ થયાના કિસ્સામાં તેઓના પરિવારને આર્થિક સંકટ નો સામનો કરવો પડે છે. તેમજ દેશની સાર્વજનિક ક્ષેત્રની તેમજ ખાનગી ક્ષેત્રને કંપનીઓની ઉંચા પ્રિમિયમ દરને કારેણે તેઓ કોઇપણ પ્રકારનો વીમો લેવા સક્ષમ હોતા નથી. આ યોજના હેઠળ તેઓને ફક્ત 20 રૂપિયા ના વાર્ષિક પ્રીમિયમ માં રૂપિયા 2 લાખ સુધીનો સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત અરજદારના મૃત્યુના કિસ્સામાં 2 લાખ અને અપંગતાના કિસ્સામાં 1 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવે છે.
Highlight of Pradhan Mantri Suraksha Bima Yojana
આર્ટિકલનું નામ | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) |
લાભાર્થી | ભારતના નાગરિકો |
વીમા પ્રિમિયમની રકમ | 20 રૂપિયા (1 વર્ષ માટે) |
વીમાની રકમ કેટલી | 2 લાખ રૂપિયા |
વીમાની રકમ ક્યારે મળે? | અકસ્માતમાં મૃત્યુ થાય કે વિકલાંગતા આવે |
ઓફિસિયલ વેબ સાઇટ | https://www.jansuraksha.gov.in/ |
PMSBY Form in PDF Gujarati | |
PMSBY Claim in PDF Gujarati |
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ કેટલું ?
Pradhan Mantri Suraksha Bima Yojana માં અરજદારે લાભ મેળવવા માટે દર વર્ષે ₹20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. આ પ્રીમિયમની રકમ ઓટો ડેબિટ સુવિધા મુજબ 1 જૂન અથવા તે પહેલા અરજદારના બેંક ખાતામાંથી કપાત કરવામાં આવશે. જો 1 જુને ઓટોમેટિક સુવિધા ઉપલબ્ધ ન હોય તો એવા કિસ્સાઓમાં સુવિધા ઉપલબ્ધ કરાયા પછી બેંકના ખાતામાંથી રકમ કાપવામાં આવશે.
PM Surakaha Bima Yojanaની પાત્રતા
PM Suraksha Bima Yojana Eligibility(પાત્રતા) લાભાર્થી માટે નક્કી કરવામાં આવી છે. નક્કી કરવામાં આવેલ પાત્રતા નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ ફક્ત ભારતના નાગરિકોને મળવા પાત્ર છે
- અરજદાર બેંકમાં બચત ખાતું હોવું જરૂરી છે.
- અરજદારની ઉંમર 18 વર્ષથી 70 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ
- અરજદારે આ યોજના હેઠળ વા દર વર્ષે વાર્ષિક પ્રીમિયમ ₹20 31 મે પહેલા કપાવવાનું રહેશે.
- બેન્ક એકાઉન્ટ બંધ થતા આ પોલીસી સમાપ્ત થઈ જશે.
- જો અરજદાર પ્રીમિયમ ની રકમ ભરી નહિ તો પોલીસી થશે નહીં
- આ પ્રીમિયમ પોલિસીમાં ડેબિટ માટે અરજદારે સંમતિ પત્ર પર સહી કરવી પડશે.
PM Suraksha Bima Yojana Documents
- આધારકાર્ડ
- ઓળખપત્ર (ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ)
- બેંક એકાઉન્ટ પાસબુક
- ઉંમરનું પ્રમાણપત્ર (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
સુરક્ષા વીમા યોજનાની નિયમો અને શરતો
- આ યોજનાનો સમયગાળો એક વર્ષનો હોય છે. જે 1 જુન થી 31 મે સુધી નક્કી કરવામાં આવ્યો છે.
- અરજદારે દર વર્ષે વીમા પોલિસી રીન્યુ કરાવવાની રહેશે.
- આ યોજના હેઠળ લાભાર્થીને ઉંમર 18 વર્ષથી 70 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
- જો કોઈ અરજદારને એકથી વધુ બેંકમાં બચત ખાતા હશે તો પણ તેઓ ફક્ત એક જ ખાતામાંથી આ યોજનાનો લાભ મેળવી શકશે.
- જો કોઈ અરજદાર કોઈપણ કારણોસર આ યોજન નો પ્રીમિયમ ભરવા ચુકી જાય છે તો તેઓ ભવિષ્યમાં પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- અરજદારના અકસ્માત કે અપમતાના કારણે મૃત્યુના કિસ્સામાં અકસ્માત વીમા યોજના હેઠળ વીમા ની રકમ આપવામાં આવશે.
