Assistance Scheme For Papaya Cultivation In Gujarat- ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં પપૈયાનું વાવેતર કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં ઘણા ખેડૂતો પપૈયાની ખેતી કરી વાર્ષિક આવક વધારો કરી રહ્યા છે. બાગાયતી વિભાગ દ્વારા શક્ય તેટલી પપૈયાની ખેતી કરવા વધારેમાં વધારે ખેડૂતો પ્રેરાય તે માટે તેઓને આર્થિક સહાય આપવામાં આવે છે. પપૈયાની ખેતી માટે સૂકું હવામાન અને ગોરાડુ જમીન જરૂરી હોય છે. પપૈયાનો પાક વધુ પડતો વરસાદ અને વધુ પડતી ઠંડી સહન કરી શકાતો નથી.
પ્રિય વાચક મિત્રો આ આર્ટિકલમાં ખેતીવાડી વિભાગ દ્વારા બાગાયતી પાક પપૈયાની ખેતી માટે સહાય આપવામાં આવે છે તેની માહિતી મેળવીશું. Assistance Scheme For Papaya Cultivation In Gujarat યોજના શું છે? કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે? કેટલી સહાય મળે? અરજી કેવી રીતે કરવી ? જેવી વિગતવાર માહિતી આર્ટિકલમાં મેળવીશું.
યોજનાનો હેતુ
ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગના બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને સાધન સહાય કે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. યોજનાના માધ્યમથી સહાય આપી ખેડૂતોની આવક વધારો થાય છે. પપૈયાની ખેતી માટે ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવી એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. તેમજ બીજા ખેડૂત મિત્રો પણ પપૈયાની ખેતી કરવા માટે પ્રેરણારૂપ થાય.
Point Of Assistance Scheme For Papaya Cultivation In Gujarat
યોજનાનું નામ | પપૈયાની ખેતી માટે સહાય |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો ઉદ્દેશ્ય | ખેડુતોને પપૈયાની ખીતી માટે આર્થિક સહાય પૂરી પાડવી |
લાભ કોને મળે? | પાત્રતા ધરાવતા રાજ્યના તમામ ખેડુતો |
કેટલી સહાય મળે? |
|
અરજી કરવાની પધ્ધતી | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆત તારીખ | 22/04/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
પપૈયાની ખેતી માટે સહાય યોજનાની પાત્રતા અને નિયમો
પપૈયાની ખેતી માટે સહાય યોજના ની કેટલીક પાત્ર હતા બાગાયતી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે જે પાત્ર હતા નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતના ખેડૂતોને મળશે.
- રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- ખેડૂત આ યોજનાનો લાભ જીવનનો એક વાર જ મળશે.
- ખેડૂત દીઠ 4 હેક્ટરની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર રહેશે.
- ખેડૂતી પપૈયાની ખેતી માટે નવી ટપક સિંચાઈ પદ્ધતિ ઊભી કરવાની રહેશે.
- બિયારણપાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદી કરી વાવેતર કરવામાં આવશે તો જ સહાય મળવા પાત્ર રહેશે. (બિયારણ દ્વારા થતા પાકો માટે)
- આ યોજનાની સહાય ખેડૂતને બે હપ્તામાં ચૂકવવામાં આવશે પ્રથમ હપ્તામાં 75% રકમ બીજામાં હપ્તામાં 25% રકમ આપવામાં આવશે.
- ST (અનુસૂચિત જનજાતિ) ના ખેડૂત હોય તેમ જ તેઓએ માઇક્રો ઇરીગેશન સિસ્ટમ અપનાવેલ હોય તેવા કિસ્સામાં ખાતેદારને આ યોજના હેઠળ પ્રાધાન્ય આપવામા આવશે.
- બાગાયતી પાક પપૈયાની ખેતી અંગેની નોંધણી ગામ નમુના નંબર 12 એટલે કે પાણી પત્રકમાં કરાવવાની રહેશે. જો નોંધણી કરાવેલ ન હોય તો જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે
પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે ક્યાં કયાં ડોક્યુમેન્ટસ જોઈએ?
