મફત સિલાઈ મશીન યોજના 2023 । Free Silai Machine Yojana 2023

Free Silai Machine Yojana- રાજ્ય સરકારના કમિશનરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ગાધીનગર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ દ્વારા નાગરિકોને આર્થિક સહાય રુપી મદદ પૂરી પાડવામાં આવે છે. આ યોજનાઓ દ્વારા રાજ્યના જરૂરિયાત નાગરિકો પોતાનો નવો ધંધો શરૂ કરી રોજગારી મેળવે છે. 2023 માટે કમિશનર કુટીર અને વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ મેળવી શકો છો.

મુખ્ય માનવ કલ્યાણ યોજના હેઠળ ઘરઘંટી સહાય યોજના , ફ્રી સિલાઈ મશીન યોજના  જેવી કુલ 27 પ્રકારની વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ સરળતાથી રાજ્યના નાગરિકો મેળવી શકે તે માટે કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઓનલાઈન પોર્ટલ e-kutir Gujarat Gov Portal વિકસાવવામાં આવ્યું છે.

ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ । પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના । માનવ ગરીમા યોજના સિલાઈ મશેન 2023 । ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2023 । Free Silai Machine Yojana 2023 PDF Form Download 

રાજ્યના એવા નાગરિકો કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમજ તેઓની રોજગારીની ખૂબ જ જરૂરિયાત છે તેવા વર્ગના લોકોને આ યોજના હેઠળ મફતમાં સાધન સહાય આપી સ્વરોજગાર મેળવી આત્મનિર્ભર બને છે. તેમાં જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. Manav Kalyan Yojana Online Form 2023 માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. આર્ટીકલમાં સિલાઈ મશીન સહાય યોજના નો લાભ કોને મળે છે ? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ? શું સહાય આપવામાં આવે છે? ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? તેની વિગતવાર માહિતી મેળવીશું.

સિલાઈ મશીન સહાય યોજના ના મુખ્ય હેતુ

માનવ કલ્યાણ યોજના હેઠળ રાજ્ય સરકારના કમિશનરશ્રી અને કુટીર ગ્રામોદ્યોગ દ્વારા Manav Kalyan Yojana હેઠળ સિલાઈ મશીન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનામાં જરૂરિયાત મત નાગરિકોને સ્વરોજગાર મળી રહે તે માટે વિનામૂલ્ય સાધન સહાય આપવામાં આવે છે. આ સાધન સહાય મેળવી પોતાનો નવો વ્યવસાય કરવા આર્થિક સહાય રૂપે સાધન આપવી આ યોજનાનો મુખ્ય હેતુ છે.

Highlights OF Silai Machine Yojana 2023

આર્ટિકલનું નામ  મફત સિલાઈ મશીન યોજના
મુખ્ય યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા  અરજદાર કાર્ડ ધરાવતા હોવા જોઈએ અને નક્કી કરેલ આવક મર્યાદા ધરાવતા નબળા વર્ગના નાગરિકો
મળવાપાત્ર સહાય?  મફત સિલાઈ મશીન યોજના માટે રૂપિયા 215,00/- ની સાધન સહાય તરીકે આપવામાં આવે છે.
અરજી કેવી રીતે કરવી? અરજી ઓનલાઈન કરવાની રહેશે
Official website http://www.cottage.gujarat.gov.in/
Online Application  Click Here

સિલાઈ મશીન યોજનાની પાત્રતા

  • લાભાર્થીની ઉંમર:- 16 વર્ષ થી 60 વર્ષની હોવી જોઇએ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

                                                     અથવા 

  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

સિલાઈ મશીન યોજના માટેના ડોક્યુમેન્ટ (Required Documents for Silai Machine Yojana)

સરકારના કમિશનરશ્રી અને કુટીર ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  •  ચૂંટણીકાર્ડ
  •  રેશનકાર્ડ
  • અરજદારની ઉંમર અંગેનો પુરાવો
  • અરજદાર જે જાતિના હોય તે જાતિ અંગેનું પ્રમાણપત્ર
  • જો ગ્રામ્ય વિસ્તારના હોય તો બીપીએલ સ્કોરનો દાખલો
  • જો અરજદાર શહેરી વિસ્તારના હોય તો સુવર્ણ કાર્ડની નકલ
  • આવકનો દાખલો
  • દરજી કામના માટે સીવણની તાલીમ મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર
  •  દરજી કામના ધંધાના અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર
  • વિધવા હોવાનું પ્રમાણપત્ર છે ધરાવતા હોય તો તેઓને આ યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે.

સિલાઈ મશીન સહાય યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે?