- આ યોજનાનો સમયગાળો એક વર્ષ હોય છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પ્રીમિયમની વિનિયોગ
- વીમા કંપનીની વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવશે- પ્રતિ સભ્ય પ્રતિ વર્ષ 10 રૂપિયા
- બીસી માઇક્રો કોર્પોરેટ એજન્ટને વ્યવસાયની ભરપાઈ-પ્રતિ સભ્ય પ્રતિ વર્ષ 1 રૂપિયા
- સહભાગીદારી બેંકને ઓપરેટિંગ ખર્ચની ભરપાઈ. 1 રૂપિયો પ્રતિ વર્ષ
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મળવાપાત્ર લાભ
ભારત સરકારના નાણા વિભાગ દ્વારા Pradhan Mantri Suraskha Bima Yojana benefit નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ અરજદારનુ મૃત્યુ અકસ્માતના કારણે થાય છે તો 2 લાખ રૂપિયા વીમા ની રકમ મળવાપાત્ર થશે. અને જો વિકલાંગતા આવે છે તો 1 લાખ રૂપિયા મળવાપાત્ર થશે. વધુ વિગત નીચે મુજબ છે.
ક્રમ | લાભનો પ્રકાર | વીમાની રકમ |
1 | અકસ્માતના કારણે મૃત્યુ થતાં | રૂ. 2 લાખ |
2 |
અકસ્માતમાં બંને આંખીની દ્રષ્ટિ ગુમાવવી અથવા બંને આંખોની રોશની પાછી ન આવી શકે તેવુ નુકશાન અથવા અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા |
રૂ. 2 લાખ |
3 | અકસ્માતમાં એક આંખીની દ્રષ્ટિ ગુમાવવી અથવા એક આંખોની રોશની પાછી ન આવી શકે તેવુ નુકશાન અથવા અકસ્માતમાં એક પગ અથવા એક હાથ ગુમાવવા | રૂ. 1 લાખ |
Pradhan Mantri Suraksha Bima Yojana Form Download
- સૌપ્રથમ google માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઓફિસિયલ વેબસાઈટ https://www.jansuraksha.gov.in/ સર્ચ કરો.
- હવે વેબસાઈટ ઓપન કર્યા બાદ હોમપેજ પર તમને ફોર્મના વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- ક્લિક કરતાની સાથે નવું પેજ ખુલશે જેમાં Pradhan Mantri Suraksha Bima Yojana પર ક્લિક કરો.
- હવે તમેને એપ્લિકેશન ફોર્મ (Application Forms) , Claim Forms જોવા મળશે તમારી જરૂરિયાત મુજબ ફોર્મ ડાઉનલોડ કરવો.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે દાવો કેવી રીતે કરવો?
- આ યોજના હેઠળ વિમા પોલીસી લેનાર જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના નોમિને આ યોજના માટે હેઠળ દાવ કરી શકે છે
- સૌપ્રથમ પોલીસી ધારક ના નોમિનીએ આ યોજના માટે જે બેંકમાં ફોર્મ સબમીટ કર્યો હોય તે બેન્કનો સંપર્ક કરવો જોઈએ.
- નોમિની બેંકમાં મૃત્યુ પ્રમાણપત્ર અને રદ કરેલ ચેક નો ફોટો દાવા ફોર્મ (ક્લેમ ફોર્મ) અને ડિસ્ચાર્જ રસીદ ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
આ પણ વાંચો:-
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
- ડૉ.આંબેડકર આવાસ યોજના -1,20,000/- રૂપિયાની સહાય
- કુંંવરબાઈનું મામેરું યોજના- 12,000/- રૂપિયાની સહાય
- ભોજન બિલ સહાય યોજના- 15000/- રૂપિયાની સહાય
- ખેડૂત અકસ્માત વીમા યોજના
- વૃદ્ધ સહાય યોજના
- વિદેશ અભ્યાસ લોન
- પીએમ કિસાન યોજના
- સંકટમોચન યોજના 20,000/- રૂપિયાની સહાય
- પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana)
Pradhan Mantri Suraksha Bima Yojana Helpline Number
અરજદારને આ યોજના બાબતે વિશેષ માહિતી કે કોઈ સમસ્યા હોય તેની પૂછપરછ કરવા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની હેલ્પલાઇન નંબર આપેલ છે તેના પર સંપર્ક કરી શકે છે 18001801111/1800110001
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં પ્રિમિયમ કેટલું છે?
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં પ્રિમિયમ વાર્ષિક 12 રૂપિયા છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કેટલા રૂપિયાનો વિમો મળે છે?
આ યોજનામાં મૃત્યુ થનાર વ્યક્તિના નોમિનિને 2 લાખ રૂપિયા વિમાના મળવા પાત્ર થશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે ઉંમર કેટલી હોવી જોઈએ?
આ યોજના માટે અરજદારની ઉંમર 18 થી 70 વર્ષની વચે હોવી જોઇએ.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અરજી ક્યારે કરવાની હોય છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં દર વર્ષે 31 મે સુધીમાં અરજી કરવાની રહેશે.