PMSYM Yojana In Gujarati | પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના :- પ્રધાનમંત્રી કેન્દ્ર સરકાર દ્વારા શ્રમયોગી માનધન યોજના 15 ફેબ્રુઆરી 2019 ના રોજ લાગુ પાડવામાં આવી છે. દેશમાં વિવિધ અસંગઠિત ક્ષેત્રમાં કામદારોની ઘણી આર્થિક મુશ્કેલીઓનો વારંવાર સામનો કરવો પડે છે. આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારોને પેન્શન આપવામાં આવશે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો આ યોજના હેઠળ અરજી કરવાની રહેશે.

PMSYM Yojana Apply Online । પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના | PMSYM Yojana In Gujarati

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના 2022-2023

પીએમ શ્રમયોગી માનધન યોજના એક ફેબ્રુઆરી 2019 ના રોજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અરજી કરનાર અરજદાર ની ઉંમર ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જો અરજી કરનાની ઉંમર 18 વર્ષની હશે, તો તેને દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે. અને વ્યક્તિ જ્યારે 60 વર્ષની ઉંમરે પહોંચશે ત્યારે તેને ન્યૂનતમ પેન્શનરૂપે 3000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS), કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને રાજ્ય કર્મચારી વિમા નિગમ(ESIC) ના સભ્ય હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

પ્રધાનમંત્રી માનધન યોજના

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારોને 60 વર્ષની ઉંમર પછી વૃદ્ધાવસ્થામાં દરમિયાન દર મહિને 3000 રૂપિયાની પેન્શન રકમ આર્થિક સહાય પૂરી પાડવાનો છે . અસંગઠિત ક્ષેત્રના મજુર વર્ગ ૬૦ વર્ષની ઉંમર કામ કરવા માટે પોતાનું શરીર સાથ આપતું નથી. ત્યારે આ યોજના હેઠળ પેન્શન નો લાભ મળવા પાત્ર થશે. તેમ જ વૃદ્ધાવસ્થા દરમિયાન સ્વાભિમાન સાથે તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકશે. આ યોજના થકી તેઓને કપડાં ખોરાક દવા જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટે મદદરૂપ થશે.

Highlight Of PMSYM Yojana 

યોજનાનું નામ PMSYM Yojana in Gujarati
યોજનાની શરુઆત ક્યારે? 15-02-2019
લાભાર્થી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજુર
કેટલી રકમ જમા કરાવાની 55 રૂ. થી 200 રૂ. પ્રતિ મહિના
અરજી કરવાની પધ્ધતિ ઓનલાઇન/ઓફલાઇન
ઓફિશિયલ વેબસાઇટ https://maandhan.in/
હેલ્પલાઈન નંબર Helpline Number 1800 2676888
Read also : કોચિંગ સહાય યોજના 2022 15000 રૂપિયાની 

Read More : કુવરબાઈનું મામેરું યોજના દિકરીના લગ્ન સમયે 12,000/- સહાય

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાની પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા/ શરતો નક્કી કરવામાં આવેલી છે.

 • અરજદાર અસંગતિક ક્ષેત્રમાં કામ કરતો મજૂર હોવો જોઈએ.
 •  અરજદારની માસિક આવક 15000 રૂપિયા છે વધુ ન હોવી જોઈએ.
 •  અરજી કરના અરજદારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
 •  અરજદાર આવકવેરો કે કરદાતા ને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
 • જે સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS), કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને રાજ્ય કર્મચારી વિમા નિગમ(ESIC) ના સભ્ય હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
 • આ યોજનાનો લાભ મેળવવા માટે બેંકમાં બચત ખાતું કે જનધન બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે.

Required Documents For PMSYM Yojana in Gujarati

 • અરજદાર નું ઓળખપત્ર
 • અરજદારનું આધારકાર્ડ
 • અરજદારના બેન્ક ખાતાની પાસબુક ની નકલ
 • અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • અરજદાર નો મોબાઇલ નંબર
 • અરજદાર નું હાલનું સરનામું

આ યોજનાનો લાભ કોણ લઈ શકે

 • ભુમી હિમ ખેત મજુર
 • માછીમાર
 • પશુપાલક
 • નાના અને સીમાન ખેડૂતો
 • ઇટ ના ભઠ્ઠાવ અને પથ્થરની ખાણોમાં લેબલિંગ અને પેકિંગ
 •  બાંધકામ અને માળખાકીય કામદારો
 • ચામડાના કારીગરો
 • સફાઈ કામદાર
 • શાકભાજી અને ફળ વેચનાર
 • ઘરેલું કામદારો સ્થળાંતરિત મજૂરો વગેરે.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના નું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારી ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.

 • સૌપ્રથમ google search માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ની https://maandhan.in/shramyogi ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરો.
 • ઓફિસિયલ વેબસાઈટ ના હોમપેજ પર Click Here to Apply Now પર ક્લિક કરો.
 • હવે તમારો મોબાઈલ નંબર નાખો અને Proceed બટન પર ક્લિક કરો.
 • અરજદારી પોતાનું નામ ઇમેલ આઇડી કેપ્ચા કોડ ભર્યા બાદ OTP દાખલ કરી પોતાની એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.  અરજી મા માગ્યા મુજબના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 •  અરજી ફોર્મ સબમીટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ અવશ્ય લઇ લેવી.

PMSYM યોજના માંથી બહાર નીકળવા માટેની શરતો

જો અરજદાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને અધવચ્ચે છોડવા ઈચ્છતો હોય તો નીચે મુજબની શરતો સાથે સંમત થવું પડશે.

 • જો લાભાર્થીનો કોઈ કિસ્સામાં મૃત્યુ થયું હોય તો તેના જીવનસાથી આ યોજનાને આગળ ચાલુ રાખી શકે છે.
 • જો અરજદાર 10 વર્ષ પહેલા યોજના માંથી બહાર નીકળી જાય છે તો બેંક ખાતામાં જે બચે છે તે બેંક ખાતાના દરે યોગદાન આપવામાં આવે છે.
 • જો લાભાર્થી 10 વર્ષ કે તેથી વધુ સમય પછી પરંતુ 60 વર્ષની ઉંમર પહેલા આ યોજનામાંથી બહાર નીકળી જાય છે તો લાભાર્થીએ કરેલ યોગદાન અથવા બચત બેંક દર બે માંથી જે વધારે હોય તે સાથે ઉપાર્જિત વ્યાજ તરીકે યોગદાન ચૂકવવામાં આવશે.
 • આ સિવાય બીજી આ યોજનામાંથી બહાર નીકળવા માટે સરકાર દ્વારા NSSB ની સલાહ પર જારી કરવામાં આવી છે.

Some Important Link 


Home Page               Click Here
WhatsApp group Join               Click Here
YouTube               Click Here

FAQ’S

1.PMSYM યોજના માટે અરજી કેવી રીતે કરવી?

Ans- યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર જાતે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા જનસેવા કેન્દ્ર (CSC) દ્વારા અરજી કરી શકે છે.

2.પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શું છે?

Ans- અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન આપતી યોજના છે લાભાર્થીની ઉંમર 60 વર્ષ પૂર્ણ થતા લઘુત્તમ 3000 રૂપિયાની પેન્શન આપવશે.

3.પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના Helpline Number?

Ans- PMSYM Yojana Helpline Number 1800 2676888.