લેપટોપ સહાય યોજના 2023 | Laptop Sahay Yojana Gujarat

Laptop Sahay Yojana Gujarat- ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો માટે વિવિધ હિતકારી યોજનાઓ સમયની સાથે અમલમાં મૂકે છે. ખેડૂતો માટે ખેતીલક્ષી યોજનાઓ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સાધન સહાય ભોજન બીલ સહાય યોજના, મહિલાઓ માટેની યોજનાઓ, નવા ધંધા રોજગાર ચાલુ કરવા માટેની યોજના વિગેરે જેવી વિવિધ યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટિકલમાં આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા લેપટોપ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેની વિગતવાર માહિતી મેળવીશું.

Laptop Sahay Yojana Gujarat 2023 | Adijati Nigam Yojana | ST Yojana Gujarat | Tribal Yojana in Gujarat | લેપટોપ સહાય યોજના 2023 । 

મિત્રો આ આર્ટિકલમાં રાજ્ય સરકારના Gujarat Tribal Development Corporation દ્વારા અનુસૂચિત જનજાતિના નાગરિકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વિવિધ યોજનાનો લાભ મેળવી આદિજાતિ વર્ગના નાગરિકો રોજગારી મેળવી પોતાનું ગુજરાત ચલાવી શકશે. આદિજાતિ ના નાગરિકને નવા ધંધા વ્યવસાય શરૂ કરવા માટે લેપટોપ અથવા કોમ્પ્યુટર ની જરૂરિયાત પૂરી કરવા લેપટોપ સહાય યોજના હેઠળ લેપટોપ કમ્પ્યુટર ખરીદવા લોન આપવામાં આવે છે.

લેપટોપ સહાય યોજના નો મુખ્ય હેતુ

રાજ્યના વિવિધ વિસ્તારમાં રહેતા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના નાગરિકો આર્થિક રીતે પછાત હોવાના કારણે નવો ધંધો વ્યવસાય શરૂ કરી શકતા નથી. આદિજાતિના નાગરિકો કે જેઓ નવો વ્યવસાય ધંધો શરૂ કરવા માટે કોમ્પ્યુટર કે લેપટોપની જરૂર હોય તેઓને સરકાર દ્વારા આદિજાતિ નિગમ ગુજરાત પોર્ટલ (Adijati Nigam Gujarat Portal) મારફતે લેપટોપ અથવા કોમ્પ્યુટર ખરીદવા ,(Laptop Sahay Yojana) માટે લોન આપવામાં આવે છે. આ લોનની મદદથી તેઓ નવો ધંધો/ વ્યવસાય શરૂ કરી શકે તે માટે તેઓની આર્થિક સહાય આપવી તે યોજનાનો મુખ્ય હેતુ છે.

Point of Laptop Sahay Yojana Gujarat

યોજનાનું નામ લેપટોપ સહાય યોજના । Laptop Sahay Yojana Gujarat 2023
આર્ટિકલની ભાષા  ગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર અથવા લેપટોપનો ઉપયોગ કરી નવો ધંધો શરુ કરવા માટે આર્થિક મદદરૂપ થવાના
હેતુથી લોન સહાય
યોજનાનો લાભા કોને મળે? ગુજરાતના અનુસુચિત જનજાતિ(ST)ના નાગરિકો
લોનની રકમ Rs. 1,50,000/-
લોન પર વ્યાજદર કેટલો? માત્ર 4% વ્યાજદર
ઓફિસિયલ વેબસાઈટ Click Here
ઓનલાઈન અરજી કરવા Apply Now

લેપટોપ સહાય યોજનાની પાત્રતા માપદંડ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિના નાગરિકોને નવા ધંધો/ વ્યવસાય શરૂ કરવા લેપટોપની ખરીદી કરવા લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારને કેટલીક પાત્રતા લાયકાત નક્કી કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

  • અરજદાર મૂળ ગુજરાતના નાગરિક હોવા જોઈએ.
  • અરજદાર અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે કમ્પ્યુટર ની તાલીમ મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • અરજદારને કૌટુંબીક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર હોય તો 1,20,000 અને જો શહેરી વિસ્તાર હોય તો 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર કોમ્પ્યુટર વિચારના સ્ટોરમાં કે કંપનીમાં/ દુકાનમાં/ શોપિંગ મોલમાં કામ કર્યા અંગેનું અનુભવનું પ્રમાણપત્ર.

ઘરઘંટી સહાય યોજના 2023 હેઠળ રૂ.15000/- ની સહાય મળશે

લેપટોપ સહાય યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિ ના લોકોને વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે તેમાંની એક યોજના કમ્પ્યુટર કે લેપટોપ સહાય યોજના તથા તેના વિવિધ મશીનો ખરીદવા માટે સરકાર દ્વારા રૂપિયા કુલ 1,50,000 સુધીની લોન આપવામાં આવે છે. લાભાર્થીને આપવામાં આવતી લોનની કુલ રકમ પર 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો રહેશે.

લેપટોપ સહાય યોજના લોન પરનો વ્યાજ દર

  • લાભાર્થીને વાર્ષિક 4% ના વ્યાજ દર સાથે લોન મળશે.
  • લાભાર્થી મેળવેલ લોન ની રકમ ની પરત ચુકવણી કુલ 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરવાના રહેશે.
  • જો કોઈ અરજદાર મેળવેલ લોન પરત કરવામાં વિલંબ કરે તો તેને વધારાના 2% દંડનીય વ્યાજ સાથે રકમ ચૂકવવાની રહેશે.

Required Documents for Laptop Sahay Yojana Gujarat

રાજ્યના અનુસુચિત જનજાતિના બેરોજગાર નાગરિકોને નવો કોમ્યુટરને લગતો ધંધો/વ્યવસાય શરુ કરવા માટે  દ્વારા લોન પેટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટસ જરૂર પડશે.

  • આધાર કાર્ડની નકલ
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક(પ્રથમ પાનાની નકલ)
  • કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • અરજદારનું કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે

Laptop Sahay Yojana Gujarat 2023 Apply Online 

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા અનુસુચિત જનજાતિના નાગરિકોને રોજગાર માટે કોમ્પ્યુટર આધારિત ધંધો / વ્યવસાય શરુ કરવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google Search  “Adijati Vikas Nigam Gujarat” લખી સર્ચ કરો.
  • સર્ચના પરિણામ માંથી Tribal Development Corporation, Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • હવે હોમ પેજ પર “Apply for Loan” પર ક્લિક કરો.
  • ત્યાર બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું પેજ ઓપન થશે.
  • જો તમે અગાઉ “Register” કરેલ ન હોય તો પહેલા “Register Here” પર ક્લિક કરો.
  • રજીસ્ટેશન કર્યા બાદ Login માં તમારુ Login ID અને Password નાખી લોગિન થાઓ.
  • હવે લાભાર્થીએ MY Applications માં “Apply Now” પર ક્લિક કરો.
  • હવે તમને વિવિધ યોજનાઓ જોવા મળશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમામ શરતો ધ્યાનપૂર્વક વાંચી Apply Now પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજીમાં અરજદારની વિગતો, મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો ભરવાની રહેશે.
  • યોજનામાં કોમ્પ્યુટર મશીન પસંદ કરીને લોનની રકમ ભરો.
  • ત્યાર બાદ માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી ની પ્રિન્ટ આઉટ મેળવી લેવી જેથી ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય.

આ પણ વાંચો-

FAQ’S

1.લેપટોપ સહાય યોજના હેઠળ કેટલા રૂપિયા લોન આપવામાં આવે છે?

જવાબ- લેપટોપ સહાય યોજના હેઠળ 1,50,000/- રૂપિયા લોન આપવામાં આવે છે.

2. Laptop Sahay Yojana માં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?

જવાબ-2. Laptop Sahay Yojana માં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.

3.લેપટોપ સહાય યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે?

જવાબ- લેપટોપ સહાય યોજનાનો લાભ આદિજાતિ (ST) ના નાગરિકોને મળવાપાત્ર છે.

4. લેપટોપ સહાય યોજનામાં લોન પર કેટલા ટકા વ્યાજ દર છે?

જવાબ-  લેપટોપ સહાય યોજનામાં લોન પર 4% વ્યાજ દર છે.