રાજ્ય સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને સિલાઈ મશીન સાધન સહાય આપવામાં આવે છે. આ સાધન સહાયમાં આશરે રૂપિયા 21,500/- ની કીટ આપવામાં આવે છે.

સિલાઈ મશીન યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? How to Online Apply Silai Machine Yojana 2023

રાજ્ય સરકારના કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે e-kutir Gujarat Gov Portal બનાવેલ છે. આ પોર્ટલ પર વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. તાજેતરમાં Manav Kalyan Yojana હેઠળ ચાલતી ફ્રી સિલાઈ મશીન યોજના(અરજી ઓનલાઇન) કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ google searchમાં e-kutir Gujarat સર્ચ કરો.
  • તેમાંથી e-kutir.gujarat.gov.in અધિકૃત વેબસાઈટ ઓપન કરો.

  • વેબસાઈટ ના હોમપેજ પર મેનુમાં “Commissioner of Cottage and Rural Industries” (કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ) ઓપ્શન પર ક્લિક કરો.

Free silai machine yojana 2023

  • હવે તમને માનવ કલ્યાણ યોજના 2023 જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તેનું User Id અને Password તથા નીચે દર્શાવેલ Captcha ટાઈપ કરી Login કરો.

Free silai machine yojana

  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તો ” For New Individual Registration” પર ક્લિક કરો.

manav Kalyan Yojana 2023

  • એક નવું પેજ “નવી વ્યક્તિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ઓપન થયેલું જોવા મળશે.જેમાં પૂરું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, પાસવર્ડ, Captcha નાખી નોંધણી કરો બટન પર ક્લિક કરો.

manav Kalyan Yojana

  • નોંધણી કરો બટન પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ઓપન થશે જેમાં શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો તેવું પૂછવામાં આવશે જેમાં “પુષ્ટિ કરો” પર ક્લિક કરો.
  • હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે તેઓ “Registration Successfully” મેસેજ જોવા મળશે.
  • તમારું યુઝર આઇડી અને પાસવર્ડ સુરક્ષિત જગ્યાએ નોંધીને રાખો જેથી ભવિષ્ય માં તેનો ફરી ઉપયોગ કરી શકાય.
  • હવે તમે હોમ પેજ પર જાઓ જેમાં જમણી સાઈડ “Login to Portal” ઓપ્શન જોવા મળશે તેમાં તમારુ User id, Password અને Captcha નાખી Login બટન પર ક્લિક કરો.

manav Kalyan Yojana

  • Login કર્યા બાદ તમારી સામે એક Profile Page જોવા મળશે જેમાં બાકી રહેલી વિગતો ભરી Update પર ક્લિક કરો.
  • પ્રોફાઇલ પેજમાં માગ્યા મુજબની માહિતી ભર્યા બાદ Update કરી Save કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને જુદી જુદી યોજનાઓ જોવા મળશે જેમાંથી “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરો

Free silai machine yojana

  • માનવ કલ્યાણ યોજના વિશેની માહિતી તમને જોવા મળશે જે વાંચી સમજી ત્યારબાદ OK બટન પર ક્લિક કરો. હવે તેમાંથી સિલાઈ મશીન સહાય યોજના પસંદ કરો.
  • હવે યોજનાનો ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં અરજદારી પોતાની વ્યક્તિગત માહિતી (Personal Details) ભરવાની રહેશે ત્યારબાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજીની વિગતોમાં અરજદારે ટૂલકિતનું નામ ટેકનિકલ વિગત આવક અંગેની વિગત ધંધાનું નામ શૈક્ષણિક લાયકાત વિગેરે જેવી માહિતી ભરી “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અરજદારે આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL કાર્ડ ની વિગત ઉંમરનો પુરાવો ધંધાનો અનુભવ વગેરે ડોક્યુમેન્ટ ઓરીજનલ સ્કેન કરી Documents Upload કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ હવે તમને નિયમો અને શરતો જોવા મળશે જે વાંચી “Confirm Application બટન પર ક્લિક કરો.
  • હવે તમને તમારે ઓનલાઇન અરજી કરેલ અરજીનો નંબર જોવા મળે છે તેમજ અરજીની પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવી.

આ પણ વાંચો-

FAQ’S

1.Silai machine Yojana 2023 માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ – Ghar Ghanti Sahay Yojana 2023 માટે ઓફિસિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ છે.

2.સિલાઈ મશીન યોજના હેઠળ શું સહાય મળવા આપવામાં આવે છે?

જવાબ -ઘરઘંટીસ સહાય યોજના હેઠળ સિલાઈ મશીન માટે આશેરે રૂપિયા 21500 ની કિંમતનુ સિલાઈ મશીન આપવામાં આવે છે.