Online Birth Certificate Download Gujarat | ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

Online Birth Certificate Download Gujarat-ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સેવાઓ સરળતાથી ઓનલાઇન મેળવી શકે તે માટે વિવિધ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે. ગુજરાતના નાગરિકોને જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર હવે ઓનલાઇન મેળવી શકશે. સરકાર દ્વારા eOlakh નામનું પોર્ટલ ઓનલાઈન વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી રાજ્યના તમામ નાગરિક જન્મની મરણનું સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.

Birth Certificate Gujarat | Online Birth Certificate Gujarat | Birth Certificate Gujarat PDF | Birth Certificate Gujarat PDF Download | Birth Certificate Gujarat PDF Download in English

જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 અનુસાર રજીસ્ટારને દરેક જન્મ અને મરણની જાણ કરવી હવે ફરજીયાત છે. બાળકનો જન્મ થાય છે ત્યારે તેનો પહેલો ઓળખનો પુરાવો એટલે કે જન્મનું પ્રમાણપત્ર. જેથી પરિવારમાં કોઈ વ્યક્તિનો જન્મ અને મૃત્યુની જાણ સંબધિત રજીસ્ટારને કરવી તેની જવાબદારી છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 હેઠળ વ્યક્તિનો જન્મ / મરણ જે જગ્યાએ થયું હોય તે જ વિસ્તારમાંથી નોંધણી કરાવવાની રહેશે જન્મની નોંધણી માટે ફોર્મ નંબર 1 તથા મરણની નોંધણી માટે ફોર્મ નં 2 અને મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નંબર 3 ભરવાના રહેશે.

Online Death Certificate Download Gujarat | ગુજરાતમાં મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

Online Birth Certificate Download Gujarat

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના જન્મની નોંધણી માટે ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જેને eOlakh પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ પોર્ટલ પરથી Online Birth/Death Certificate Download Gujarat કરી શકાય છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 મુજબ જન્મની નોંધણી 21 દિવસમાં કરાવવાની રહેશે. જો કોઈ નાગરિક જન્મની નોંધણી કરાવવામાં વિલંબ કરે છે તો તેને વધારાની ફી પેનલ્ટી રૂપે ચૂકવવાની રહેશે.

Point of Online Birth Certificate Download Gujarat

આર્ટિકલનું નામ  Online Birth Certificate Download Gujarat
કોના દ્વારા શરુ કરવામાં આવી? ગુજરાત સરકાર
લાભાર્થીઓ  ગુજરાત રાજ્યના તમામ નાગરિકો
ફાયદો જન્મ અને મૃત્યુ ના પ્રમાણપત્રો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.
ઓફિસિયલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવી?

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે પોર્ટલમાં વિકસાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં  જન્મનું પ્રમાણપત્ર ખોવાઈ જાય તો તેવા કિસ્સામાં જન્મના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ ફોલો કરો.

  • સૌ પ્રથમ google search માં eOlakh સર્ચ કરો.
  • સર્ચના રીઝલ્ટ માથી eOlakh.gujarat.gov.in  ઓફીશીયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • વેબસાઈટના હોમ પેજ પર “Download Certificate” જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  • વેબસાઈટ નીચેની બાજુએ તમને Birth Certificate Download કરવા માટે Birth ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  • હવે તમારો એપ્લિકેશન નંબર અથવા મોબાઈલ નંબર અને વર્ષ દાખલ કરો.
  • નોંધ- જો કોઈ કિસ્સામાં તમે એપ્લિકેશન નંબર જાણતા ન હોત તો મોબાઈલ નંબર પસંદ કરો.
  • ત્યાર બાદ Search Data બટન પર ક્લિક કરો. હવે તમને નીચેની બાજુએ લિસ્ટ જોવા મળશે તેમાં તમારું નામ હશે ત્યાંથી Birth Certificate Download કરી શકાશે.

જન્મનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે મહત્વના સૂચનો

  •  જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
  •  અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.
  • દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.
  •  જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર download કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે.
  • આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી generate થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. 
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check

FAQ’S 

1.જન્મ કે મરણના પ્રમાપત્ર ઓનલાઇન મેળવવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ-જન્મ કે મરણના પ્રમાપત્ર ઓનલાઇન મેળવવા માટે ઓફિસિયલ વેબસાઈટ  eOlakh.gujarat.gov.in છે.

2.જન્મ કે મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવાની હોય છે?

જવાબ- જન્મની નોધણી જન્મના 21 દિવસમાં અને મરણની નોધણી મરણથી 14 દિવસમાં કરાવવાની હોય છે.