બાગયતી વિભાગની પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે લાયકાત ધરાવતા ખેડુતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે.
- આધાર કાર્ડ ની નકલ
- રેશનકાર્ડની નકલ
- ખેડૂતની જમીનધારણની ૭/૧૨, ૮-અ ની નકલ
- મોબાઈલ નંબર
- લાભાર્થી ખેડુત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
- જો લાભાર્થી ખેડૂત દૂધ મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
- જો લાભાર્થીએ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત.
- જો લાભાર્થી SC (એસસી જાતિ)ના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
- જો લાભાર્થી ST (એસટી જાતિ)ના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
- બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ
- જો લાભાર્થી અરજદાર વિકલાંગ હોય તો તે અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
પપૈયાની ખેતી માટે મળવાપાત્ર સહાય
અનુસુચિત જાતિના ખેડુત | ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 2.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.80 લાખ/હે મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 0.60 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 50%, મહત્તમ રૂ. 0.30 લાખ/હે મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિના ખેડુત | ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 2.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50%, મહત્તમ રૂ. 1.00 લાખ/હે મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 0.60 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 50%, મહત્તમ રૂ. 0.30 લાખ/હે મળવા પાત્ર છે. |
સામાન્ય ખેડુત | ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 2.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.80 લાખ/હે મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 0.60 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 50%, મહત્તમ રૂ. 0.30 લાખ/હે મળવા પાત્ર છે. |
પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
રાજ્યના જે ખેડુત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોત તો ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ્સ બાય સ્ટેપ્સ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં google search ખોલી તેમા ikhedut ટાઈપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
- હવે સર્ચ રિઝ્લ્ટમાંથી ikhedut ની ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
- ikhedut Portal વેબસાઈટ ના હોમ પેજ પર ઉપરની બાજુએ મેનુંમાં “યોજના” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે તેમાંથી “બાગાયતીની યોજનાઓ “ ‘વિગતો માટે અહીં ક્લિક કરો’ પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમને પેજની નીચેની બાજુએ Bagayati yojana યોજનાઓ જોવા મળશે.
- તેમાંથી ક્રમ નંબર-39 પર “પપૈયા” યોજના ની લાઈન માંં અરજી કરો પર ક્લિક કરો.
- હવે તમે જો અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂત મિત્રએ પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર ની માહિતી ભર્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha બોક્સ્માં નાખી અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- હવે અરજી ફોર્મ ખુલશે. અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- લાભાર્થીએ ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન માં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
- ખેડુતમિત્રએ ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવી
પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાનો સમયગાળો
ખીતીવાડી વિભાગના બાગયતી વિભાગની આ યોજના માટે ikhedut Portal પર ઓનલાઈ અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરુઆત તારીખ:- 22/04/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ- 31/05/2023 છે. આ યોજનાનો લાભ મેળવવા માટે છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરો.
આ પણ વાંચો-
- પશુ ખાણદાણ સહાય યોજના 2023
- મફત ઘરઘંટી સહાય યોજના, 15000/- સહાય યોજના
- પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો
- આ ખેડૂતોના એકાઉન્ટમાં 14માં હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.
FAQ’S Papaya Kheti Sahay Yojana
1.પપૈયાની ખેતી માટે સહાય યોજના માં અરજી કરવી છેલ્લી તારીખ કઈ છે?
જવાબ-પપૈયાની ખેતી માટે સહાય યોજના માં અરજી કરવી છેલ્લી તારીખ- 31/05/2023 છે.
2. પપૈયાની ખેતી સહાય યોજનાનો હેતુ ?
જવાબ- આ યોજનાનો મુખ્ય હેતુ પપૈયાની ખેતી કરતા ખેડુતોને આર્થિક સહાય પુરી પાડવી.
3. પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?
જવાબ- પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે