Unique Small Business Idea I સ્મોલ બિઝનેશ આઈડિયા : ઘણા મિત્રો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી મોકરીની શોધમાં વર્ષો નાં ગુમાવી દેતા હોય છે. પરંતુ પોતાનો સ્વતંત્ર બિઝનેશ શરૂ તમે આસાનીથી દરરોજ 5000 અથવા તેનાથી વધુ રૂપિયા કમાઈ શકશો. ઘણા લોકો પોતાનો સારો બિઝનેશ કરવાનું વિચારતા હોય છે. પરંતુ મૂડી રોકાણ ના કરી શકતા હોવાથી પોતાનો ધંધો શરૂ કરી શકતા નથી.
ઓછું મૂડી રોકાણ :
મિત્રો આજે અમે તમને પરફેક્ટ અને તદન મામૂલી મૂડી રોકાણ થી શરૂ કરી બંપર કમાણી કરાવતો બિઝનેશ આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ કેટલાક લોકો સરકારી નોકરી કરવા માટે વર્ષો સુધી મહેનત કરે છે. ઘણા લોકોને સરકારી નોકરી મળે છે. પરંતુ બધાને સરકારી નોકરી મળતી નથી. સરકારી નોકરી મળવી સારી બાબત છે. પરંતુ જો પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરવામાં આવે તો ઘણી વખત સરકારી નોકરીના પગાર કરતાં પણ વ્યક્તિ વધુ કમાણી કરીને પોતાના પરિવાર ને સુખી કરી શકે છે.
આજે આપને જે ધંધાની વાત કરવાના છીએ તે માટે વીજળી,મશીનરી કે વિશાળ શેડ અથવા મોટાં ટૂલ બોક્સની પણ જરૂર નથી માત્ર ઘરમાં પરિવાર સાથે બેસીને કરી શકાય તેવા બિઝનેશની વાત કરવાના છીએ. જો પરિવારના સભ્યો પણ કામમાં જોડાય તો આવકમાં વધારો થઈ શકે એવો આ પરફેક્ટ બિઝનેશ છે.
આ બિઝનેશ કરીને જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તે સૌના માટે જરૂરી છે. એટલે કઈ શકાય કે દરેક ઘર,ઓફિસ,દુકાન અથવા શોપિંગમોલ માં આ વસ્તુની જરૂર પડતી હોય છે એટલે હમેશાં તેની માગ વધતીજ જવાની એટલે આ ધંધો હમેશાં વધતોજ જશે.
જરૂરી મટિરિયલ્સ :
મિત્રો અમે જે બિઝનેશની વાત કરી રહ્યા છીએ તે મોપ (Mop) એટલે કે પોતું બનાવવાના બિઝનેશની વાત કરી રહ્યા છીએ પોતું હર ઘર,ઓફિસ,દુકાન,હોસ્પિટલ,બેન્ક દરેક મકાનમાં અવશ્ય જરૂરી છે. એટલા માટેજ પોતું બનાવી અઢળક કમાણી કરી શકાય અહી હું આપને અહી વિગતવાર જણાવીશ.
ગુજરાત જ નહી પરંતુ સમગ્ર ભારતમાં મોપ (પોતાં)બનાવવાનો છૂટક સામાન મોટાં શહેરો જેવાં કે અમદાવાદ,સુરત વગેરે જગ્યાએથી સહેલાઇથી મળી રહે છે ઘણી ખરી જગ્યાએ મોપ બનાવવાની તૈયાર કીટ જ આપણને સહેલાઈ થી મળી જશે તેમાં સ્ટીલ પાઇપ,હેન્ડલ પાઇપ,ગોળ ડિશ,માઇક્રો ફાઈબર રીફીલ અને ફીટીંગ કીટ વગેરે સાથેની બજારમાં મળતી 100 પોતાં બનાવવાની કીટ રૂપિયા 7800 જેટલી કિમતમાં માળી જશે એ સિવાય એક સ્ક્રૂ ડ્રાઈવર અને એક પ્લાસ્ટિક હથોડી ની જરૂર પડશે. ઘરમાં જો આવી વસ્તુઓ મળી જશે જો નાં હોયતો મામુલી રકમમાં એ બજારમાંથી ખરીદી લેવી જરૂરી.
નફાનું પ્રમાણ :
પોતાં બનાવવાની કિટમાંથી દરેક વસ્તુને લઈ પોતું તૈયાર કરવાનું છે. માત્ર તૈયાર વસ્તુઓને જોડવાની છે. માત્ર પાન સાત મિનિટમાં એક પોતું તૈયાર થઈ શકે હવે એક વ્યક્તિ ઓછામાં ઓછાં 100 કે પરિવારનો સાથ મળેતો વધારે પોતાનું ઉત્પાદન પણ થઈ શકે બજારમાં મળતાં સારી ક્વોલીટીનાં પોતાં આરામથી 150 રૂપિયાથી 200 રૂપિયા સુધી વેચાય છે. જો 150 રૂપિયાનો વેચાણભાવ ગણવામાં આવે તો પણ એક પોતું 150 -78 =72 રૂપિયા નફો કરી આપે છે. વ્યક્તિ માત્ર 100 પોતાં દરરોજ બનાવે છે તો એક દિવસનો નફો 72 *100 =7200 રૂપિયા થાય અહી આપણે વેચાણભાવ અને બનતાં પોતાંની સંખ્યા ઓછી રાખી છે. એટલે નફાનું પ્રમાણ હજી વધારે થાય.
વેચાણ વ્યવસ્થા :
વેચાણ વ્યવસ્થા માટે વ્યક્તિ પોતે જાતેજ બજારમાં વેચી શકે અથવા હોલસેલ વિક્રેતાને જથ્થાબંધ ભાવે વેચી શકે ઓનલાઇન વેપાર કરતી કંપનીઓને પણ વેચાણ કરી શકે અથવા તો રીટેલ વેપારીઓને પણ પોતાનો માલ સીધો વેચાણ કરી શકે. પોતું ઉપર જણાવ્યુ તેમ દરેક ઘરની જરૂર હોઈ સારી માત્રામાં વેચાણ થઈ શકશે.
પોતામાં લગાવેલું માઇક્રો ફાઈબર એટલેકે કોટન અમુક સમય જતાં બદલવું પડતું હોય છે. કોઈ ગ્રાહને હેન્ડલ કે પાઈપની જરૂર હોય તો માલસામાન નું છૂટક વેચાણ પણ કરી શકાય છે. એટલે કે ધંધો ક્યારેય નાનો કે મોટો હોતો નથી જે ધંધો કમાણી કરાવે તે ધંધો હમેશાં સારો જ હોય છે.
મિત્રો,કોઈ પણ ધંધો કરવા સખત મહેનત દઢ સંકલ્પ અને પોતાની ઈમાનદારી અને આવડત ખૂબ જરૂરી છે. વ્યક્તિની ધંધાની સફળતા માટે આયોજન અને આવડત પણ ખૂબ જરૂરી છે. તેથી અમો કોઈને ધંધાની સફળતા માટેની ગેરંટી આપતા નથી. મિત્રો,આજનો અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને જરૂર જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો,આજનો અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !
આ જુઓ:- Education Loan: વ્યવસાયિક અને ટેકનિકલ કક્ષાના અભ્યાસ માટે સરકાર આપી રહી છે રૂપિયા 15 લાખની લોન