પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 । Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023- ગુજરાત સરકાર દ્વારા મધ્યમ અને ગરીબ લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે કુવરબાઈનુ મામેરુ યોજના, માનવગરીમાં યોજના, સ્પર્ધાત્મક તૈયારી માટે કોચિંગ સહાય યોજના, પંડિત દિનદાળ ઉપાધ્યાય આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો આ આર્ટિકલમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા “પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023″ અમલમાં મૂકવામાં આવી છે તેની વિગતવાર ચર્ચા કરીશું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓનું ઓનલાઈન લાભ મળી શકે તે માટે e- Samaj Kalyan Portal વિકસાવવામાં આવ્યું છે. આ વિભાગની Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? આ યોજનાની પાત્રતા શું છે?  ફોર્મ કઇ વેબસાઇટ પર ભરવું? વિગેરે જેવી માહિતી આર્ટિકલમાં મેળવીશું.

Social Justice & Empowerment Department દ્વારા પંડિત દીનદાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરની વિમુક્તિ જાતિના તથા આર્થિક રીતે પછાત વર્ગના લોકો કે જેઓને પોતાનું ઘર નથી કે ઘર વિહોણા છે તથા ખુલ્લો પ્લોટ પોતાની માલિકિનો ધરાવે છે. તેઓને મકાન બનાવવા માટે સહાય આપી આર્થિક મદદરૂપ થવું એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજનામાં રૂપિયા 1,20,000/-  ની ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેનું બાદ કામ લાભાર્થીએ બે વર્ષની મર્યાદામાં પૂરું કરવાનું હોય છે.

Overview Of Pandit Din Dayal Aavas Yojana

યોજનાનું નામ  પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
ભાષા  ગુજરાતી અને English
યોજનાનો લાભ કોને મળે? ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને વિચરતિ વિમુક્તિ જ્ઞાતિના નાગરિકોને
મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને વિચરતિ વિમુક્તિ જ્ઞાતિના લોકો કે જેઓ ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા તેમને રહેવા માટે ઘર ન હોય તેમને આવાસ(ઘર) પુરુ પાડવું
મળવાપાત્ર સહાય  1,20,000/- ( આ રકમ કુલ 3 હપ્તામાં આપવામાં આવે છે
Official Website https://esamajkalyan.gujarat.gov.in/
Apply online   Click Here
New  Registration   Click Here
Application Status Check  Click Here

પંડિત દિનદયાળ આવાસ યોજનાની પાત્રતા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થી માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે પાત્રતા નીચે મુજબ છે.

 • અરજદાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કે વિચરતી વિમુક્ત જાતિના હોવા જોઈએ.
 • અરજદાર મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ.
 • અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કરતા વધુ ન હોવી જોઈએ.
 • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા અરજદારો પોતાની માલિકીનો પ્લોટ ધરાવતા હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
 • શહેરી વિસ્તારમાં રહેતા ઘર વિહોણા અરજદારો પોતાની માલિકીનો પ્લોટ ધરાવતા હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
 • બીપીએલ કાર્ડ ધરાવતા અરજદારોને આ યોજના માટે પ્રધાનમંત્રી આપવામાં આવે છે

Pandit Din Dayal Aavas Yojana Documents

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે. ઓનલાઇન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.જે ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ છે.

 • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
 • અરજદારનો આવકનો દાખલો
 • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
 • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
 • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
 • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
 • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
 • અરજદારનો BPLનો દાખલો
 • જો અરજદાર મહિલા હોય અને તેના પતિ હયાત ન હોય તેવા કિસ્સામાં પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
 • અરજદાર જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
 • અરજદારના પાસબુકન પ્રથમ પાનાની નકલ / કેન્સલ ચેક
 • અરજદારનો તાજેતરનો ફોટો
Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

મળવાપાત્ર સહાય/લાભની રકમ

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના નો અંતર્ગત લાભાર્થીની રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે આ સહાય કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે જેની માહિતી નીચે મુજબ છે.

હપ્તાની સંખ્યા  હપ્તાની રકમ/સહાય (મળવાપાત્ર રકમ)
 પ્રથમ હપ્તો 40,000/-
બીજો હપ્તો 60,000/-
ત્રીજો હપ્તો 20,000/-

How to Online Apply Pandit Din Dayal Upadhyay Aawas Yojana 2023

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ટેપ્સ અનુસરો.

 • સૌ પ્રથમ Google Search  e Samaj kalyan poratl ટાઈપ કરી સર્ચ કરો.
 • હવે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો.
 • ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર ઉપરની બાજુએ “Director Developing Castes Welfare” પર ક્લિક કરો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

 • કિલક કરતાની સાથે એક નવું પેજ ખુલસે તેમાંથી નંબર-11 પર ”પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરો.

Pandit Din Dayal Upadhyay Awas Yojana

 • જો તમે અગાઉ e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરો.

Pandit Din Dayal Upadhyay Awas Yojana

 

 • હવે તમે તમારું નામ, જન્મતારીખ,જાતિ, આધારકાર્ડ નંબર, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખી  Register પર ક્લિક કરો.

Pandit Din Dayal Upadhyay Awas Yojana

 • Register કર્યા બાદ Citizen Login પર ક્લિક કરી User તથા Id Password નાખી Login પર ક્લિક કરો.
 • હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે Online Apply પર ક્લિક કરો.
 • ફોર્મમાં દાર્શાવેલ તમામ વિગતે યોગ્ય રીતે ભરો.
 • ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
 • ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ Save પર ક્લિક કરો.
 • હવે Confirm પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢીલો.
 • અરજદારે અરજીની પ્રિન્ટ તથા તમામ ડોક્યુમેન્ટ જે તે જિલ્લાની કચેરી ખાતે જમા કરવાને રહેશે.

Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી

How to Application Status Check Pandit Din Dayal Upadhyay Aawas Yojana 

 • સૌ પ્રથમ Google Search  e Samaj kalyan portal ટાઈપ કરી સર્ચ કરો.
 • હવે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો.
 • હોમ પેજ પર નીચેની બાજુએ Your Application Status પર ક્લિક કરો. 
 • અરજીનું સ્ટેટ્સ ચેક કર્વા માટે નવુ પેજ ખુલશે. જેમાં તમે કરેલ અરજીનો નંબર અને જન્મ તારીખ નાખી સ્થિતિ જુઓ પર ક્લિક કરો.
 • તમારી અરજીની પ્રક્રિયા કેટલે સુધી આવી તે જોવા મળશે.

FAQ’S of Pandit Din Dayal Upadhyay Aawas Yojana 2023

1.પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના કયા વિભાગ હેઠળ આવે છે ?

Ans- આ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવે છે.

2.પંડિત દિન દયાળ આવાસ યોજના નો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક મર્યાદા કેટલી હોવી જોઈએ?

Ans- આ યોજનાનો લાભ મેળવવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદ ₹6,00,000 થી વધુ ન હોવી જોઈએ.

3.Pandit din Dayal Aavas Yojana માં કેટલા રૂપિયા લાભ મળવા છે?

Ans- આ યોજનામાં લાભાર્થીને ₹1,20,000 કુલ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે.

4.પંડિત દિનદયાળ આવાસ યોજના ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ ?

ANS-પંડિત દિનદયાળ આવાસ યોજના ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.

5. પંડિત દિનદયાળ આવાસ યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે?

ans-પંડિત દિનદયાળ આવાસ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કે વિચરતી વિમુક્ત જાતિના હોવા જોઈએ.