ભોજન બિલ સહાય યોજના 2023। Bhojan Bill Sahay Yojana 2023 | Food Bill Scholarship Gujarat 2023

Bhojan Bill Sahay Yojana: ગુજરાત સરકારના વિવિધ વિભાગ દ્વારા ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગ નાગરિકો, વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્રારા બિન અનામત તેમજ શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. આ નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજન બિલ સહાય ,કોચિંગ સહાય યોજના (ટ્યુશન સહાય), વિદેશ અભ્યાસ યોજના વિગેરે જેવી યોજનાઓ થકી જરૂરીયાતમંદ  વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહેશે.

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના ગુજરાત સરકારના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તારીખ: 30/09/2017 ના  રોજ G.R.No-ક્રમાંક:સશપ/122017/568451/અ થી કરવામાં આવી છે.

પ્રિય વાચકો, આ આર્ટિકલમાં ગુજરાત બિન અનામત તેમજ શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ભોજન બીલ સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે જેની વિગતે ચર્ચા કરીશું. આ નિગમ દ્વારા ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના લોકોને આર્થિક તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.

bhojan bill sahay yojana 2022

ભોજન બિલ સહાય યોજનાનો મુખ્ય હેતુ

ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ જે પોતાના વતનથી દૂર રહીને અભ્યાસ કરે છે. તેમને ગુજરાતના બિન અનામત તેમજ શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ભોજન બીલ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા મળશે. આ યોજનામાં હોસ્ટેલમાં (છાત્રાલયમાં) રહીને અભ્યાસ કરાતાં વિદ્યાર્થીઓને વર્ષના 10 માસ ની સહાય આપવામાં આવશે.

ભોજન બિલ સહાય યોજનાની પાત્રતા

ગુજરાત સરકારના બિન અનામત આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ ભોજન બીલ સહાય યોજના નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવી છે

  • અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
  • કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
  • વિદ્યાર્થી બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • જે વિદ્યાર્થીઓ પોતાના તાલુકાની બહાર અભ્યાસ કરતા હોય અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજના લાભ મળવા પાત્ર છે.
  •  

Highlights Of Bhojan Bill Sahay  2022

યોજનાનું નામ ભોજન બિલ સહાય યોજના 2023 (Bhojan Bill Sahay Yojana 2023)
લાભાર્થી બિનઅનામત વર્ગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
સહાય 10 મહીના સુધી દર મહીને રૂ.1500/- લેખે કુલ રૂ.15,000/- સહાય મળશે.
Supervised By ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
Official Site https://gueedc.gujarat.gov.in/
Last Date ————-
Online Apply Click Here
Gueedc Registration Click Here   
Helpline Number 07923258688, 07923258684
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay
Read More : કોચિંગ સહાય યોજના 2022 । Tuition Sahay Yojana 15000 RS sahay

ભોજન બિલ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

GUEEDC દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે કેટલાક ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે.

  • બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ/ ગેસ બીલ વિગેરે)
  • જે હોસ્ટેલમાં રહેતાં હોય તેનુ માસિક બિલ ભરેલું હોય તેનો પુરાવો
  • સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્ટેલ સંચાલિત છે તેનો પુરાવો
  • વિદ્યાર્થીની બેંક પાસબુક
  • વિદ્યાર્થીનો ઉંમર અંગેનો પુરાવો( જન્મનું સર્ટિફિકેટ/શાળાએ છોડ્યાનું પ્રમાણપત્ર)
  • વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ
  • ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય તો છેલ્લા વર્ષની માર્કશીટ

How to apply Bhojan Bill Sahay Yojana application ( Guideline) ભોજન બિલ સહાય યોજના અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો.

  • સૌ પ્રથમ Google search માં gueedc.gujarat.gov.in સર્ચ કરો.
  • તેમાંથી ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ખુલસે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં ત્રીજા નંબર પર Food Bill Scheme પર ક્લિક કરો.
  • હવે ભોજન બિલ સહાય યોજનાની માહિતિ યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો જોવા મળશે. જેની નીચેની બાજુએ Apply Now પર ક્લિક કરો.
  • જો તમે આ વેબસાઈટ પર અહાઉ રજીસ્ટેશન કરેલ હશે તો User Id અને Password નાખી Login કરી શકશો. જો તમે અગાઉ આ વેબસાઈટ પર રજીસ્ટેશન કરેલ નથી તો New User (Registration) પર ક્લિક કરો.
  • હવે તમે રજીસ્ટેશન કરવા માટે તમારુ Email id , Mobile Number, Password લખી નીચેના બોક્સમાં Captcha કોડ નાખી Submit બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
  • હવે ભોજન બિલ સહાય યોજનાની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.
  • યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે. તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમે કરેલ અરજીની તમામ વિગત તમને જોવા મળશે. જે વિગતો તમે ધ્યાની એક વાર જોઈ લેવી અને જો કોઈ સુધારો હોય તો કરી દેવો અથવા અરજી બરાબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો અને અરજી ની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

ઓનલાઈન અરજી કર્યા બાદ શુ કરવાનુ રહશે છે ?

ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ
દસ્તાવેજો (સટીફીકેટ્સ,માકડશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નલલ જે જિલ્લામાાં અભ્યાસ કરતા હોય તે
જિલ્લાના નાયબ નિયામક(નવ.જા)/જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓ
કુરીયર/પોસ્ટ/રૂબરુ મોલલવાના રહશે છે. )

ખાસ નોંધ:- ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ જો હાર્ડ કોપી મોલલવામા ના આવે તો  અરજી ગ્રાહ્ય રાખવામાા આવશે નહી.

Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 

Benefits of Bhojan Bill Sahay Yojana 2022

ગુજરાત સરકારના બિન અનામય આયોગ દ્વારા પોતાના વતનથી દુર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં દરેક વિદ્યાર્થીને  દર મહિને  રૂ.1500 સહાય આપવામાં આવે છે. એક વર્ષમાં 10 મહિના માટે રૂ.15000 સુધીની સહાય આપવામાં આવે છે.

ભોજન બિલ સહાય યોજનાની આવક મર્યાદા 

બિન અનામત આયોગ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના  કુટુંબની વાર્ષિક આવક 4,50,000/- થી વધુ હોવી જોઈએ નહી.

GUEEDC Office Address

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ  આપેલ છે.
 
સરનામું: કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર
 

GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number

ગુજરાત સરકાર દ્વારા Bin Anamat Aayog Contact Number નીચે પ્રમાણે જાહેર કરેલો છે
     Phone Number: 079-23258688, 079-23258684
 

FAQ’S Bhojan Bill Sahay Yojana

1. ભોજન બીલ સહાય યોજનાનો લાભ કોને મળે?

Ans: બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે.

2. ભોજન બિલ સહાય યોજના માટે આવક મર્યાદા કેટલી છે?

Ans: ભોજન બિલ સહાય યોજના માટે કુટુંબની વાર્ષિક આવક 4,50,000 રૂ થી વધુ હોવી જોઈએ નહી.

3. ભોજન બીલ યોજના કેટલી સહાય મળવા પાત્ર છે?

Ans: ભોજન બીલ યોજનામાં દર મહિને 1500 રૂપિયા સહાય મળવા પાત્ર છે.

4. ભોજન બિલ યોજના નો લાભ કેટલા મહિના સુધી મળવા પાત્ર છે?

Ans: ભોજન બીલ યોજના નો લાભ 10 મહિના સુધી મળવા પાત્ર છે.

5. ભોજન સહાય માટે પ્રતિ વર્ષ અરજી કરવાની હોય છે?
જવાબ :- હા (દર વષે)

6. ઓનલાઈન કરેલ અરજી કર્યા બાદ શુ કરવાનુ રહશે છે ?
જવાબ: ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ
દસ્તાવેજો (સટીફીકેટ્સ,માકડશીટવગેરે)ની પ્રમાણીત કરેલ નલલ જે જિલ્લામાાં અભ્યાસ કરતા હોય તે
જિલ્લાના નાયબ નિયામક(નવ.જા)/જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓ
કુરીયર/પોસ્ટ/રૂબરુ મોલલવાના રહશે છે.